ગુજરાત સરકાર સાથે MoU બાદ આ કંપનીના શેર રોકેટ બન્યા, છપ્પરફાડ રિટર્નથી રોકાણકારો માલામાલ!

આ કંપનીનો શેર આજે બજાર ખુલતા જ 36.10 રૂપિયા પર પહોંચી ગયો. આજે તેના શેરમાં 3.30 ટકાની તેજી જોવા મળી રહી છે આ સ્ટોક માત્ર 5 સેશન્સમાં જ લગભગ 28 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. 

ગુજરાત સરકાર સાથે MoU બાદ આ કંપનીના શેર રોકેટ બન્યા, છપ્પરફાડ રિટર્નથી રોકાણકારો માલામાલ!

40 રૂપિયાથી પણ ઓછાનો આ શેર જબરદસ્ત કમાલ કરી રહ્યો છે. Infibeam Avenues ના શેર આજે બજાર ખુલતા જ 36.10 રૂપિયા પર પહોંચી ગયો. આજે તેના શેરમાં 3.30 ટકાની તેજી જોવા મળી રહી છે આ સ્ટોક માત્ર 5 સેશન્સમાં જ લગભગ 28 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. આ સ્ટોક માત્ર 5 સેશન્સમાં જ લગભગ 29 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે. જ્યારે ફક્ત એક મહિનામાં જ પોતાના રોકાણકારોના પૈસા દોઢગણાથી વધુ કરી દીધા છે. આ મિડ કેપ સ્ટોકને લઈને એક્સપર્ટ્સનો મત Strong Buy નો છે. સ્ટોકનું પરફોર્મન્સ જોરદાર છે અને તેમાં રોકાણની આ સારી તક બની શકે છે. જો કે કોઈ પણ રોકાણનો નિર્ણય લેતા પહેલા તમારા એડવાઈઝરનો મત અચૂક પણ લેવો. 

શેર પ્રાઈસ હિસ્ટ્રી
26 ઓક્ટોબર 2018ના રોજ ઈન્ફીબીમ એવન્યૂઝનો એક શેર 7.49 રૂપિયા પર હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં પોણા પાંચ ગણો ઉછાળો આવી ચૂક્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તે 54 ટકાથી વધુનું રિટર્ન આપી ચૂક્યો છે. એટલે કે માત્ર 29 દિવસમાં જ તેણે પોતાના રોકાણકારોના એક લાખ રૂપિયાને 1.56 લાખ રૂપિયામાં ફેરવી દીધા છે. ગત એક વર્ષમાં તેણે પૈસા ડબલ કરી આપ્યા છે. આ સમયગાળામાં ઈન્ફીબીમ એવન્યૂઝે 112 ટકાનું રિટર્ન આપ્યું છે. તેનું 52 અઠવાડિયાનું લો 12.85 રૂપિયા છે. 

કેમ ઉછળી રહ્યો છે શેર
આ સ્ટોકમાં આવેલા ઉછાળા પાછળ એક કારણ ગુજરાત સરકાર સાથે એમઓયુ છે. વાત જાણે એમ છે કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં કંપનીએ ગુજરાત સરકાર સાથે 2000 કરોડનું એમઓયુ સાઈન કર્યું હતું. કંપનીએ પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે ઈન્ફીબીમ એવન્યૂઝ અને ગુજરાત સરકાર વચ્ચે આ એમઓયુ ભારતના એઆઈ આઉટલૂકને વધારવા અને ઈન્ડિયન રિટેલર્સ વચ્ચે એઆઈ ડિવાઈસીસના વિસ્તારને વધુ આગળ વધારવા માટે સહયોગ વધારવા કંપનીની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. 

 (Disclaimer: વિશેષજ્ઞો દ્વારા કરાયેલી ભલામણો, સૂચનો, વિચાર અને મત તેમના પોતાના છે, ઝી24કલાકના નહીં. અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news