પ્રેમિકાની લ્હાયમાં પત્નીને પતાવી દીધી : પોલીસને કહ્યું પત્ની બાથરૂમમાં પડી ગઈ, આખરે કાંડ ખુલ્યો

અમરોલી-છાપરાભાઠા રોડની અરિહંત પાર્ક સોસાયટીમાં પરી સાથે સંબંધ ધરાવતા કેક શોપના માલિકે પત્નીને માથા, ગળા અને હાથમાં બોથર્ડ પદાર્થ વડે ઇજા પહોંચાડી હત્યા કર્યાં બાદ બાથરૂમમાં પડી જતા માથામાં ઇજા થઇ હોવાનું રટણ કર્યું હતું.

પ્રેમિકાની લ્હાયમાં પત્નીને પતાવી દીધી : પોલીસને કહ્યું પત્ની બાથરૂમમાં પડી ગઈ, આખરે કાંડ ખુલ્યો

ઝી બ્યુર/સુરત: ખરેખર સંબંધોનું હવે મહત્વ ઓછું થઈ રહ્યું છે. લગ્ન અને સંતાનો છતાં પ્રેમિકા સાથે પ્રેમમાં અંધ બની છાનગપતિયાં ખેલતાં સુરતના એક વ્યક્તિએ પત્નીને પતાવી દીધી છે. જેની હત્યા કર્યા બાદ પત્ની બાથરૂમમાં પડી ગઈ હોવાના અનેક જુઠ્ઠાણા ચલાવ્યા પણ પોલીસ તપાસમાં એનો કાંડ ખૂલી ગયો છે. 

હત્યારા પતિનો ભાંડો ફૂટી ગયો
અમરોલી-છાપરાભાઠા રોડની અરિહંત પાર્ક સોસાયટીમાં પરી સાથે સંબંધ ધરાવતા કેક શોપના માલિકે પત્નીને માથા, ગળા અને હાથમાં બોથર્ડ પદાર્થ વડે ઇજા પહોંચાડી હત્યા કર્યાં બાદ બાથરૂમમાં પડી જતા માથામાં ઇજા થઇ હોવાનું રટણ કર્યું હતું. પરંતુ મૃતકના પિતાના આક્ષેપને પગલે ફોરેન્સિક પીએમ કરાવતા હત્યાને અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર હત્યારા પતિનો ભાંડો ફૂટી ગયો હતો

પત્ની બાથરૂમમાં પડી ગઈ
સુરતના અમરોલી છાપરાભાથા રોડ સ્થિત અરિહંત પાર્કમાં રહેતો અને કેક સોંપ ધરાવતો ઘનશ્યામ કુમાવત ગત સવારે 11 વાગ્યે હોસ્પિટલમાં પત્ની માયાને માથામાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઇ ગયો હતો. જયાં ડોક્ટર સમક્ષ ઘનશ્યામે જણાવ્યું હતું કે ઘરના બાથરૂમમાં પગ લપસી જતા માથાના ભાગે ઇજા થઈ છે. 

ડોક્ટરે માયાને મૃત જાહેર કરી હતી
જો કે પ્રાથમિક તપાસમાં જ ડોક્ટરે માયાને મૃત જાહેર કરી હતી અને ઘટનાની જાણ અમરોલી પોલીસને કરી હતી. જેને પગલે અમરોલી પોલીસ તુરંત જ ઘસી ગઇ હતી. શરૂઆતમાં પોલીસ સમક્ષ પણ ઘનશ્યામે પત્ની માયા બાથરૂમમાં પડી ગઈ હોવાનું રટણ કર્યુ હતું. જો કે માયાના મૃત્યુની જાણ થતા તેના પિતા મોતીરામ તુલછારામ કુમાવત તેમના સહપરિવાર સાથે સુરત દોડી આવ્યા હતા.

ઘનશ્યામના વર્ષ ર૦૧૩ માં લગ્ન થયા હતા અને ૪ વર્ષનો પુત્ર
મોતીરામે પોલીસને જણાવ્યું હતું કે માયા અને ઘનશ્યામના વર્ષ ર૦૧૩ માં લગ્ન થયા હતા અને ૪ વર્ષનો પુત્ર છે. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી માયા અને ઘનશ્યામ વચ્ચે અણબનાવ હોવાથી માયા તેના પુત્ર સાથે સાસરીમાં રહે છે. જયારે પરી સાથે સંબંધ ધરાવતો ઘનશ્યામ કામધંધાના બહાને બહાર રહે છે. 

પોલીસે ઘનશ્યામ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી
પરંતુ ગત ૧ માર્ચના રોજ પારિવારીક વાતચીત કર્યા બાદ ધનશ્યામ માયાને અરિહંત પાર્ક સોસાયટીમાં રહેવા લઇ ગયો હતો. જેથી પોલીસ પણ ચોંકી ગઇ હતી અને માયાના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું જેમાં માથા, ગળા અને બંને હાથમાં બોથર્ડ પદાર્થના ઈજાના નિશાન અને માથામાં ગંભીર ઇજા થતા મોત થયાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ઘનશ્યામ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news