Tata Group ની કંપનીઓનો જલવો યથાવત, એક મહિનામાં ₹3300 થી વધુ વધ્યો આ સ્ટોક

Tata Group Share Price: ટાટા મોટર્સ અને ટાટા ઇન્વેસ્ટમેંટ કોર્પના શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ટાટા ઇન્વેસ્ટમેંટ કોર્પના શેર એક મહિનામાં 3300 રૂપિયાથી વધુ વધી ગયા છે. 

Tata Group ની કંપનીઓનો જલવો યથાવત, એક મહિનામાં ₹3300 થી વધુ વધ્યો આ સ્ટોક

Tata Group News: ટાટા ગ્રુપમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ટાટા ગ્રુપે પોતાની ડ્રીમ કંપની ટાટા મોટર્સ  (Tata motors share price) ના ડિમર્જર વિશે જાણકારી આપી છે. આ સમાચાર બાદ ટાટા મોટર્સના શેર રોકેટ બની ગયા છે. આ ઉપરાંત ટાટા ઇન્વેસ્ટમેંટ કોર્પ (Tata investment corp share price)ના શેરોમાં પણ તેજી યથાવત રહી છે. મંગળવરે ટાટા ગ્રુપ (Tata Group) ના સ્ટોક્સમાં 4 ટકાની તેજી જોવા મળી રહી છે. આજે કંપનીના સ્ટોક્સ 52 અઠવાડિયાના રેકોર્ડ પર પહોંચી ગયા છે. 

કંપનીએ કોમર્શિયલ વ્હીકલ બિઝનેસ અને પેસેન્જર વ્હીકલ બિઝનેસને અલગ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના આ નિર્ણય બાદ શેર ઝડપથી વધી રહ્યા છે.

ટાટાના શેરોમાં લાગી રહી છે અપર સર્કિટ
ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પનો શેર આજે 5.00 ટકાની અપર સર્કિટ લાગી ગઇ છે. આજે શેરમાં 421.40 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જો આપણે છેલ્લા 5 ટ્રેડિંગ દિવસો વિશે વાત કરીએ, તો આ સમયગાળા દરમિયાન શેરમાં 21.83 ટકા એટલે કે 1,585.80 રૂપિયાનો વધારો થયો છે. આ સિવાય છેલ્લા એક મહિનામાં ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પનો સ્ટોક 60.19 ટકા વધ્યો છે.

એક મહિનામાં 3,3250.30 રૂપિયા વધ્યો સ્ટોક
5 ફેબ્રુઆરીના રોજ ટાટા ઇન્વેસ્ટમેંટ કોર્પના શેર 5524 રૂપિયાના લેવલ પર હતો. તો બીજી તરફ આજે એટલે કે 5 માર્ચના રોજ આ સ્ટોક 8,849.80 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. એક મહિનામાં આ સ્ટોક 3,325.30 રૂપિયા વધ્યો છે. 

Grahan 2024: 15 દિવસમાં સર્જાશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, પલટી મારશે આ રાશિઓનું ભાગ્ય
મિનિમમ પેમેન્ટને લઇને લાઉન્ઝ એક્સેસ સુધી, બદલાઇ ગયા આ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમો

 
કેબિનેટના નિર્ણય બાદ તેજી યથાવત
ગત અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટે બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ટાટા જૂથની દરખાસ્તોને મંજૂરી આપી હતી. આ સમાચાર પછી, ટાટા ગ્રુપની નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પના શેર દરરોજ અપર સર્કિટ લાગી રહી છે.

ટાટા મોટર્સની રેટિંગમાં ફેરફાર
જેપી મોર્ગને ટાટા મોટર્સના શેરોની રેટિંગમાં ફેરફાર કર્યો છે. કંપનીના શેરની રેટિંગ ઓવરવેટ થઇ ગઇ છે. તેના માટે એજન્સીએ 1000 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ આપી હતી. 

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. ) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news