₹190 પર જઈ શકે છે ટાટાનો આ સસ્તો શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદો, કરાવશે કમાણી
Tata stock to buy- ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેએમ ફાઈનાન્શિયલે નાણાકીય વર્ષ 2024-2025ના પરિણામ પહેલા ટાટા સ્ટીલના શેર પર બાય રેટિંગની ભલામણ કરી છે.
Trending Photos
Tata group stock: જો તમે પણ ટાટા ગ્રુપના શેરમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેએમ ફાઈનાન્શિયલે નાણાકીય વર્ષ 2024-2025ના બીજા ક્વાર્ટરના પરિણામ પહેલાં ટાટા સ્ટીલ (Tata Steel)ના શેર પર બાય રેટિંગની ભલામણ કરી છે. જેએમ ફાઈનાન્શિયલે પોતાના રિપોર્ટમાં ટાટા સ્ટીલના શેર પર BUY રેટિંગ આપી છે. તેમાં ટાટાના શેર પર 190 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. મહત્વનું છે કે આજે સોમવારે કંપનીના શેર 2 ટકા સુધી ઘટી 158.30 રૂપિયા પર બંધ થયા છે.
શું છે બ્રોકરેજનો મત
ટાટા સ્ટીલ પર જેએમ ફાઈનાન્સિયલે જણાવ્યું કે તેનું અનુમાન છે કે ઓછા ફ્લેટ અને લાંબા પ્રોડક્શનની કિંમતોને કારણે ટાટા કંપની માટે મિશ્રિત રિપિપ્ટમાં પ્રતિ ટન QoQ 3,000 રૂપિયાનો ઘટાડો આવશે. સ્ટેન્ડઅલોન વોલ્યુમમાં 3 ટકા QoQ થી 5.1 મિલિયન ટનની વૃદ્ધિ જોવા મળી શકે છે. ઓછી આવકને કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં EBITDA/ટન ક્રમિક રીતે ઘટીને રૂ. 12,000 (રૂ. 2,200 નીચે) થવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે ટાટા સ્ટીલે હજુ સુધી તે તારીખની જાહેરાત કરી નથી કે તે બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)ના પરિણામો કઈ તારીખે જાહેર કરશે. સ્થાનિક ઉત્પાદનના સંદર્ભમાં ટાટા સ્ટીલ દેશની સૌથી મોટી સ્ટીલ કંપની છે. ટાટા કંપનીનું માર્કેટ કેપ 2 લાખ કરોડ રૂપિયા છે.
કંપનીના શેરની સ્થિતિ
ટાટા સ્ટીલના સ્ટોકે 2024માં અત્યાર સુધી 15 ટકા અને છેલ્લાં એક વર્ષમાં 28 ટકાનું પોઝિટિવ રિટર્ન આપ્યું છે. છેલ્લાં બે વર્ષમાં કંપનીના શેરની કિંમતમાં 60 ટકાનો વધારો થયો છે. ટાટા સ્ટીલની દરેક સ્ટોક પર ડિવિડેન્ડ યીલ્ડ લગભગ 2.25 ટકા છે. બીએસઈની વેબસાઇટ અનુસાર ટાટા સ્ટીલે જૂન 2024માં દરેક સ્ટોક પર 3.60 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. 2022માં ટાટા સ્ટીલે 51 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. ટાટા સ્ટીલે જુલાઈ 2022માં ઈક્વિટી શેરની ફેસ વેલ્યૂને 10:1 ના રેશિયોમાં વિભાજીત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે