છટણીના દૌરમાં આ કંપનીએ આપી મોટી ખુશખબરી, 3.5 લાખ રૂપિયા આપ્યું બોનસ
ફ્રેન્ચ લક્ઝરી ડિઝાઈનિંગ ફર્મે કહ્યું છે કે ફેબ્રુઆરીના અંતમાં કંપની દ્વારા થયેલા નફા પર 4,000 યુરો અથવા રૂ. 3,50,000 ભેટ તરીકે આપવામાં આવશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કંપનીનું વેચાણ અને કમાણી ઝડપથી વધી છે, જેના કારણે કંપની કર્મચારીઓને બોનસ આપી રહી છે.
Trending Photos
Bonus to Employees: એક તરફ વૈશ્વિક મંદી અને કંપનીઓને થઈ રહેલા નુકસાનને કારણે છટણી થઈ રહી છે. બીજી તરફ એક કંપનીએ કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. આ બોનસની રકમ હજાર, 10 હજાર રૂપિયા નથી, પરંતુ 3.5 લાખ રૂપિયા છે અને આ બોનસ કંપની દ્વારા કર્મચારીઓને વર્ષના અંતમાં આપવામાં આવશે. 19,700 કર્મચારીઓમાંથી પ્રત્યેકને 3.5 લાખ રૂપિયાનું બોનસ આપવામાં આવશે.
ફ્રેન્ચ લક્ઝરી ડિઝાઈનિંગ ફર્મે કહ્યું છે કે ફેબ્રુઆરીના અંતમાં કંપની દ્વારા થયેલા નફા પર 4,000 યુરો અથવા રૂ. 3,50,000 ભેટ તરીકે આપવામાં આવશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કંપનીનું વેચાણ અને કમાણી ઝડપથી વધી છે, જેના કારણે કંપની કર્મચારીઓને બોનસ આપી રહી છે.
આ પણ વાંચો: દાવોસથી દિલ્હી સુધી Twitter પર શરીરના સોદા, એક રાતનો ભાવ 2.84 લાખ રૂપિયા
આ પણ વાંચો: ઈન્ટીમેટ સીન સમયે આ હીરો થઈ ગયો હતો બેકાબૂ, મેકઅપ રૂમમાં છુપાઈ ગઈ હતી ડિમ્પલ કાપડિયા
આ પણ વાંચો: બિચારો પતિ!!! પત્ની સાથે ઉંઘતા પણ ડરે છે, દરરોજ કાઢે છે અલગ-અલગ બહાના
કેટલી આવક વધી
17 ફેબ્રુઆરીએ આવેલા પેરિસની હર્મેસ કંપનીના ચોથા ક્વાર્ટરના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આવકમાં 23 ટકાનો વધારો થયો છે. લૂઈસ વિટન અને ચેનલ પછી આ કંપનીનો રેન્ક પણ ચામડા બનાવવાના મામલે ઉછળ્યો છે અને આ કંપની હવે ત્રીજી સૌથી મોટી લક્ઝરી ફેશન બ્રાન્ડ છે. ચામડાના ઉત્પાદનના કિસ્સામાં, કંપનીએ 29 ટકા વધુ આવક હાંસલ કરી છે, જે 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કંપનીના નફામાં પણ ગયા વર્ષની સરખામણીએ વધારો થયો છે.
દર વર્ષે ભરતી અને બોનસ આપશે કંપની
હર્મેસ કંપની પેરિસ, ફ્રાન્સમાં સ્થિત ફેશન ડિઝાઇનિંગ કંપની છે. આ કંપની 1837 થી કાર્યરત છે અને તેના સારા ઉત્પાદનો અને સારી સામગ્રી માટે જાણીતી છે. કંપનીના સીઈઓ એક્સેલ ડુમસે જણાવ્યું હતું કે કંપની દર વર્ષે કર્મચારીઓની ભરતી કરવાનું અને બોનસ આપવાનું ચાલુ રાખશે. વર્ષ 2022 દરમિયાન કંપનીએ 2,100 લોકોને નોકરીઓ આપી હતી.
આ પણ વાંચો: નણંદ ભાભીને થયો પ્રેમ: અડધી ઉંમરની નણંદને લઈને ભાગી ભાભી, વાળ કપાવી છોકરો બની ગઈ
આ પણ વાંચો: ગ્રાહકો કહે છે એકસ્ટ્રા સર્વિસનો કેટલો ચાર્જ લેશો મેડમ : મસાજ કરતાં ડર રહે છે કે...
આ પણ વાંચો: સ્ટેટસ અને રૂપિયા માટે CEO ના દીકરા સાથે મેં કર્યા લગ્ન, કારકિર્દી માટે પ્રેમની બલિ
વર્ષ 2023માં મોટી સંખ્યામાં છટણી
આ વર્ષની શરૂઆતથી IT સેક્ટરની કંપનીઓએ કર્મચારીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો કર્યો છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા, ટ્વિટર, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓએ કર્મચારીઓની સંખ્યામાં હજારો ઘટાડો કર્યો છે. તે જ સમયે, આમાંથી કેટલીક કંપનીઓ બીજા રાઉન્ડમાં કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે.
પણ વાંચો: Success Story: સરકારી સ્કૂલમાં અભ્યાસ, ખેતરોમાં કામ અને 2 બાળકોની માતા છે આ IPS
આ પણ વાંચો: ઓફિસથી માંડીને આ જગ્યાઓ પર રતિક્રિડા માણવાનું સપનું જોતી હોય છે મહિલાઓ
આ પણ વાંચો: મારી સાસુએ મને મારા ભાડુઆત સાથે પકડી લીધી, પણ તે ચૂપચાપ બોલ્યા વિના જતા રહ્યાં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે