Stock Market : 2022માં આ 4 સેક્ટરમાં થશે પૈસાનો વરસાદ, રોકાણ કરનાર બનશે માલામાલ!

કોરોના મહામારી દરમિયાન આશરે છેલ્લા દોઢ વર્ષમાં સ્ટોક માર્કેટે (Stock Market) જબરદસ્ત રિટર્ન આપ્યું છે. શેર બજારમાં દમદાર રિટર્નને કારણે ઘણા રોકાણકાર કરોડપતિ બની ગયા છે. પરંતુ સમયની સાથે રોકાણના વિકલ્પ પણ બદલાય છે. 

Stock Market : 2022માં આ 4 સેક્ટરમાં થશે પૈસાનો વરસાદ, રોકાણ કરનાર બનશે માલામાલ!

નવી દિલ્હીઃ કોરોના મહામારી દરમિયાન છેલ્લા દોઢ વર્ષથી સ્ટોક માર્કેટે (Stock Market) શાનદાર રિટર્ન આપ્યું છે. શેર બજારમાં સારા રિટર્નને કારણે ઘણા નાના રોકાણકાર કરોડપતિ બની ગયા છે. પરંતુ સમયની સાથે રોકાણના વિકલ્પ પણ બદલાતા રહે છે. 2021માં ફાર્મા અને આઈટી સેક્ટરના સ્ટોક્સે રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું. પહેલા કંઝ્યુમર ગુડ્સ, ગેસ અને એનર્જીના સ્ટોક્સમાં વધુ રોકાણ કરવામાં આવતું હતું. 

રોકાણ પર મળી શકે છે સારૂ રિટર્ન
હવે સમય બદલવાની સાથે ડિજિટલ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ સેક્ટર સારા રોકાણના વિકલ્પ બનીને ઉભર્યા છે. અમે અહીં તમને આવા કેટલાક સ્ટોક્સની જાણકારી આપીશું, જેમાં રોકાણ કરતા સારૂ રિટર્ન મળી શકે છે. આ બધા સેક્ટરની જાણકારી હાલના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
આજના યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં ઘણો વિકાસ થઈ રહ્યો છે. હાલમાં આ માર્કેટનું કદ એટલી ઝડપથી વધી રહ્યું છે કે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. Tata ELxi, Persistent, Bosch, Oracle, Happiest Minds જેવી કંપનીઓમાં રોકાણ આ ક્ષેત્રમાં સારો વિકલ્પ બની શકે છે.

5જી
લોકો સતત જીની રાહ જોઈ રહ્યા છે. તેને આવવામાં થોડો વધુ સમય લાગી શકે છે. દેશના ઘણા મોટા શહેરોમાં 2022માં 5G ટેક્નોલોજી શરૂ થવાની ધારણા છે. આવનારા સમયમાં રોકાણ માટે આ ક્ષેત્ર વધુ સારો વિકલ્પ બની શકે છે. ઘણી 5G કંપનીઓ હજુ આયોજનના તબક્કામાં છે. આવી સ્થિતિમાં આ કંપનીઓ પર નજર રાખવાનો સમય આવી ગયો છે. તમારે એવી કંપનીમાં રોકાણ કરવું જોઈએ જેનો ટ્રેક રેકોર્ડ સારો હોય.

ઇલેક્ટ્રિક વાહન
સતત વધી રહેલા વાયુ પ્રદૂષણની વચ્ચે સરકાર ઈલેક્ટ્રિક વાહનોને સતત પ્રોત્સાહન આપી રહી છે. એટલું જ નહીં, સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહન લેવા માટે સબસિડી પણ આપવામાં આવી રહી છે. ઘણી રાજ્ય સરકારો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સપ્લાયર્સ પાસેથી ઇલેક્ટ્રિક બસો ખરીદી રહી છે. મોટા શહેરોમાં પણ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર રસ્તાઓ પર દેખાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં આ સેક્ટરમાં તેજી આવશે. આ સેક્ટર માટે તમે ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, ટીવીએસ, મહિન્દ્રા જેવી કંપનીઓના સ્ટોક ખરીદી શકો છો.

ડિજિટલ
મોદી સરકારના 'ડિજિટલ ઈન્ડિયા' મિશન હેઠળ આ ક્ષેત્રમાં ઝડપથી કામ થઈ રહ્યું છે. ભારતમાં 500 મિલિયનથી વધુ ઈન્ટરનેટ વપરાશકર્તાઓ તરફથી આ ક્ષેત્રને ભવિષ્યમાં વધુ આગળ વધવાની અપેક્ષા છે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણથી જીડીપીમાં ચાર ગણો વધારો થવાની ધારણા છે. આ ક્ષેત્રમાં તમે IRCTC, CDSL અને Infoage માં રોકાણ કરી શકો છો.

ડિસ્કલેમર: કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. ઝી 24 કલાક તમને કોઈપણ પ્રકારના રોકાણ માટે સલાહ આપતું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news