Stock Market Closing: આ શેરે એવી ધમાલ મચાવી કે સેન્સેક્સ-નિફ્ટી બંને ઉછાળા સાથે થયા બંધ

Stock Market Updates:  શેરબજારમાં આજે ભારે ઉતાર ચડાવનો માહોલ જોવા મળ્યો. સવારે લાલ નિશાન સાથે બજાર ખુલ્યા બાદ ગભરાયેલા રોકાણકારોને પછીથી હાશકારો ખાવાનો સમય મળ્યો. બજાર હવે લીલા નિશાન સાથે બંધ થયા. જાણો લેટેસ્ટ અપડેટ. 

Stock Market Closing: આ શેરે એવી ધમાલ મચાવી કે સેન્સેક્સ-નિફ્ટી બંને ઉછાળા સાથે થયા બંધ

Stock Market Updates: ભારતીય શેર બજારમાં આજે ઉતાર ચડાવનો માહોલ જોવા મળ્યો. સવારે લાલ નિશાન સાથે ખુલ્યા બાદ લીલા નિશાન સાથે બજાર બંધ થયું છે. બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 284.42 પોઈન્ટ એટલે કે 0.51 ટકાની તેજી સાથે 55,681.95 અંક પર બંધ થયું. જ્યારે નિફ્ટી 89.15 અંક એટલે કે 0.54 ટકાની તેજી સાથે 16,610.00 અંક પર બંધ થયું. 

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, ટાટા કોન્સ.પ્રોડ, યુપીએલ, બજાજ ફિનસર્વના શેર રહ્યા. જ્યારે સન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રાના શેર જોવા મળ્યા. 

ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં જે શેરોમાં કડાકો બોલાયો તેમાં ડો.રેડ્ડીઝ લેબ, કોટક મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, સિપ્લા, ટેક મહિન્દ્રાના શેર જોવા મળ્યા. જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ડો. રેડ્ડીઝ લેબ, કોટક મહિન્દ્રા, રિલાયન્સ, એચડીએફસી બેંકના શેર રહ્યા. 

એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરની વાત કરીએ તો આજે પણ તેમાં ઘટાડો જોવા મળ્યો. આજે એલઆઈસીના શેર 0.25 પોઈન્ટ એટલે કે 0.036 ટકાના ઘટાડા સાથે 687.45 પર ટ્રેડ  કરતા જોવા મળ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news