ભારતમાં મળશે દુનિયાનું સૌથી સ્વચ્છ પેટ્રોલ અને ડીઝલ
ભારત બુધવારે તે દેશોમાં સામેલ થયું છે જે દેશો દુનિયાનું સૌથી સ્વચ્છ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરે છે. દેશની આઇલ કંપનીઓએ બુધવારથી કિંમતમાં કોઈ વધારો અને સેવાઓમાં કોઈ અડચણ વિના યુરો-6 સ્ટાન્ડર્ડ પેટ્રોલ અને ડીઝલની સપ્લાય શરૂ કર્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત બુધવારે તે દેશોમાં સામેલ થયું છે જે દેશો દુનિયાનું સૌથી સ્વચ્છ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરે છે. દેશની આઇલ કંપનીઓએ બુધવારથી કિંમતમાં કોઈ વધારો અને સેવાઓમાં કોઈ અડચણ વિના યુરો-6 સ્ટાન્ડર્ડ પેટ્રોલ અને ડીઝલની સપ્લાય શરૂ કર્યું છે.
આ ઉચ્ચ શ્રેણીના ઈંધણના સ્પલાયથી દેશમાં ખાસ કરીને મહાનગરોમાં વાહનોના પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળશે.
ભારત હવે સ્ટેજ-4 ગ્રેડના ઈંધણના સ્થાન પર સીધું ભારતને સ્ટેજ-6ના ગ્રેડનું ઈંધણ પ્રાપ્ત થશે. આ યૂરો-6 ગ્રેડના ઈંધણ સમાન છે. તેનાથી ભાવમાં એક રૂપિયા લીટરની વૃદ્ધિ થવી જોઇતી હતી, પરંતુ આઇલ કંપનીઓએ ભાવ વધાર્યા વગર આ સ્વચ્છ ઈંધણ આપવાનું શરૂ કર્યું છે. ભાવ વધારાના આંતરરષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 17 વર્ષના નિચલા સ્તર સુધી પહોચ્યાં છે, તેમાં સમાયોજિત કરવામાં આવશે.
પેટ્રોલિયમ ઉત્પાદોનું સ્પલાય કરનારી દેશની સૌથી મોટી કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ચેરમને સંજીવ સિંહે કહ્યું કે, આજે આપણે બીએસ-6 પેટ્રોલ, ડીઝલને સ્પલાય કરી રહ્યાં છે. દેશમાં અમારા તમામ 68700 પેટ્રોલ પંપ પર આજથી સ્વચ્છ ઈંધણનું વેચાણ ચાલુ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ બદલાવના કારણે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ગત એક સપ્તાથી વધારે સમયથી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યા નથી. પહેલા તેમણે સરકાર દ્વારા ઉત્પાદન શુલ્કમાં કરવામાં આવેલા 3 રૂપિયા પ્રતિ લિટરના વધારાને સમાયોજિત કર્યો અને હવે કંપનીઓ બીએસ-6 ઈધણના ભાવને સમાયોજિત કરી રહી છે. દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં છેલ્લે 16 માર્ચે ફેરફાર થયા હતા. દિલ્હીમાં ત્યારથી એક લિટર પેટ્રોલનો ભાવ 69.59 રૂપિયા અને ડીઝલનો ભાવ 62.29 રુપિયા પ્રતિ લિટર છે.
સિંહએ કહ્યું કે, બીએસ-4થી સીધા બીએસ-6 સ્ટાન્ડર્ડમાં જવાનું કામ માત્ર ત્રણ વર્ષમાં કર્યું છે. દુનિયાની કોઇ પણ મોટી અર્થવ્યવસ્થા આ કામ કરી શકી નથી. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના અધિકારીએ પણ કહ્યું કે, કંપનીએ બીએસ-6 સ્ટાન્ડર્ડના ઈંધણનું સ્પલાય શરૂ કરી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે