360 ડિગ્રી કેમેરા.... સ્પોર્ટી લુક અને શાનદાર ફીચર્સ! ટાટાએ સ્પોર્ટી અંદાજમાં લોન્ચ કરી નવી કાર

Tata Altroz ​​Racer એ કંપનીએ પહેલીવાર 2023 ઓટો એક્સ્પો દરમિયાન દુનિયાની સામે રજૂ કરવામાં આવી હતી. આ કારમાં કંપનીએ વધુ પાવરફુલ પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ સિવાય કારમાં 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ મળે છે. આ કાર રેગ્યુલર મોડલ કરતા વધુ સ્પોર્ટી છે.

360 ડિગ્રી કેમેરા.... સ્પોર્ટી લુક અને શાનદાર ફીચર્સ! ટાટાએ સ્પોર્ટી અંદાજમાં લોન્ચ કરી નવી કાર

Tata Altroz Race: દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે ભારતીય બજારમાં તેની નવી કાર Altroz ​​Racer લોન્ચ કરી દીધી છે. આ કાર મૂળ રૂપથી કંપનીની પ્રીમિયમ હેચબેક Tata Altrozનું નવું સ્પોર્ટી મોડલ છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ આ હેચબેક કારની પ્રારંભિક કિંમત 9.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે પહેલીવાર Altroz ​​Racerને 2023 ઓટો એક્સ્પોમાં દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને થોડા મહિના પહેલા ઈન્ડિયા મોબિલિટી એક્સપોમાં પણ દેખાડવામાં આવી હતી. નવા ગ્રાફિક્સની સાથે આ કારમાં ઘણા એડવાન્સ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે જે તેને રેગ્યુલર મોડલ કરતા વધુ સ્પોર્ટી અને સારી બનાવે છે.

લુક અને ડિઝાઈન
કંપનીએ અલ્ટ્રોઝ રેસરને વધુ સ્પોર્ટી બનાવી છે. તેમાં બોનેટથી લઈને કારની છત સુધી રેસિંગ સ્ટ્રીપ્સ જોઈ શકાય છે. આ સિવાય ફ્રન્ટ ફેન્ડર પર 'RACER' બેજિંગ આપવામાં આવ્યું છે. ગ્રીલમાં થોડો ફેરફાર પણ જોવા મળે છે. કંપનીએ આ કારમાં 16 ઈંચના એલોય વ્હીલ્સ આપ્યા છે. જો કે આમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. કેબિનમાં પણ ઓરેન્જ એક્સેંટનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેના આંતરિક ભાગને સ્પોર્ટી બનાવે છે.

પાવર અને પરફોર્મેંસ
ટાટા મોટર્સે પોતાની આ નવી કાર 1.2 લીટરની ક્ષમતાને 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 120Ps ની પાવર અને 170 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 6 સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. આ એક સારું એડિશન છે કારણ કે રેગુલગ iTurbo એન્જિનમાં 5 સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશનનો વિકલ્પ મળે છે, બજારમાં આ કાર મુખ્ય રૂપથી Hyundai i10 N Line ને ટક્કર આપશે. 

મળે છે આ ફીચર્સ
Altorz Racer માં કંપનીએ 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ, 26.05 સેમીનું ટચસ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઈંડ ઓટો, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ, ઈલેક્ટ્રોનિર સ્ટેબિલિટી કંટ્રોલ, 7.0 ઈંચનું ડિજિટલ ઈન્સ્ટ્રમેન્ટ ક્લસ્ટર, સનરૂફ અને 6 એરબેગ જેવા ફીચર્સને સામેલ કર્યા છે. 

વેરિયન્ટ્સ અને કલર ઓપ્શન
આ કાર કુલ ત્રણ વેરિયન્ટ્સમાં આવે છે, જેમાં આર1, આર2 અને આર3 સામેલ છે. તેના સિવાય આ કારને ત્રણ રંગોમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં પ્યોર ગ્રે, ઓટોમિક ઓરેન્જ અને અવેન્યૂ વ્હાઈટનો સમાવેશ થાય છે. 

Altroz Racer ના વેરિઅન્ય અને તેની કિંમત

વેરિયન્ટ્સ    કિંમત (એક્સ શોરૂમ)
R1                9.49 લાખ રૂપિયા
R2               10.49 લાખ રૂપિયા
R3               10.99 લાખ રૂપિયા

Tata Altroz Racer ના લોન્ચ પર બોલતા ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના ચીફ કોમર્શિયલ ઓફિસર વિવેક શ્રીવત્સે કહ્યું, Altroz લાઈન અપને મજબૂત કરતા અમે અલ્ટ્રોજ રેસરને બજારમાં ઉતારવા માટે ઘણા ઉત્સાહિત છે. આ એક એવી કાર છે જે રોજ ડ્રાઈવને એડવેન્ચરથી ભરપૂર બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ કારના સેગ્મેન્ટમાં ઘણા એડવાન્સ ફીચર્સથી સજ્જ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news