Mukesh Ambani:ગૌતમ અદાણી બાદ મુકેશ અંબાણીની ખુરશી પણ ખતરામાં, એશિયામાંથી છીનવાઈ શકે છે બાદશાહત
Reliance Share Price: કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં આ વર્ષે 11.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અત્યારે તે 75.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 12મા નંબરે છે. એશિયાઈ અમીરોની યાદીમાં અંબાણી નંબર વન પર છે. પરંતુ તેમની ખુરશી જોખમમાં છે.
Trending Photos
mukesh ambani company: દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આજે તેજી જોવા મળી રહી છે. પરંતુ લાંબા સમયથી રિલાયન્સના શેર મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ કારણે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં આ વર્ષે 11.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અત્યારે તે 75.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 12મા નંબરે છે. એશિયાઈ અમીરોની યાદીમાં અંબાણી નંબર વન પર છે. પરંતુ તેમની ખુરશી જોખમમાં છે. તેનું કારણ એ છે કે ચીનના ઝોંગ શૈનશૈન (Zhong Shanshan)તેમનાથી બે સ્થાન પાછળ છે. જેઓ વિશ્વમાં 14મા અને એશિયામાં બીજા ક્રમે છે. શૈનશૈનની નેટવર્થમાં આ વર્ષે $26.5 મિલિયનનો વધારો થયો છે. તેમની કુલ સંપત્તિ $67.6 બિલિયન છે. અંબાણી અને શૈનશૈનની નેટવર્થમાં $8.2 બિલિયનનો તફાવત છે.
આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: માત્ર 5 દિવસ બાકી, ત્યારબાદ આ સરકારી નિર્ણયથી જે થશે તે તમારી વિચારી પણ નહીં શકો
આ પણ વાંચો: તમારા બાળકો પણ ટીવીની એકદમ નજીકથી જુએ છે તો રહેજો સાવધાન, બાળકોની આંખોમાં થશે આ રોગ
ઝોંગે ડિસેમ્બર 2020માં એશિયામાં અંબાણીને પાછળ છોડી દીધા હતા. પરંતુ તેમનું શાસન લાંબું ચાલ્યું નહીં. મુકેશ અંબાણીએ થોડા જ દિવસોમાં તેમને પછાડી દીધા હતા. ચીનની બહાર ભાગ્યે જ કોઈ તેમને ઓળખે છે. એપ્રિલ 2020 માં Beijing Wantai Biological Pharmacy Enterprise Co.ને પબ્લીકલી જાહેર કરવામાં આવી હતી. આ પછી થોડા મહિનાઓ માં બોટલબંધ પાણી બનાવતી તેમની કંપની Nongfu Spring Co.નું હોંગકોંગમાં જોરશોરથી લિસ્ટિંગ થયું હતું. આ બંને શેરોમાં અનેક ગણો વધારો થયો છે. આ કારણે ઝોંગની નેટવર્થમાં ઉછાળો આવ્યો છે. હાલમાં તે ચીનના અમીરોની યાદીમાં પ્રથમ અને એશિયાના અમીરોની યાદીમાં બીજા સ્થાને છે. ભારતના ગૌતમ અદાણી એશિયામાં ત્રીજા અને વિશ્વમાં 21મા ક્રમે છે. તેમની નેટવર્થમાં આ વર્ષે રેકોર્ડ $60.7 બિલિયનનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: 6 એપ્રિલથી બનશે ખૂબ જ શુભ માલવ્ય યોગ, આ રાશિના લોકો પર ધન અને પ્રેમનો વરસાદ થશે!
આ પણ વાંચો: Pension Scheme: પરીણિતોને ફાયદો જ ફાયદો, મોદી સરકાર આપી રહી છે પૂરા 51,000!
આ પણ વાંચો: Teacher's Village: આ છે શિક્ષકોનું ગામ, 600 ઘરોના આ ગામમાંથી બન્યા 300થી વધુ શિક્ષકો
કોની કમાણી છે સૌથી વધારે
આ વર્ષે વિશ્વના ટોચના 10 અમીરોમાંથી માત્ર વોરેન બફેટની (Warren Buffett) જ સંપત્તિમાં ઘટાડો થયો છે. બાકીના બધા અમીરો બંને હાથે કમાયા છે. ટેસ્લાના (Tesla)સીઈઓ ઈલોન મસ્ક (Elon Musk)કમાણીના મામલામાં નંબર વન પર છે. આ વર્ષે તેની કુલ સંપત્તિમાં 38.8 બિલિયન ડોલરનો વધારો થયો છે અને તે 176 બિલિયન ડોલર સાથે વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબરે છે. પ્રથમ ક્રમે રહેલા ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટે (Bernard Arnault) $26.8 બિલિયનની કમાણી કરી છે. તેમની કુલ સંપત્તિ $189 બિલિયન છે. મેટા (અગાઉ ફેસબુક)ના CEO માર્ક ઝકરબર્ગની (Mark Zuckerberg) નેટવર્થમાં આ વર્ષે $30.2 બિલિયનનો વધારો થયો છે.
આ પણ વાંચો: વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
આ પણ વાંચો: તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ
આ પણ વાંચો: ભારતની પુત્રીએ બનાવી જોરદાર મોબાઇલ એપ, કેમેરા સામે આંખ બતાવતાં જ જણાવી દેશે બિમારી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે