સ્માર્ટફોન થઇ જશે સસ્તા, જો સરકારે સ્વિકારી લીધી TRAIની આ સલાહ

દેશમાં ટેલીકોમ ઉપકરણોના મૈન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ટેલીકોમ નિયામક ટ્રાઇ નવી વ્યવસ્થા ઇચ્છે છે. તેને 2022 સુધી ટેલીકોમ ઉપકરણોની આયાત સંપૂર્ણપણે બંધ કરવાની ભલામણ કરી છે

સ્માર્ટફોન થઇ જશે સસ્તા, જો સરકારે સ્વિકારી લીધી TRAIની આ સલાહ

નવી દિલ્હી: દેશમાં ટેલીકોમ ઉપકરણોના મૈન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ટેલીકોમ નિયામક ટ્રાઇ નવી વ્યવસ્થા ઇચ્છે છે. તેને 2022 સુધી ટેલીકોમ ઉપકરણોની આયાત સંપૂર્ણપણે બંધ કરવાની ભલામણ કરી છે. જો મોદી સરકાર ટેલીકોમ નિયામકની આ ભલામણને સ્વિકારી લે છે તો સ્થાનિય સ્તર પર ટેલીકોમ ઉપકરણોનું મૈન્યુફેક્ચરિંગ વધશે. તેનાથી બહારથી આયાત થનાર ઉપકરણ સ્વદેશમાં બનવા લાગશે. તેનાથી ચોક્ક્સપણે સ્માર્ટફોન વગેરેની કિંમત ઘટી જશે. હાલની વ્યવસ્થામાં કંપનીઓ બહારથી સામાન મંગાવીને અહીં એસેંબલિંગ કરાવે છે. તેના પર લાગનાર આયાત ડ્યૂટીથી ઉપકરણ મોંઘા થઇ જાય છે. 

ડિઝાઇન, પરીક્ષન અને ઉત્પાદનને મળશે પ્રોત્સાહન
ટ્રાઇએ કહ્યું કે દૂરસંચાર ઉપકરણોની મોટાભાગની માંગ આયાત દ્વારા પુરી કરવામાં આવે છે. ટ્રાઇએ કહ્યું કે ટેલીકોમ ક્ષેત્રમાં ડિઝાઇન, પરીક્ષણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 1,000 કરોડ રૂપિયાના ભંડોળ વધારવાની વાત કહી છે. ટ્રાઇએ ટેલિકોમ ઉત્પાદન ક્ષેત્રને 'આયાત નિર્ભર''થી સ્વદેશી ઉત્પાદન ક્ષેત્રના વૈશ્વિક ક્ષેત્રના રૂપમાં ફેરફારના ઉદ્દેશ્યથી ભલામણો કરી છે. 

2022 સુધી બંધ કરી દેવામાં આવશે આયાત
ટ્રાઇએ નિવેદનમાં કહ્યું કે ભારતને 2022 સુધી ટેલીકોમ ઉપકરણોના શૂન્ય આયાત ટાર્ગેટને પ્રાપ્ત કરી લેવી જોઇએ. આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે ટેલીકોમ ઉપકરણ મેન્યુફેકચરિંગ કાઉન્સિલ (ટીઇએમસી)ને વિશેષ ક્ષેત્રોની ઓળખ કરવી જોઇએ. આંકડા અનુસાર 2017-18માં ટેલીકોમ ઉપકરણના નિર્યાત 120.07 કરોડ ડોલરનું રહ્યું જ્યારે આયાત 218.47 કરોડ ડોલર રહી.
smartphone

અનિચ્છિત કોલ નિયમ 400 કરોડ રૂપિયા ખર્ચો આવશે
મોબાઇલ ઉદ્યોગ સંગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇંડિયા (સીઓઇઆઇ)એ ટ્રાઇને અનિચ્છિત કોલ અને મેસેજ રોકવા માટે નવા નિયમો પર ચિંતા વ્યક્ત કરી છે. સીઓએઆઇએ કહ્યું કે અનિચ્છિત કોલ તથા મેસેજ રોકવા માટે સિસ્ટમને અનુરૂપ બનાવવા તથા બ્લોકચેન ટેક્નોલોજીના ઉપયોગનો ખર્ચ 200 થી 400 કરોડ રૂપિયા તશે અને તેને શરૂ કરવામાં 18 મહિનાનો સમય લાગશે. સીઓઇઆઇએ કહ્યું કે આ ખર્ચ એવા સમયે કરવો પડશે જ્યારે ટેલીકોમ ક્ષેત્ર પહેલાંથી જ નાણાકીય સંકટનો સામનો કરી રહ્યું છે. બધા ઓપરેટરોને આ નિયમોનું અનુપાલન ડિસેમ્બર સુધી કરવું પડશે. સીઓએઆઇના મહાનિર્દેશક રાજન એસ મૈથ્યુએ અહીં સંવાદદદાતાને કહ્યું કે ''આ સિસ્ટમ દુનિયામાં ક્યાંય પણ લાગૂ કરવામાં આવી નથી. તે જણાવવું જરૂરી છે કે તેમાં કેટલો ખર્ચ આવશે અને કેટલો સમય લાગશે. અંદાજે સિસ્ટમને તેના અનુરૂપ કરવા માટે 200 થી 400 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરૂર પડશે.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news