Ujjwala Yojana: હોળી પર સરકારની મોટી ભેટ! 1.65 કરોડ લોકોને મળશે LPG સિલિન્ડર ફ્રી, આ રીતે મેળવો ફાયદો

યુપીમાં ભાજપ એટલે કે યોગી આદિત્યનાથની સરકાર બનવા જઈ રહી છે. આ સાથે જ સરકારના ચૂંટણી વચનો પૂરા કરવાનો સમય પણ આવી ગયો છે.

Ujjwala Yojana: હોળી પર સરકારની મોટી ભેટ! 1.65 કરોડ લોકોને મળશે LPG સિલિન્ડર ફ્રી, આ રીતે મેળવો ફાયદો

લખનૌ: યુપીમાં ભાજપ એટલે કે યોગી આદિત્યનાથની સરકાર બનવા જઈ રહી છે. આ સાથે જ સરકારના ચૂંટણી વચનો પૂરા કરવાનો સમય પણ આવી ગયો છે. સરકાર સામે સૌથી મોટો પડકાર છે ઉજ્જવલા યોજના હેઠળ હોળી પહેલા ફ્રી ગેસ સિલિન્ડર આપવાનો. યુપી સરકાર આ યોજના હેઠળ હોળીના અવસરે પ્રદેશની જનતાને મોટી ભેટ આપી શકે છે. 

હોળી પર મળશે ભેટ
વાત જાણે એમ છે કે સરકાર હોળી પહેલા મફત ગેસ સિલિન્ડર આપવાની તૈયારીમાં છે. આ માટે Food and Logistics Department એ હોળી શાસનને પ્રસ્તાવ પણ મોકલી દીધો છે. અત્રે જણાવવાનું કે હાલ પ્રદેશમાં ઉજ્જવલા યોજનાના 1.65 કરોડ લાભાર્થીઓ છે. આવામાં આ વચનને પૂરું કરવા માટે સરકાર પર 3000 કરોડનો ભાર આવશે. 

સંકલ્પ પત્રમાં હતું સામેલ
નોંધનીય છે કે ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના સંકલ્પ પત્રમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળી અને દીવાળી પર મફત સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. ચૂંટણીમાં બહુમત મળ્યા બાદ ભાજપે હોળી પર તે માટે તૈયારી કરી છે. Food and Logistics Department ઓ સોમવારે પોતાનો પ્રસ્તાવ શાસનને મોકલ્યો છે જેના પર મહોર લાગ્યા બાદ નાણા વિભાગથી બજેટ જારી કરાશે અને જિલ્લાઓમાં ફ્રી સિલિન્ડર આપવામાં આવશે. ભાજપે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવાના શરૂ કર્યા છે. 

મફત રાશન યોજના પણ આગળ વધારવામાં આવશે
આ સાથે જ પ્રદેશની યોગી સરકાર મફત રાશન યોજના પણ આગળ વધારવા જઈ રહી છે. આ માટે પણ શાસને Food and Logistics Department  પાસે પ્રસ્તાવ માંગ્યો છે. આ અગાઉ પણ સરકાર ડિસેમ્બરથી જ ફ્રી રાશન આપી રહી હતી. માર્ચ મહિનામાં તેની સમય મર્યાદા સમાપ્ત થવાની છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ મળતા ઘઉ અને ચોખાને વિનામૂલ્યે અપાઈ રહ્યા છે. આ સાથે જ ચણા, મીઠુ અને તેલ પણ સરકાર આપી રહી છે. નોંધનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉજ્જવલા યોજના હેઠળ બે સિલિન્ડર અને મફત રાશન આપવાની યોજના આગળ વધારવાની જાહેરાત કરી હતી. 

સરકાર પર વધારાનો ભાર
- ઘઉ અને ચોખા- 290 કરોડ પ્રતિમાસ, ચાર મહિનાના 1160 કરોડ રૂપિયા
- ચણા, મીઠુ અને તેલ- 750 કરોડ પ્રતિમાસ, ચાર મહિનાના 3000 કરોડ રૂપિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news