Ericsson Layoff: ગૂગલ-માઈક્રોસોફ્ટ બાદ હવે આ કંપનીમાં પણ તાબડતોડ છટણી, હજારો કર્મચારીની યાદી તૈયાર!
Ericsson Layoff: મંદીના ઓછાયાને પરિણામે દુનિયાભરમાં કંપનીઓ છટણી કરી રહી છે. હવે આ યાદીમાં વધુ એક મોટું નામ જોડાઈ ગયું છે. ટેલિકોમ ઉપકરણોની નિર્માતા કંપની એરિક્સને હજારો કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવાનો પ્લાન બનાવ્યો છે અને તેની જાહેરાત પણ કરી છે.
Trending Photos
Ericsson Layoff: મંદીના ઓછાયાને પરિણામે દુનિયાભરમાં કંપનીઓ છટણી કરી રહી છે. હવે આ યાદીમાં વધુ એક મોટું નામ જોડાઈ ગયું છે. ટેલિકોમ ઉપકરણોની નિર્માતા કંપની એરિક્સને હજારો કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવાનો પ્લાન બનાવ્યો છે અને તેની જાહેરાત પણ કરી છે. કોસ્ટ કટિંગનો હવાલો આપીને આ નિર્ણય લેવાયો છે.
8500 કર્મચારીઓની કાઢવાની તૈયારી
રોયરટ્સના રિપોર્ટ મુજબ સ્વીડિશ ટેલિકોમ નિર્માતાએ વૈશ્વિક સ્તર પર 8500 કર્મચારીઓની છટણીની યાદી તૈયાર કરી છે. જે હેઠળ એકલા સ્વીડનમાં જ 1400 કર્મચારીઓની નોકરી જઈ શકે છે. છટણીના આ મોટા નિર્ણય બાદ હવે એરિક્સન ગૂગલ, ફેસબુક (મેટા), અને માઈક્રોસોફ્ટ, અલીબાબા, અમેઝોન જેવી કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. નોંધનીય છે કે આ કંપનીઓએ પણ હજારો કર્મચારીઓને કાઢી મૂક્યા છે.
આ વર્ષે બહાર થશે મોટાભાગના કર્મચારીઓ
રિપોર્ટ્સનું માનીએ તો કંપની પાસે વર્ષ 2022ના અંત સુધીમાં કુલ 1,05,000 કર્માચારીઓની વર્કફોસ હતી. હવે તેમાંથી 8500નો કાપ મૂકાઈ રહ્યો છે. ગ્લોબલ મંદીનો ડર અને મોંઘવારી વચ્ચ કંપનીઓ સતત ખર્ચ ઘટાડવા માટે એક પછી એક છટણીના નિર્ણય લઈ રહી છે. એરિક્સન તરફથી છટણી સંબંધે કહેવાયું કે મોટાભાગના કર્મચારીઓની છટણી આ વર્ષના પહેલા ત્રિમાસિકમાં કરવામાં આવશે. જ્યારે બાકી કર્મચારીઓને 2024માં કાઢવામાં આવશે.
ખર્ચમાં કાપ મૂકવા માટે લેવાયો નિર્ણય!
સ્વીડિશ કંપનીએ વૈશ્વિક સ્તર પર પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને નવા 5જી નેટવર્કનની શરૂઆતને લઈને પોતાના ખર્ચમાં કાપ મૂકવા માટે આ પ્લાન બનાવ્યો છે. કંપની તરફથી પણ સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું કે આ છટણી ખર્ચમાં કાપ માટે લાવવામાં આવેલા કાર્યક્રમનો ભાગ છે. કારણ કે પ્રતિકૂળ આર્થિક સ્થિતિને પગલે અમે ખર્ચ પર લગામ લગાવવા માટે મજબૂર છીએ. કંપની તરફથી પ્રવક્તાએ કહ્યું કે કર્મચારીઓની આ છટણીની સૂચના આ સપ્તાહની શરૂઆતમાં આપી દેવાઈ હતી.
એરિક્સનના સીઈઓ બોરજે એખોલ્મ (Borje Ekholam) એ કર્મચારીઓને મોકલેલા એક મેમોમાં લખ્યું છે કે, કર્મચારીઓની સંખ્યામાં કમીનું મેનેજમેન્ટ અલગ અલગ દેશોના આધાર પર કરવામાં આવશે. અનેક દેશોમાં આ સપ્તાહે કર્મચારીઓની સંખ્યામાં કાપની સૂચના પહેલેથી આપવામાં આવી ચૂકી છે. રોયટર્સના જણાવ્યાં મુજબ એખોલ્મે વધુમાં કહ્યું કે બજારમાં પ્રતિસ્પર્ધી તરીકે જળવાઈ રહેવા અને ખર્ચ બચાવવા માટે આ નિર્ણય લેવો જરૂરી છે. એક પૂર્વ રિપોર્ટમાં કહ્યું કે એરિક્શનના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર કાર્લે મલેન્ડર (Carl Mellander) ના હવાલે કહેવાયું હતું કે કોસ્ટ કટિંગના ક્રમમાં એડવાઈઝર્સ, રિયલ એસ્ટેટ અને કર્મચારીઓની સંખ્યા ઓછી કરવાનું સામેલ રહેશે.
ગૂગલ-માઈક્રોસોફ્ટમાં પણ યાદી તૈયાર
એરિક્સન અગાઉ ગત મહિને જ ગૂગલે પણ પોતાની વર્કફોર્સમાંથી 12000 કર્મચારીઓના કાપની જાહેરાત કરી. 20 જાન્યુઆરીએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓને લખેલા એક પત્રમાં આ છટણીના નિર્ણય પર પોતાની રજામંદી સ્પષ્ટ કરતા કહ્યું હતું કે આજે આપણે જે પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ કંપની મુશ્કેલ આર્થિક દૌરમાંથી પસાર થઈ રહી છે. છટણીના દોરમાં લેટેસ્ટ અને મોટું નામ માઈક્રોસોફ્ટનું પણ છે. જેણે કર્મચારીઓની સંખ્યામાં 10,000 નો કાપ મૂકવાની જાહેરાત કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે