ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ

શહેરમાં પર્યાવરણમિત્ર પરિભ્રમણ પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરાયેલ સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં લગભગ 1267 સાયકલો મુકવામાં આવી હતી. આ માટે 120 સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા હતા, અને આ પ્રોજેક્ટના મકસદમાં શહેરી નાગરિકોને સરળ અને આર્થિક પરિવહન સુવિધા પૂરી પાડવાનો ઉદ્દેશ્ય હતો.

ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ

ચેતન/પટેલ: સુરત મહાનગરપાલિકાના અતિ મહત્વકાંક્ષી સાયકલ શેરિંગ પ્રોજેક્ટ હવે પોતાની દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે લાખો રૂપિયાનો ખર્ચ અને મોટા દાવાઓ સાથે શરૂ કરાયેલ આ પ્રોજેક્ટ આજે પૂરતી જાળવણી અને યોગ્ય આયોજનના અભાવે નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. મનપા દ્વારા રૂ 70 હજારની કિંમતની એક સાયકલ એવી 1200 સાયકલ ની ખરીદી કરી હતી. પરંતુ હાલ આ સાયકલ ધૂળ ખાય રહી છે તથા આટલી મોંઘી દાંટ સાયકલને લોક પણ મારવામાં આવ્યું નથી.

શહેરમાં પર્યાવરણમિત્ર પરિભ્રમણ પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરાયેલ સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં લગભગ 1267 સાયકલો મુકવામાં આવી હતી. આ માટે 120 સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા હતા, અને આ પ્રોજેક્ટના મકસદમાં શહેરી નાગરિકોને સરળ અને આર્થિક પરિવહન સુવિધા પૂરી પાડવાનો ઉદ્દેશ્ય હતો. પ્રતિ સાયકલ લગભગ 70,000 રૂપિયાનો ખર્ચ અને પાંચ વર્ષ માટે રૂ. 8.91 કરોડના જાળવણી ખર્ચ સાથે આ પ્રોજેક્ટનો બાંધકામ થયુ હતું. જર્મન ટેકનોલોજી સાથેની આ સાયકલોને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી હતી. પરંતુ આ મહત્ત્વના પ્રોજેક્ટની શરૂઆતથી જ યોગ્ય દેખરેખ અને જાળવણીના અભાવે તેનું નુકસાન થતું રહ્યું છે.

આજની સ્થિતિમાં, શહેરના લગભગ તમામ સાયકલ સ્ટેશન ધૂળ અને અવ્યવસ્થામાં મઢાયેલ છે. સ્ટેશનો પર સાયકલો ખરાબ હાલતમાં પડી રહી છે. જેમાં મોટાભાગની કાટ લાગેલી છે અને ઉપયોગ માટે લાયક રહી નથી. ખાસ કરીને અઠવાલાઈન્સ જેવા વિસ્તારોમાં, જ્યાં આ સુવિધાનો ઉપયોગ વધુ થવાની સંભાવના હતી. ત્યાં પણ સાયકલો એકતરફે પડી રહી છે.પ્રોજેક્ટ હેઠળ આવેલી 80% જેટલી સાયકલો હવે પ્રેક્ટિકલી નકારાત્મક થઈ ગઈ છે. આ સ્થિતિમાં સામાન્ય નાગરિકોના ટેક્સની કરોડોની રકમ બરબાદ થઈ હોવાનું સામે આવ્યું છે.સાયકલોની સુરક્ષાની વાત કરીએ તો તે પણ નિષ્ફળ થઈ છે. સ્ટેશનો પર કોઈ દેખરેખ ન હોવાથી, આ સાયકલો કોઈ પણ સરળતાથી ચોરી કરી શકે છે. આ તરફ પાલિકાના દાવાઓ ફક્ત કાગળ પર મર્યાદિત દેખાય છે. 

જણાવવામાં આવેલા કારણો અને નિષ્ફળતા પાછળના મુદ્દા

  • 1. જાળવણીનો અભાવ: પ્રથમ વર્ષની જાળવણી પછીની કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નહોતી
  • 2. વિપુલ ખર્ચ અને ઓછું વપરાશ: સાયકલના ઉચ્ચ ખર્ચ છતાં તેનો ઉપયોગ નાગરિકો વચ્ચે લોકપ્રિય બન્યો નહીં
  • 3. અયોગ્ય આયોજન: સ્ટેશનોની સ્થાનોના પસંદગીમાં ખામી, લોકજાગૃતિ અભિયાનમાં અભાવ અને અન્ય પરિબળો દ્વારા આ પ્રોજેક્ટ સફળ ન થયો

સૌથી વધુ રોજગારી આપતા રાજ્યોમા ગ્રોથ એન્જિન ગુજરાતની પીછેહઠ! આ આંકડાઓએ ફૂગ્ગો ફોડ્યો

ઝી 24 કલાક દ્વારા સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમને જણાવ્યું હતું કે તેઓ હાલ બોર્ડની મીટીંગ ને લઈને બીઝી છે તેઓ ડેપ્યુટી મેયરનો ઇન્ટરવ્યૂ લઈ લે અને આ મુદ્દે તેમની પાસે કોઈ પણ પ્રકારની વિગત ન હોવાનું જણાવી ખો ડેપ્યુટી મેયરને આપ્યો હતો. કોઈપણ અધિકારી હોય કે નિયર કોઈ પણ જવાબદારી લેવા માટે તૈયાર નથી લોકોના ટેક્સના રૂપિયા આ રીતે વિકાસના કામોમાં ખર્ચવામાં આવે છે પરંતુ તેનો યોગ્ય મેન્ટેનન્સ નો અભાવ જોવા મળી રહ્યો છે. 

આ અગાઉ પણ ઝી 24 કલાક દ્વારા ભંગાર થઈ ગયેલ સાયકલનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો પરંતુ જાડી ચામડીના મેયર દ્વારા કોઈપણ પ્રકારનો એક્શન લેવામાં આવ્યું ન હતું. શહેરના નાગરિકો હવે આ પ્રોજેક્ટના વ્યવસ્થાપન પર સવાલ ઉઠાવી રહ્યા છે. જનતાના ટેક્સની કરોડોની રકમ કેવી રીતે બરબાદ થઈ અને આ નિષ્ફળતામાં કઈ જમ્મેદારીશીલ તકો બાકી રહી તે અંગે જવાબદારી નક્કી કરવી જરૂરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news