MLA Hardik Patel Post : પાટીદાર આંદોલનના 10 વર્ષ પર MLA હાર્દિક પટેલે કરેલી પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે, હાર્દિક પટેલે આ પોસ્ટમાં ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુનગાન ગાયા છે
Hardik Patel Sedition Case : ગુજરાત ભાજપના નેતા અને ધારાસભ્ય હાર્દિક પટેલને અત્યાર સુધીની સૌથી મોટી રાહત મળી છે. હાર્દિક પટેલને હવે દેશદ્રોહી ગણવામાં આવશે નહીં. સરકારના નિર્ણય બાદ અમદાવાદ કોર્ટે આ કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી છે. આ કેસ પાટીદાર આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો
Patidar Anamat Andolan : પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર નેતાઓ પર થયેલા કેસ પરત ખેંચાયાનો દાવો.. દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને મુખ્યમંત્રીનો માન્યો આભાર.. કહ્યું, રાજદ્રોહના કેસ પરત ખેંચાયા..
Patidar Ananad Andolan : પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચાયા બાદ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અનેક પાટીદારોના નિશાન પર આવ્યા છે... પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે હાર્દિક પટેલને ધારાસભ્ય બનાવવા પર દુખ વ્યક્ત કર્યું
Hardik Patel On Patidar Anamat Andolan : પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર નેતાઓ પર થયેલા કેસ પરત ખેંચાયાનો દાવો.. દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને મુખ્યમંત્રીનો માન્યો આભાર.. કહ્યું, રાજદ્રોહના કેસ પરત ખેંચાયા..
Patidar Anamat Andolan : પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ મુદ્દે મોટા સમાચાર... પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા... તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએએ દાવો કર્યો
Controversy On Patidar Anamat Andolan : અનામત આંદોલન પર કરસન પટેલના નિવેદનથી વકર્યો વિવાદ... અલ્પેશ કથીરિયા બોલ્યા, આંદોલનના કારણે મળ્યો EWSનો લાભ... તો કગથરાએ કહ્યું, 10 વર્ષ પછી કરસનભાઈને યાદ આવ્યો હિસાબ... હાર્દિક પટેલે પણ તાક્યું નિશાન..
MLA Hardik Patel Case : અમદાવાદના નિકોલ કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટની ટકોર... કોર્ટે કહ્યું કે, અમે મેડિકલ પુરાવા નહીં હાર્દિક પટેલને હાજર રાખવા સમન્સ ઇશ્યુ કર્યું છે... નિકોલ ઉપવાસ કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા પડી મુદત
સમય સાથે હાર્દિક પટેલના બદલાતા રંગ! પહેલાં પાટીદારોનો, પછી કોંગ્રેસનો અને હવે ભાજપનો હાર્દિક! વિચારધારાની સાથે રૂપ પણ બદલાયું: જુઓ આંદોલનથી રાજનીતિમાં 'હાર્દિક' પ્રવેશની તસવીરો...
વિચારધારાની સાથે રૂપ પણ બદલાયું: જુઓ આંદોલનથી રાજનીતિમાં 'હાર્દિક' પ્રવેશની તમામતસવીરો...
અમદાવાદના સોલામાં ભવ્ય ઉમિયાધામ (umiya dham) નો આજે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની ઉપસ્થિતિમાં ઉમિયાધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા છે. શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને પાટીદાર સમાજના અગ્રણી સીકે પટેલ અને મણિભાઈ પટેલ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.
આજે અમદાવાદમાં ભવ્ય ઉમિયાધામ (umiyadham) નું આજે શિલાન્યાસ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નિર્માણ પામનારા ઉમિયાધામનું શિલાન્યાસ કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહિતના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ કાર્યક્રમમાં પાટીદાર (patidar) સમાજના અગ્રણી સી.કે.પટેલ, મણિભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. 1,500 કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ ઉમિયા ધામનું નિર્માણ કરાશે. આ સાથે અમિત શાહ અમદાવાદ શહેરને 275.78 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. 66 કરોડના ખર્ચૈ તૈયાર થનાર સીમ્સ હોસ્પિટલથી હેબતપુર વચ્ચેના ફલાયઓવરનું લોકાર્પણ કરશે.
વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની તાજપોશી પાટીદાર વોટ સાથે જોડીને જોવામાં આવી રહી છે. કારણ કે વર્ષ 2017 ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના લીધે ભાજપને ખૂબ મુશ્કેલીઓ થઇ હતી.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં રાજદ્રોહ કેસમાં જામીનની શરતો અંગે અરજી કરી છે. હાર્દિક પટેલે જામીનની શરતોમાં ફેરફાર કરવા કોર્ટમાં અરજી કરી છે. સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો કે, હાર્દિકે જામીનની શરતોનો વારંવાર ભંગ કર્યો છે. હાર્દિકની અરજી નામંજૂર કરવામાં આવે તેવી સરકારે માંગ કરી છે. ત્યારે આ અરજી અંગે સેસન્સ કોર્ટ આજે ચુકાદો આપી શકે છે. આ મામલે કોર્ટે 29 મી જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો છે.
કોંગ્રેસ નેતા અને પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ (Hardik Patel) ને સુપ્રિમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે (Supreme Court) 2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે થયેલી હિંસાના મામલામાં હાર્દિક પટેલને 6 માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે પાટીદાર આંદોલનમાં હિંસાના મામલામાં પોતાની વિરુદ્ધ દાખલ કેસને રદ કરવાની અનુરોધ કરતી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલની ચપોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત બાદ ધરપકડ કરાઈ છે. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું. મોડી રાતે કોર્ટમાં હાજર કરાયા અને ત્યારબાદ 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા.
પાટીદાર નેતા હાર્દિક પટેલની ચપોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત બાદ ધરપકડ કરાઈ છે. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું. હાલ હાર્દિક પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યો છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલની ચપોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત કરાઈ છે. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું.
25 ઓગસ્ટ 2015ના રોજ યોજાયેલ પાટીદાર સંમેલન મામલે હાર્દિક પટેલને નોટિસ પાઠવવામાં આવી છે. ચિરાગ પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલને પણ નોટિસ પાઠવવામાં આવી છે. હાર્દિક અને અમરીશને 16 સપ્ટેમ્બરે હાજર રહેવા સૂચના પણ આપવામાં આવી છે. ચિરાગ પટેલને 21 સપ્ટેમ્બર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
મહેસાણા અનામત આંદોલનની નવી ઈનિંગ ફરીવાર શરૂ થવા જઈ રહી છે. પાટીદાર સમાજની સંસ્થા એસ.પી.જી દ્વારા રવિવારે ચૂંટણીના પરિણામ પહેલા એક બેઠક કરીને સરકાર સામે બાંયો ચઢાવવા માટેની તજવીજ કરવામાં આવી છે. એસપીજીની બેઠકમાં સમગ્ર ગુજરાતના એસપીજી સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં મહેસાણામાં બેઠક મળી હતી. જેમાં 4 મુદ્દા સાથે લાલજી પટેલ દ્વારા સરકારને માંગ કરવામાં આવી છે અને હજુ આંદોલન ચાલુ છે. જ્યાં સુધી અમારી માંગ નહિ સંતોષાય તેમ લાલજી પટેલે જણાવ્યું હતું.
પાટીદાર આંદોલન સંદર્ભે કેટલાક કેસના કારણે અલ્પેશ કથિરીયા હાલ સુરતની જેલમાં બંધ છે, તેની જેલમુક્તી માટે દિનેશ બાંભણિયાએ આગામી 1 મેના રોજ ખોડલધામ, રાજકોટ અને ઉમિયાધામ ઊંઝા ખાતે એક વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે