FasTag ની જરૂર નહી, હવે આ રીત લેવામાં આવશે Toll Tax! નંબર પ્લેટ સ્કેન થઇને ખાતામાંથી કપાઇ જશે પૈસા
Toll tax collection with Number Plate: કેન્દ્ર સરકાર હવે હાઇવે પર ટોલ પ્લાઝાને ખતમ કરવા પર વિચાર કરી રહી છે. તેની જગ્યાએ કેમેરા આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગૂ કરવામાં આવશે. આ પ્રોસેસર અંતગર્ત ગાડીઓની નંબર પ્લેટ સ્કેન કરીને સીધા બેંક એકાઉન્ટમાં ટોલ કપાઇ જશે.
Trending Photos
Automatic Number Plate Reader: દેશમાં જલદી જ ટોલ ટેક્સ લેવાની રીત બદલાવવા જઇ રહી છે. હાલ ટોલ કલેક્શન માટે દેશભરમાં FASTag નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે કેન્દ્ર સરકાર હવે હાઇવે પર ટોલ પ્લાઝાને ખતમ કરવા પર વિચાર કરી રહી છે. તેની જગ્યા કેમેરાઅ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગૂ કરવામાં આવશે. આ પ્રોસેસર અંતગર્ત ગાડીઓની નંબર પ્લેટ સ્કેન કરીને સીધા બેંક એકાઉન્ટમાં ટોલ કાપી લેવામાં આવશે. આ કેમેરાને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર (ANPR) કેમેરાના નામેથી ઓખવામાં આવશે.
કેમ બદલાઇ રહી છે ટોલ ટેક્સ સિસ્ટમ
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) નો દાવો છે કે આ કેમેરાને લગાવવાથી ટોલ પ્લાઝા પર વાહનોનો વેટિંગ પીરિયડ ઓછો થઇ જશે. હાલ દેશમાં લગભગ 97 ટકા ટોલ કલક્શન FASTag દ્વારા થઇ રહ્યું છે. તેમછતાં પણ ટોલ પ્લાઝા પર જામ લાગી જાય છે. તો આવો જાણીએ જલદી જ લાગૂ થનારા ટોલ કલેક્શન સિસ્ટમ વિશે:
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: Dark Elbows: કોણીની કાળાશને સંતાડવા માટે પહેરો છો આખી બાંયના કપડાં, આ રીતે કરો દૂર
આ પણ વાંચો: જો ઉંઘમાં Sex ના સપના આવતા હોય તો આ જરૂરથી વાંચજો, નહીંતર પસ્તાશો
કેવી રીતે કામ કરશે ANPR?
રોડ મંત્રાલયનું કહેવું છે કે દેશભરના તમામ હાઇવે પરથી ટોલ પ્લાઝાને હટાવી દેવામાં આવશે. ટોલ પ્લાઝાની જગ્યાએ ANPR લગાવવામાં આવશે, જે વાહનની નંબર પ્લેટને વાંચશે અને બેંક એકાઉન્ટમાંથી ટોલ ટેક્સ કાપી લેશે. હાઇવેના એન્ટ્રી અને એક્ઝિટ પર કેમેરાને સ્થાપિત કરવામાં આવશે. સિસ્ટમ નંબર પ્લેટનો ફોટો લઇને એડ્રેસ અને અંતર વિશે જાણી લેશે અને તે મુજબ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.
ચલાવવામાં આવી રહ્યો છે પાયલોટ પ્રોજેક્ટ
કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે સરકાર તેને ટેસ્ટિંગ માટે એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ સિસ્ટમનો એ પણ ફાયદો થશે કે વાહનોના અંતરના આધારે ટોલ લેવામાં આવશે. ગડકરીનું માનીએ તો આ નવી ટેક્નોલોજીથી બે ફાયદા મળી શકે છે-ટોલ બૂથ પર ટ્રાફીકની બેરોકટોક અવરજવર અને ઉપયોગ અનુસાર ચૂકવણી.
આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે