મહાત્મા ગાંધી

સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર લોકસભામાં હંગામો, રક્ષા મંત્રીએ કહ્યું- અમે આ પ્રકારની વિચારધારાની નિંદા કરીએ છીએ'

ભાજપ (BJP)ના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ (Sadhvi Pragya Thakur) દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસે (Nathuram Godse) ને દેશભક્ત કહેવાના નિવેદન પર આજે પણ સંસદમાં હંગામો થયો. લોકસભામાં આજે સદનની કાર્યવાહી શરૂ થતાં પહેલાં કોંગ્રેસ સાંસદોએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર (Sadhvi Pragya Thakur) ના નિવેદનને લઇને હંગામો શરૂ કરી દીધો.

Nov 28, 2019, 01:02 PM IST

એક સમયે ગાંધીજી પણ હતા ફૂટબોલના શોખીન, દક્ષિણ આફ્રિકામાં શરૂ કરી હતી ત્રણ ક્લબ

ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સંઘર્ષ વિશે તો સૌ જાણે છે પરંતુ તેમણે ત્યાં એક અલગ કામ કર્યું હતું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં 1896માં એક- બે નહીં પરંતુ ત્રણ ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી. હા, તેમણે ડરબન, પ્રીટોરિયા અને જોહાનિસબર્ગમાં ત્રણ ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી અને તેને 'પેસિવ રજિસ્ટર્સ સોકર ક્લબ્સ' નામ આપ્યું હતું. 

Oct 21, 2019, 11:51 PM IST

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીઃ ફિલ્મ હસ્તીઓ સાથે પીએમની મુલાકાત

આ પ્રસંગે આમિર ખાને જણાવ્યું કે, "સૌથી પહેલા હું પીએમ મોદી દ્વારા બાપુના સિદ્ધાંતોને ફરીથી પ્રચારિત કરવાના પ્રયાસોની પ્રશંસા કરું છું. એક ક્રિએટિવ વ્યક્તિ તરીકે અમારે આ બાબતે ઘણું કરવું જોઈએ. હું વડાપ્રધાનને ખાતરી આપું છું કે અમે વધુ કંઈક કરીશું."

Oct 19, 2019, 08:52 PM IST

VIDEO : દુબઈના બુર્જ ખલીફા પર અપાઈ ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ

આજે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં પણ સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સ્વચ્છ ભારત એવોર્ડના વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ સાથે જ તેમણે દેશને આગામી 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. 
 

Oct 3, 2019, 12:00 AM IST

'સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિ તરફનું તીર્થ': આશ્રમની ડાયરીમાં પીએમ મોદીની નોંધ

ગાંધીજયંતી નિમિત્તે પીએમ મોદી અમદાવાદના સાબરમતી આશ્રમના મહેમાન બન્યા હતા. તેમણે આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને ફુલ ચડાવીને વિશ્વ મહાત્માને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલી વિવિધ વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી. 

Oct 2, 2019, 07:59 PM IST
Talk with People at Gandhi Ashram PT4M15S

ગાંધી જયંતિએ સાબરમતી આશ્રમની મુલાકાતત લેનાર લોકો સાથે ખાસ વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2જી ઓક્ટોબર એટલે કે ગાંધીજયંતિના દિવસે ગુજરાતની મુલાકાતે આવશે. સાંજે સાંજે 5 વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે અડધો કલાક સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)માં વિતાવીને રિવરફ્રન્ટ (Riverfront) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Sarpanch Sammelan)માં ઉપસ્થિત રહેશે. આ સંજોગોમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેનાર લોકો સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે.

Oct 2, 2019, 05:50 PM IST
Preparation to welcome PM at Ahmedabad PT17M50S

પીએમને આવકારવા અમદાવાદ સજ્જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2જી ઓક્ટોબર એટલે કે ગાંધીજયંતિના દિવસે ગુજરાતની મુલાકાતે આવશે. સાંજે સાંજે 5 વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે અડધો કલાક સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)માં વિતાવીને રિવરફ્રન્ટ (Riverfront) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Sarpanch Sammelan)માં ઉપસ્થિત રહેશે. રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી દિલ્હી (Delhi) જવા રવાના થશે. હાલમાં વડાપ્રધાનને આવકારવા અમદાવાદ સજ્જ છે.

Oct 2, 2019, 05:50 PM IST
Gandhi statue at Palanpur PT1M13S

આજે પાલનપુરને મળી ગાંધીજીની પ્રતિમાની ભેટ

આજે ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિતે પાલનપુરમાં વિદ્યામંદિર ટ્રસ્ટે શહેરના ડેરી રોડ પર આવેલા જહાંઆરા બાગમાં ગાંધીજીની પ્રતિમા મૂકી છે. શેક્ષણિક સંસ્થા અને દાતાઓએ કાંસા સહિત અન્ય ધાતુઓમાંથી અંદાજે 13.5 લાખના ખર્ચે તૈયાર થેયલી પ્રતિમાની ઐતિહાસિક ભેટ આપી છે.

Oct 2, 2019, 05:25 PM IST

ગાંધી જયંતીઃ આજે પણ કાનમાં ગુંજે છે ગાંધીજી પર લખાયેલા આ ગીત

ગાંધીજી ઉપર ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો અને ગીતો બન્યા છે. ગાંધીજીના પ્રખ્યાત ભજન 'વૈષ્ણવ જન..'થી માંડીને અનેક ગીતકારોએ ગાંધીજીની પ્રશંસામાં ગીતો લખ્યા છે અને આ ગીતો આજે પણ લોકોને યાદ છે. 
 

