સ્ટોક માર્કેટમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 773 પોઇન્ટ તૂટ્યો, આ શેરએ કરી કમાણી

વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતોને કારણે દેશનું સ્થાનિક શેરબજાર શુક્રવારે ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 773.11 પોઈન્ટના ઘટાડા સાથે 58152.92 પર બંધ રહ્યો હતો.

સ્ટોક માર્કેટમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 773 પોઇન્ટ તૂટ્યો, આ શેરએ કરી કમાણી

નવી દિલ્હી: Share Market: વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતોને કારણે દેશનું સ્થાનિક શેરબજાર શુક્રવારે ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 773.11 પોઈન્ટના ઘટાડા સાથે 58152.92 પર બંધ રહ્યો હતો. તો બીજી તરફ 50 પોઇન્ટનો નિફ્ટી 231.00 પોઇન્ટના ઘટાડા સાથે 17374.80 પોઇન્ટના સ્તરે બંધ રહ્યો હતો.

યુરોપિયન માર્કેટમાં વેચવાલીનું દબાણ
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે 935 કંપનીઓના શેરમાં વધારો થયો હતો અને 2,372 શેરોમાં ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હતો. આ સિવાય 225 શેરમાં અપર સર્કિટ અને 355 શેરમાં નીચલી સર્કિટ લાગી હતી. એશિયાના અન્ય બજારોમાં હોંગકોંગ, સિઓલ અને શાંઘાઈના શેરબજારો પણ નુકસાનમાં રહ્યા હતા. ટોક્યોનો ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ રહ્યો હતો. બપોરના સેશનમાં યુરોપિયન માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

વેચાવાલીથી દબાણમાં રહ્યું બજાર
શુક્રવારે સ્થાનિક શેરબજારમાં આઈટી અને નાણાકીય શેરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે સેન્સેક્સ 773 પોઈન્ટ તૂટ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકામાં ફુગાવાના આંકડા અનુમાન કરતાં વધુ હોવાને કારણે વિદેશી રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી હતી.

આ શેરોમાં રહી તેજી
ટોપ ગેનર શેર વિશે વાત કરીએ તો, નિફ્ટીમાં આઇઓસીનો શેર રૂ. 2ના વધારા સાથે રૂ. 122.05 પર બંધ થયો હતો. ઇન્ડસઇન્ડ બેન્કનો શેર રૂ. 10 વધીને રૂ. 982.40 પર બંધ થયો હતો. આ સિવાય એનટીપીસીનો શેર 1 રૂપિયા વધીને 137.15 રૂપિયા થયો હતો. ટાટા સ્ટીલ રૂ. 6ના ઉછાળા સાથે રૂ. 1,254.45 પર બંધ રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news