Weekly Gold Rate: બાપરે! આ અઠવાડિયે કેટલું સસ્તું થઈ ગયું સોનું? ખાસ જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

Weekly Gold Rate: છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયે પણ ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. શુદ્ધ સોનાના ભાવ હવે 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડાથી નીચે જઈ ચૂક્યા છે અને આ અઠવાડિયે તો 58000 સુધી પહોંચી ગયા.  શુક્રવારે બજાર બંધ થયુ ત્યારે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 58395 રૂપિયાના સ્તરે  બંધ થયું હતું.

Weekly Gold Rate: બાપરે! આ અઠવાડિયે કેટલું સસ્તું થઈ ગયું સોનું? ખાસ જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયે પણ ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. શુદ્ધ સોનાના ભાવ હવે 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડાથી નીચે જઈ ચૂક્યા છે અને આ અઠવાડિયે તો 58000 સુધી પહોંચી ગયા.  શુક્રવારે બજાર બંધ થયુ ત્યારે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 58395 રૂપિયાના સ્તરે  બંધ થયું હતું. જ્યારે ગત સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સોનાનો ભાવ 59,492 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 

આ અઠવાડિયે આવો રહ્યો સોનાનો  ભાવ
IBJA Rates મુજબ આ અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે સોનાનો ભાવ 59370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. મંગળવારે 59,380 રૂપિયા પર બંધ  થયો હતો. બુધવારે ભાવ ઘટ્યા અને તે 58859 પર બંધ થયો. ગુરુવારે સોનાનો ભાવ 58670 હતો અને શુક્રવારે 58395 રૂપિયા પર બંધ થયો હતો. સમગ્ર સપ્તાહ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. 

કેટલું સસ્તું થયું
ગત સપ્તાહે આખરી કારોબારી દિવસે શુક્રવારે સોનાનો ભાવ 59492 રૂપિયા પર બંધ થયો હતો. એ જ રીતે સોનાના ભાવમાં આ અઠવાડિયે 1097 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયે સોમવારે સોનું સૌથી મોંઘુ 59370 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું અને શુક્રવારે સૌથી સસ્તું 58395 રૂપિયા સવારે જોવા મળ્યું હતું. 

છેલ્લા ભાવ
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ શુક્રવારે એટલે કે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 58395 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. અત્રે જણાવવાનું કે તમામ પ્રકારના ગોલ્ડના રેટની ગણતરી ટેક્સ વગર થતી હોય છે. સોના પર જીએસટી  અલગથી ચૂકવવાનો હોય છે. આ ઉપરાંત મેકિંગ ચાર્જ પણ રહે છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) તરફથી બહાર પાડવામાં આવતા ભાવ અલગ અલગ પ્યોરિટીના સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news