2 રૂપિયા સુધી મોંઘું થશે પેટ્રોલ! ભારત માટે ઇરાનથી આવ્યા ખરાબ સમાચાર

જોકે ભારત પોતાની જરૂરિયાત કરતાં 80 ટકાથી વધુ ક્રૂડ ઇંપોર્ટ કરે છે. ઓઇલ કંપનીઓ ગત 15 દિવસમાં ક્રૂડની સરેરાશ કિંમત અને રૂપિયા-ડોલર એક્સચેંજ રેટના આધારે દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે.

Updated By: Oct 12, 2019, 02:03 PM IST
2 રૂપિયા સુધી મોંઘું થશે પેટ્રોલ! ભારત માટે ઇરાનથી આવ્યા ખરાબ સમાચાર

નવી દિલ્હી: ભારતીય માર્કેટમાં પેટ્રોલ ટૂંક સમયમાં 2 રૂપિયા સુધી મોંઘુ થઇ શકે છે. જોકે શુક્રવારે સવારે ઇરાનથી ઓઇલને લઇને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઇરાનમાં એક મોટા ધમાકામાં ઇરાની ઓઇલ ટેન્કરમાં આગ લાગી હતી. ગ્લોબલ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ધમાકો સાઉદી અરબના તટીય શહેર જેદ્દાહથી 97 કિલોમીટર દૂર થયો છે. રિપોર્ટ્સ અનુસાર જે ટેન્કરમાં ધમાકો થયો છે તે ઇરાનની ઓઇલ કંપની નેશનલ ઇરાની ઓઇલ કંપની (NIOC)નું ટેન્કર છે. ત્યારબાદથી ક્રૂડ માર્કેટમાં હડકંપ મચી ગયો છે. બ્રેંટ ક્રૂડના ભાવમાં 2 ડોલર પ્રતિ બેરલનો ઉછાળો જોવા મળ્યો હતો. 

ક્રૂડમાં જોવા મળ્યો જોરદાર ઉછાળો
ઇરાન ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટના સમાચાર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બ્રેંટ ક્રૂડના ભાવ 58 ડોલર પ્રતિ બેરલથી વધીને 60 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ક્રૂડના ભાવ વધુ ઝડપની વધી શકે છે. એક્સપર્ટનું માનીએ તો તેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડશે. કારણ કે ભારત મોટાભાગે કાચું ઓઇલ ઇંપોર્ટ કરે છે. આગામી દિવસોમાં પેટ્રોલની કિંમતોમાં એક ઝાટકે વધારો જોવા મળી શકે છે. પેટ્રોલમાં 2 રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. 

SBI ધમાકેદાર ઓફર, કાર ખરીદવા પર મળશે 5 લાખ સુધીનું Cashback

કેમ વધે છે ભાવ
જોકે ભારત પોતાની જરૂરિયાત કરતાં 80 ટકાથી વધુ ક્રૂડ ઇંપોર્ટ કરે છે. ઓઇલ કંપનીઓ ગત 15 દિવસમાં ક્રૂડની સરેરાશ કિંમત અને રૂપિયા-ડોલર એક્સચેંજ રેટના આધારે દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે. ક્રૂડ ઇંપોર્ટ મોંઘુ થતાં ઓઇલ કંપની સ્થાનિક બજારોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે છે.

મોંઘું થશે ક્રૂડ
આગામી દિવસોમાં ક્રૂડના ભાવમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. જોકે ગત કેટલાક દિવસોથી સાઉદી અરબમાં તણાવભરી સ્થિતિ હતી. હવે ઇરાનમાં ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટથી તણાવ વધી શકે છે. જો આમ થશે તો ઓઇલના ભાવમાં 5 થી 6 ડોલર પ્રતિ બેરલનો વધારો થઇ શકે છે. એટલે કે ક્રૂડના ભાવ 70 ડોલરની આસપાસ જઇ શકે છે. એવી સ્થિતિમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ નિશ્વિતપણે મોંઘું થશે. 

તમારા EPF ખાતામાં વ્યાજના કેટલા રૂપિયા? આ પ્રકારે ઘરે બેઠા કરો ચેક

શું કહે છે એક્સપર્ટ
વીએમ પોર્ટફોલિયોના હેડ વિવેક મિત્તલના અનુસાર હાલની સ્થિતિમાં ક્રૂડ ઓઇલ મોંઘુ થવાના બે મોટા કારણ છે- પ્રથમ સાઉદી અને ઇરાન વચ્ચે તણાવ વધવાથી ક્રૂડના ભાવ પહેલાં જ વધી ચૂક્યા છે. તો બીજી તરફ તેના 4 ડોલર પ્રતિ બેરલ સુધી વધવાની આશંકા છે. બીજું- આગામી અઠવાડિયે દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકોના આઇપીઓને મંજૂરી મળી શકે છે. એવામાં સાઉદી અરબ સરકાર ક્રૂડના ભાવને વધુ વધારવાનો પ્રયત્ન કરશે. આ સાથે જ આઇપીઓની વેલ્યૂએશન વધતી રહેશે. માટે કિંમત 70 ડોલર પ્રતિ બેરલ કરતાં વધુ જવાનું અનુમાન છે. 

કો-ઓપરેટિવ બેન્કના નિયમોમાં શિયાળુ સત્રમાં ફેરફાર શક્યઃ નિર્મલા સિતારમણ

પેટ્રોલ થઇ શકે છે 2 રૂપિયા સુધી મોંઘુ
જો ક્રૂડ ઓઇલ 66-68 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી શકે છે તો દેશમાં પેટ્રોલના ભાવ 2 રૂપિયા સુધી વધી જશે. વિવેક મિત્તલના અનુસાર ક્રૂડ મોંઘુ થતાં પેટ્રોલના ભાવ વધશે જ. સાથે જ ટાયર બનાવનાર કંપને પ્લાસ્ટિક કંપનીઓનો ખર્ચ પણ વધી જશે. 

દિવાળી પહેલા SBIએ કરોડો ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ, લોન લેનારા ખાસ વાંચી લે આ સમાચાર

રિપોર્ટ્સ અનુસાર ઓઇલ ટેન્કર પર સંદિગ્ધ રોકેટ વડે નિશાન લગાવવામાં આવ્યું હતું NIOC એ કહ્યું કે એવું લાગે છે કે હુમલો મિસાઇલ વડે કરવામાં આવ્યો છે. જહાજના બે સ્ટોરેજને નુકસાન પહોંચ્યું છે. જોકે તેમાં કોઇ ઘાયલ થયું નથી. લાલસાગરમાં ઓઇલ લિકેજ થઇ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે બ્લાસ્ટ તે સમયે થયો જ્યારે સાઉદી-ઇરાનમાં પહેલાંથી જ તણાવ છે.