શેર બજારમાં કમાણીની તક, આગામી સપ્તાહે આવી રહ્યાં છે 2 કંપનીના IPO, જાણો વિગત

IPO Alert: આગામી સપ્તાહે બે કંપનીઓના આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે. તો ચાર કંપની શેર બજારમાં લિસ્ટ થશે. 
 

શેર બજારમાં કમાણીની તક, આગામી સપ્તાહે આવી રહ્યાં છે 2 કંપનીના IPO, જાણો વિગત

IPO News: આઈપીઓની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ સપ્તાહ ખુબ વ્યસ્ત રહેવાનું છે. ઘણી કંપનીઓના આઈપીઓની એન્ટ્રી આ સપ્તાહે થવાની છે. તો અન્ય કંપનીઓના શેર બજારમાં લિસ્ટ થશે. બધાની નજર ક્રોનોક્સ લેબ સાયન્સ આઈપીઓના લિસ્ટિંગ પર ટકેલી હશે. જોવાનું રહેશે કે આ કંપની કેવું પ્રદર્શન કરે છે.

1- Ixigo IPO
આ આઈપીઓ 10 જૂને ખુલસે. કંપનીનો આઈપીઓ 12 જૂન સુધી ખુલો રહેશે. ટ્રાવેલર કંપનીના આઈપીઓની સાઇઝ 740.10 કરોડ રૂપિયાની છે. કંપની આઈપીઓ દ્વારા 1.29 કરોડ ફ્રેશ શેર જારી કરશે. તો 6.67 કરોડ શેર ઓફર ફોર સેલ હેઠળ છે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 88 રૂપિયાથી 93 રૂપિયા છે.

2- United Cotfab IPO
આ આઈપીઓ 13 જૂને ખુલસે. કંપનીનો આઈપીઓ 19 જૂન સુધી ઓપન રહેશે. આ આઈપીઓની સાઇઝ 36.29 કરોડ રૂપિયા છે. આઈપીઓમાં કંપની 51.84 લાખ ફ્રેશ શેર જારી કરશે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 70 રૂપિયા છે.

આ કંપનીઓનું થશે લિસ્ટિંગ
1. ક્રોનોક્સ લેબ સાયન્સ આઈપીઓ- આ કંપનીઓનું લિસ્ટિંગ 10 જૂને થવાનું છે. કંપની તરફથી શેરનું એલોટમેન્ટ 6 જૂન 2024ના થયું હતું. કંપનીનો આઈપીઓ 3 જૂને સબ્સક્રિપ્શન માટે ઓપન થયો હતો. 

2- 3સી આઈટી આઈપીઓ- આ કંપની તરફથી શેરનું એલોટમેન્ટ 10 જૂન 2024ના થઈ શકે છે. તો કંપની 12 જૂને શેર બજારમાં પર્દાપણ કરશે. 

3- Sattrix IPO- આ આઈપીઓના શેરનું એલોટમેન્ટ 10 જૂને થશે. તો આઈપીઓનું લિસ્ટિંગ 12 જૂને થશે. 

4- Magenta Lifecare IPO - આ આઈપીઓનું લિસ્ટિંગ પણ 12 જૂને થવાનું છે. તો શેરનું એલોટમેન્ટ 10 જૂને કરવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news