Upcoming IPO: આ કંપનીના આઈપીઓમાં પૈસા લગાવવાની મળશે તક, જાણો વિગત

IPO in Upcoming Week: આવતીકાલથી શરૂ થતા કારોબારી સપ્તાહમાં ઈન્વેસ્ટરોને આઈપીઓ પર દાવ લગાવવાની તક મળવાની છે. જાણો તેની વિગત...

Upcoming IPO: આ કંપનીના આઈપીઓમાં પૈસા લગાવવાની મળશે તક, જાણો વિગત

IPO in Upcoming Week: આવતી કાલથી શરૂ થતા કારોબારી સપ્તાહમાં તમને ઘણી કંપનીઓમાં રોકાણ કરવાની તક મળશે. આમાંથી કેટલાક આઇપીઓ રૂટ દ્વારા હશે અને કેટલાક રાઇટ્સ ઇશ્યૂ જેવા વિકલ્પો આપશે.

સેનકો ગોલ્ડ આઈપીઓ
કોલકત્તા બેસ્ડ સેનકો ગોલ્ડ (Senco Gold) કંપનીનો આઈપીઓ 4 જુલાઈએ રોકાણકારો માટે ખુલશે અને 6 જુલાઈએ બંધ થશે. કંપનીએ 301-307 રૂપિયા પ્રતિ શેર આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. પ્રાઇઝ બેન્ડના અપર લેવલ પ્રમાણે કંપનીને 2460 કરોડ રૂપિયાની વેલ્યૂએશન મળી રહી છે. 

સેનકો ગોલ્ડ IPO દ્વારા રોકાણકારો પાસેથી રૂ. 405 કરોડ એકત્ર કરવા જઈ રહ્યું છે. જેમાં નવા શેર જારી કરીને રૂ.270 કરોડ એકત્ર કરવામાં આવશે. જ્યારે ઓફર ફોર સેલ દ્વારા રૂ. 135 કરોડ એકત્ર કરવામાં આવશે અને હાલના રોકાણકારો IPOમાં તેમનો હિસ્સો વેચશે. સેઇલ પાર્ટનર્સ ઇન્ડિયા OFS સેગમેન્ટમાં તેનો હિસ્સો વેચશે. IPOના 50 ટકા સંસ્થાકીય રોકાણકારો માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.

શું કરે છે સેનકો ગોલ્ડ
સેનકો ગોલ્ડ અને ડાયમંડ્સ બ્રાન્ડ ( Senco Gold and Diamonds)ના નામથી કંપની જ્વેલરીના રિટેલ સેગમેન્ટમાં હાજર છે. કંપની સોના, ડાયમંડ્સ, પ્લેટિનમ જ્વેલરીની સાથે ચાંદીના ઘરેણા વેચે છે. પૂર્વ ભારતની કંપની સૌથી મોટી રિટે જ્વેલરી કંપની છે. કંપની ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા પણ જ્વેલરી વેચે છે. 

અલ્ફાલોજિક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ આઈપીઓ
આ IPO 3 જુલાઈ 2023 થી 6 જુલાઈ 2023 સુધી ખુલ્લો રહેશે. તેની ઈશ્યુ સાઈઝ 13,41,600 શેર છે. રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર ઇશ્યૂ કિંમત રૂ. 96 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તેની માર્કેટ લોટ 1200 શેર છે અને રોકાણકારો ઓછામાં ઓછા 1200 શેર માટે બિડ કરી શકે છે. આમાં વધુમાં વધુ 11,41,200 શેર માટે મહત્તમ બોલી લગાવી શકાશે. તેનું લિસ્ટિંગ BSE પર થશે.

વિન્ટેજ કોફી એન્ડ બેવરેઝેસ લિમિટેડ
3 જુલાઈથી 10 જુલાઈ 2023 વચ્ચે ખુલનાર આ રાઇટ્સ ઈશ્યૂ માટે 10 રૂપિયાની ફેસ વેલ્યૂ પર શેર જારી કરવામાં આવશે. તેનો માર્કેટ લોટ 1 શેરનો છે. રાઈટ્સ ટૂ ઈશ્યૂની સાઇઝ 3,49,01,136 શેરની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news