1 વર્ષમાં પૈસા ડબલ, કંપનીના શેર થશે સ્પ્લિટ, રેકોર્ડ ડેટ જાહેર

એફએમસીજી કંપની Varun Beverages Ltd ના સ્ટોક સ્પ્લિટ થવાના છે. કંપનીએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. 

1 વર્ષમાં પૈસા ડબલ, કંપનીના શેર થશે સ્પ્લિટ, રેકોર્ડ ડેટ જાહેર

નવી દિલ્હીઃ એફએમસીજી કંપની Varun Beverages Ltd ના શેર સ્પ્લિટ થઈ રહ્યાં છે. કંપની એક શેરને બે ભાગમાં વિભાજીત કરવાની છે. તે માટે રેકોર્ડ ડેટ જાહેર થઈ ગઈ છે. Varun Beverages Ltd એ રોકાણકારોના પૈસા 1 વર્ષમાં ડબલ કરી દીધા છે. નોંધનીય છે કે સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ જૂનમાં છે. 

શું છે રેકોર્ડ ડેટ 
શેર બજારને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે 1 શેરનું વિભાજન બે ભાગમાં કરવામાં આવશે. તે માટે રેકોર્ડ ડેટ 15 જૂન 2023 નક્કી કરવામાં આવી છે. એટલે કે જે કોઈ ઈન્વેસ્ટરનું નામ કંપનીના રેકોર્ડ બુકમાં આ દિવસ રહેશે તેને સ્ટોક સ્પ્લિટનો ફાયદો મળશે. 

1 વર્ષમાં પૈસા ડબલ
Varun Beverages Ltd ના શેર 0.92 ટકાના ઘટાડા બાદ 1689.40 રૂપિયાનો થઈ ગયો છે. છેલ્લા એક મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતમાં આશરે 16 ટકાની તેજી જોવા મળી છે. તો એક વર્ષ પહેલા Varun Beverages Ltd પર દાંવ લગાવનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી હોલ્ડ કરવા પર 130 ટકા જેટલો ફાયદો થઈ ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news