સુરત કોર્ટનો વધુ એક મોટો ચુકાદોઃ સાત વર્ષની માસુમને પીંખ્યા બાદ હત્યાના કેસમાં આરોપીને ફાંસી

ગત 7 ડિસેમ્બરના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં દુષ્કર્મ પછી બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપીએ હત્યા કર્યા પછી મકાનના પેટી પલંગમાં મૃતદેહ છુપાવ્યો હતો.

સુરત કોર્ટનો વધુ એક મોટો ચુકાદોઃ સાત વર્ષની માસુમને પીંખ્યા બાદ હત્યાના કેસમાં આરોપીને ફાંસી

ઝી બ્યુરો/સુરત: સુરતમાં સાત વર્ષની બાળકી સાથે બર્બરતાપૂર્ણ દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં દુષ્કર્મના આરોપીને કોર્ટે સજા સંભળાવી દીધી છે. દુષ્કર્મના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સાથે પીડિત પરિવારને 23 લાખ 50 હજાર વળતર આપવા પણ આદેશ કરાયો છે. 

ગત 7 ડિસેમ્બરના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં દુષ્કર્મ પછી બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપીએ હત્યા કર્યા પછી મકાનના પેટી પલંગમાં મૃતદેહ છુપાવ્યો હતો. ઘટના પછી આરોપી મુકેશ પંચાલની તાત્કાલિક ધરપકડ કરાઈ હતી. નરાધમને ગતરોજ કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. આજે સજાની દલીલમાં સરકારી વકીલે કેપિટલ પનિશમેન્ટની સજાની માગ કરી હતી અને જણાવ્યું હતું કે આરોપીએ 7 વર્ષની માસૂમને પીંખ્યા બાદ હત્યા કરી વિકૃત આનંદ માણતા નરાધમે પેટ ભરીને ભોજન લીધું હતું. તથા બાળકીની માતા સાથે પણ ક્રૂર મજાક કરી હતી.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના કતાર ગામના વેડરોડ વિસ્તારમાંથી ગત 7 ડિસેમ્બર ના રોજ 7 વર્ષીય બાળકી સાથે હચમચાવી દેતી ઘટના સામે આવી હતી. બાળકી સાથે 42 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ગળું દાબીને તેની હત્યા કરી નાખી હતી. 42 વર્ષીય નરાધમ યુવક મુકેશ ઉર્ફે મૂકો પંચાલ 6 વર્ષ અને 8 મહિનાની બાળકીને કૂતરાને બિસ્કિટ ખવડાવવાની લાલચ આપી સાથે લઇ ગયો હતો. ત્યારબાદ 42 વર્ષીય નરાધમે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું.

પ્રાઈવેટ પાર્ટમાં ડૂચા ભર્યા
સરકારી વકીલ નયન સુખડવાળા આરોપીને ફાંસીની સજા થાય તે માટે ધારદાર દલીલો કરી હતી. નયન સુખડવાળાએ જણાવ્યું હતું કે, 42 વર્ષીય આ મુકેશ પંચાલે બાળકી સાથે ક્રૂરતાપૂર્વક બળાત્કાર કર્યો હતો. ફોરેન્સિક મેડિકલના ડોક્ટરની જુબાની અને તેના રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે, બાળકીની યોનિને પણ નરાધમે ખૂબ જ ખરાબ રીતે ફાડી નાખી હતી. ત્યારબાદ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં ડૂચા ભરાવી દીધા હતા. ત્યારબાદ હવસથી ભરેલા હેવાને માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેણીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં બાળકીના હાથપગને વાળીને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી દીધા હતા. કોથળાને સીવી દીધો હતો. ત્યારબાદ આ કોથળાને પેટી પલંગમાં મૂકી દીધો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news