ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાંડના ભાવમાં થયો વધારો, શુગર મીલોને થશે મોટો ફાયદો
ખાંડનો ઇન્ટરનેશનલ સ્ટોક ઓછો થવાને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગત ત્રણ મહિનામાં સફેદ ખાંડનો ભાવ 15 ટકાથી વધારો જોવા મળ્યો છે. જેના કારણે ભારતમાં ખાંડની નિયતના નવા દ્વાર ખુલી ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: ખાંડનો ઇન્ટરનેશનલ સ્ટોક ઓછો થવાને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગત ત્રણ મહિનામાં સફેદ ખાંડનો ભાવ 15 ટકાથી વધારો જોવા મળ્યો છે. જેના કારણે ભારતમાં ખાંડની નિયતના નવા દ્વાર ખુલી ગયા છે. અને નિયતના નવા સૌદા પણ થવા લાગ્યા છે. ભારતમાં સફેદ ખાંડ એક્સપોર્ટ કરવામાં આવી રહી છે, પરંતુ આવનારી સિઝનમાં શેરડીના પાકનો કાચો માલ પણ એક્સપોર્ટ કરવામાં આવશે.
1 ઓક્ટોબરથી શરૂ થયેલી નવી ખાંડની સિઝનમાં અત્યાર સુધીમાં લગભગ બે લાખ ટન સફેદ ખાંડની આયાત કરવાનો સોદો થઇ ગયો છે. આ સોદો આશરે 320-330 ડોલક પ્રતિ ટનના ભાવ પર થયો છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં સફેદ ખાંડનો ભાવ ગત ત્રણ મહિનાની સરખામણીએ આશરે 45 ડોલર પ્રતિ ટન એટલે કે 15.25 ટકા વધ્યો છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર 16 જુલાઇએ લંડમાં ખાંડનો અનુમાની ભાવ 295લ ડોલર પ્રતિ ટન જ્યારે ગત સત્રમાં 339.90 ડોલર પ્રતિ ટન પર બંધ થયો હતો.
ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતીય મીલોમાં 340 ડોલર પ્રતિ ટનનો ભાવ મળ્યો અને ભારતીય કરન્સીનો ભાવ 71 રૂપિયા પ્રતિ ડોલર રહ્યો તો એક ટન ખાંડ આયત કરવાનો ખર્ચ 24,140 રૂપિયા પ્રતિ ટન થશે અને સરકાર દ્વારા આપવામાં આવેલા સબસીડી 10,448 રૂપિયા ટન જોડવાથી મીલોને એક ટન ખાંડની ખરીદી પર 34,558 રૂપિયા મળશે, જે તેમના માટે અનુકુળ સ્થિતિ હોઇ શકે છે. કારણ કે સ્થાનિર બજારમાં અત્યારે ખાંડનો ભાવ એક્સ મીલોના ભાવથી ઓછો જ છે. સરકારે ખાંડનું લઘુત્તમ વેચાણ મૂલ્ય 31 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યું છે.
કેન્દ્ર સરકારે ખાંડની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ચાલુ ખાંડની સિઝન 2019-20માં કુલ 60 ટકા ખાંડની ખરીદી પર 10,448 રૂપિયા પ્રતિ ટન પર સબસીડી આપવાની જાહેરાત કરી છે.
ઇન્ડિયન ખાંડ એક્ઝિમ કોર્પોરેશન લિમિટેડ(IJK)ના પ્રબંધક નિર્દેશક અને સીઇઓ અધીર ઝા અનુસાર, ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાંડનો ભાવએ સ્તર પર આવી ગયો છે, જ્યારે ભારતમાં ખાંડની મીલોને ખરીદી કરવામાં નુકશાન નહિ જાય, નવી સિઝનને શરૂ કરવાની સાથે જ ખરીદી પણ કરવામાં આવશે.
ખાંડ મીલો પાસે ગત વર્ષનો વધેલો 145 લાખ ટનનો સ્ટોક યથાવત છે, અને આગામી સમયમાં શેરડીના પાકના રૂપમાં કાચો માલ પણ મળી જશે. જેથી સ્ટોકમાં સતત વધારો થતો રહેશે. અને સ્થાનિક બજારમાં કિંમતો સ્થગિત રહેશે. માટે મીલોને ઉંચા ભાવ પર નિયાત કરવાનો મોકો મળશે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે