વીડિયોકોન લોન કેસ: ICICI બેંકમાં થશે મોટા ફેરફાર, આ વ્યક્તિ બનશે CEO

વીડિયોકોન લોન કેસ બાદ આઇસીઆઇસીઆઇ બેંકના ટોપ મેનેજમેંટમાં ફેરફારના સમાચાર પર ટૂંક સમયમાં પૂર્ણવિરાણ લાગી શકે છે. થોડા દિવસો પહેલાં પણ સમાચાર આવ્યા હતા કે બેંકની સીઇઓ ચંદા કોચરને લાંબી રજાઓ પર મોકલવામાં આવ્યા છે

વીડિયોકોન લોન કેસ: ICICI બેંકમાં થશે મોટા ફેરફાર, આ વ્યક્તિ બનશે CEO

નવી દિલ્હી: વીડિયોકોન લોન કેસ બાદ આઇસીઆઇસીઆઇ બેંકના ટોપ મેનેજમેંટમાં ફેરફારના સમાચાર પર ટૂંક સમયમાં પૂર્ણવિરાણ લાગી શકે છે. થોડા દિવસો પહેલાં પણ સમાચાર આવ્યા હતા કે બેંકની સીઇઓ ચંદા કોચરને લાંબી રજાઓ પર મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ થોડા દિવસો બાદ બેંક દ્વારા આ સમાચારોનું ખંડન કરતાં કહેવામાં આવ્યું હતું કે ચંદા કોચર પોતાની વાર્ષિક રજા પર ગઇ છે અન આ રજાઓ તેમણે પહેલાં જ પ્લાન કરી હતી. હવે સમાચાર આવ્યા છે કે આઇસીઆઇસીઆઇ બેંકે ચંદા કોચરનો વિકલ્પ શોધી કાઢ્યો છે. ટૂંક સમયમાં ટોપ મેનેજમેંટમાં ફેરબદલના સમાચારની પુષ્ટિ થઇ શકે છે.

સંદીપ બક્ષી બનશે વચગાળા સીઇઓ
ઇકોનોમિક્સ ટાઇમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર આઇસીઆઇસીઆઇ લાઇફ ઇંશ્યોરેંસના સીઇઓ સંદીપ બક્ષી વચગાળાના સીઇઓ થઇ શકે છે. તાજેતરમાં જ એવા સમાચાર આવ્યા હતા કે વીડિયોકોન લોન મામલે તપાસ ચાલે ત્યાં સુધી આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા ચંદા કોચરને અનિશ્વિતકાળ સુધી રજા પર મોકલી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બેંક બોર્ડ દ્વારા નવા નિર્ણયની જાહેરાત કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઇએ કે આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા 1 જૂનના રોજ તે સમાચારોનું ખંડન કર્યું હતું કે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે ચંદા કોચરને લાંબી રજાઓ પર મોકલી દેવામાં આવ્યા છે. બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે તે પોતાની વાર્ષિક રજાઓ પર છે, જોકે તેમને ઘણા સમય પહેલાં પ્લાન કરી હતી. તમને જણાવી દઇએ કે ચંદા કોચર તેમના પરિવાર લાગેલા કથિત અનિયમિતતાના આરોપોના મામલે હજુ તપાસ ચાલુ છે. 

28 માર્ચના રોજ આઇસીઆઇસીઆઇ બેંક બોર્ડ સીઇઓ ચંદા કોચરને બચાવમાં ઉતાર્યા હતા. બેંકના અધ્યક્ષ એમકે શર્માએ કહ્યું હતું કે બેંકોને સીઇઓ ચંદા કોચર પર પુરો વિશ્વાસ છે. સાથે જ તેમણે વિડીયોકોન ગ્રુપને આપેલી લોનના આરોપોને નકારી કાઢ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વીડિયોકોન સમૂહને આપવામાં આવેલી લોનમાં કોચર અને તેમના પરિવારના સભ્યોની કથિત સંલિપ્તતા હોવાના સમાચાર આવ્યા હતા. શર્માએ એ પણ કહ્યું હતું કે બેંકે લોન મંજૂરી માટે પોતાની આંતરિક પ્રક્રિયાની સમીક્ષા કરી અને તે મજબૂત મળી આવ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news