Oct 2, 2019, 04:11 PM IST
Sabarmati Ashram prepared for PM Visit PT5M26S

વડાપ્રધાન મોદીના આશ્રમ આગમન પહેલાં તૈયારી પુરજોશમાં

અમદાવાદમાં PM મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. તેઓ હૃદયકુંજ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. તેઓ સાબરમતી આશ્રમ ખાતેના મગન નિવાસની મુલાકાત લેશે. અહીં ચરખા ગેલેરી તૈયાર કરવામાં આવશે અને દેશભરના અલગ-અલગ ૩૦ જેટલા ખાદી બનાવવા માટેના ચરખા ગેલેરીમાં રખાયા છે.

Oct 2, 2019, 03:05 PM IST
Preparation at Ahmedabad Airport PT5M24S

પીએમના આગમન પુર્વે અમદાવાદ એરપોર્ટ પર કડક બંદોબસ્ત

પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. હાઉડી મોદી કાર્યક્રમ પછી પીએમ પ્રથમ વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ઉજવણી માટે આવ્યા છે. આ પ્રસંગે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના પોસ્ટર લાગ્યા છે. ભાજપના કાર્યકરોને પીએમ મોદી એરપોર્ટ પર સંબોધન કરશે અને એરપોર્ટ પર સંબોધનને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

Oct 2, 2019, 03:00 PM IST
Live detail from Gandhi Ashram PT2M49S

પીએમ મોદી લેશે ગાંધી આશ્રમની મુલાકાતે

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. આજે ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. સાંજે સાડા ચાર વાગ્યે પ્રધાનમંત્રીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાશે. અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમ મોદી જનસભાને સંબોધશે. એરપોર્ટ પર સંબોધન બાદ પીએમ મોદી ગાંધી આશ્રમ પહોંચશે.

Oct 2, 2019, 02:40 PM IST

'ભારત અને વિશ્વને ગાંધીની જરૂર કેમ છે?', PM મોદીએ લેખ લખીને દુનિયાને સમજાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની 150મી જયંતી પર ન્યૂ યોર્ક ટાઈમ્સમાં એક લેખ લખ્યો છે.

Oct 2, 2019, 12:46 PM IST
Prathna sabha at Ahmedabad Gandhi Ashram PT2M18S

અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે યોજાઈ પ્રાર્થનાસભા

અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે યોજાઈ પ્રાર્થનાસભા

Oct 2, 2019, 12:10 PM IST
Atmosphere of Gandhi ashram on Gandhi jayanti PT2M55S

સાબરમતી આશ્રમ ખાતે યોજાઈ પ્રાર્થના સભા

અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં નેતાઓની હાજરી આપી હતી. આ સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગાંધીજીને પુષ્પાંજલિ આપી હતી. પ્રસંગે કોંગેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં બાળકો અને સ્વાછાગ્રહીઓ આશ્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Oct 2, 2019, 12:00 PM IST
CM Rupani at Porbandar PT2M43S

પોરબંદર ખાતે હાજર રહ્યા સીએમ વિજય રૂપાણી

પોરબંદરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમમાં આપી હાજરી હતૂ. મુખ્મંત્રી રૂપાણીએ ચોપાટી પરનો કચરો ઉપાડી એક બેગમાં ભેગો કર્યો હતો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ભીનો સૂકો કચરો અલગ રાખવા પણ શપથ લીધા હતા.

Oct 2, 2019, 11:50 AM IST
PM Modi pay pushpanjali to Gandhiji PT5M7S

વડાપ્રધાને ગાંધીજીને અર્પી પુષ્પાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 150મી જન્મજયંતિ છે, આ પ્રસંગે પીએમ મોદીએ દિલ્લીના રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજઘાટ પર પીએમ મોદીએ ગાંધીજીને નમન કર્યા અને ટ્વીટ કરી કહ્યું કે, મહાત્મા ગાંધીજીને શત-શત નમન...

Oct 2, 2019, 11:50 AM IST
Homage paid to Gandhiji at Gandhinagar PT1M41S

ગાંધીનગરમાં યોજાયો ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ

ગાંધીનગરમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહીં ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ બાપુને પુષ્પાંજલિ આપી હતી. જિતુ વાઘાણીએ પીએમ મોદીને મહાત્મા ગણાવ્યા હતા. આ સિવાય કોંગ્રેસના નેતાઓએ બાપુને પુષ્પાંજલિ અર્પી હતી.

Oct 2, 2019, 11:40 AM IST
CM at Porbandar PT3M24S

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીને લઈ પોરબંદરના કિર્તી મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીને લઈ પોરબંદરના કિર્તી મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રી જવાહર ચાવડા પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા ગાંધી અને કસ્તુરબાના તૈલીય ચિત્રને નમન કરીને પુષ્પાંજલિ અર્પી હતી.

Oct 2, 2019, 11:35 AM IST
Post department issue special tickets PT53S

ગાંંધી જયંતિ નિમિત્તે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇશ્યૂ કરવામાં આવી ખાસ ટિકિટો

ગાંંધી જયંતિ નિમિત્તે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ ટિકિટો ઇશ્યૂ કરવામાં આવી છે. ગાંધીજી પર પ્રકાશિત આ ટિકિટો પ્રદર્શનમાં મુકાઈ છે.

Oct 2, 2019, 11:30 AM IST