YES બેંક કેસ: રાણા કપૂરની લંડન સ્થિત 127 કરોડ રૂપિયાની સંપત્તિ ED એ કરી જપ્ત
ઇડીએ યસ બેંકના સહ-પ્રવર્તક રાણા કપૂર (Rana Kapoor)નો લંડન (London) માં 127 કરોડ રૂપિયા મૂલ્યનો ફ્લેટ કુર્ક કર્યો છે. ઇડીએ શુક્રવારે કહ્યું કે કપૂર અને અન્ય વિરૂદ્ધ મની લોન્ડ્રીંગ (Money Laundering) તપાસના મુદ્દે ફ્લેટને કુર્ક કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ઇડીએ યસ બેંકના સહ-પ્રવર્તક રાણા કપૂર (Rana Kapoor)નો લંડન (London) માં 127 કરોડ રૂપિયા મૂલ્યનો ફ્લેટ કુર્ક કર્યો છે. ઇડીએ શુક્રવારે કહ્યું કે કપૂર અને અન્ય વિરૂદ્ધ મની લોન્ડ્રીંગ (Money Laundering) તપાસના મુદ્દે ફ્લેટને કુર્ક કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ મની લોન્ડ્રિંગ નિરોધક કાનૂન (પીએમએલએ) હેઠળ 77 સાઉથ આડલે સ્ટ્રીટ સ્થિત એપાર્ટમેન્ટની કુર્કી માટે અસ્થાઇ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ઇડીના નિવેદનમાં કહ્યું કે 'ફ્લેટની બજાર કિંમત 1.35 કરોડ પાઉન્ડ (લગભગ 127 કરોડ રૂપિયા) છે. રાણા કપૂરએ 2017 માં ડીઓઆઇટી ક્રિએશન્સ જર્સી લિ.કે નામ પર 99 લાખ પાઉન્ડ (લગભગ 93 કરોડ રૂપિયા)માં આ ફ્લેટ ખરીદ્યો હતો. તે પોતે ફ્લેટનો માલિક છે.
તપાસ એજન્સી અનુસાર તેને વિશ્વાસમાત્ર સૂત્ર પાસેથી જાણકારી મળી હતી કે કપૂર લંડનના ફ્લેટને વેચવા માંગે છે અને તેમણે એક પ્રતિષ્ઠિત સંપત્તિ પરામદર્શદાતાને તેના માટે રાખી હતી. ઇડીના અનુસાર બીજા સ્રોતો સાથે પૂછપરછથી ખબર પડી કે સંપત્તિ ઘણી વેબસાઇટ પર વેચાણ માટે રાખવામાં આવી હતી. પ્રક્રિયા હેઠળ એજન્સી કુર્કી આદેશના ક્રિયાન્વયનને લઇને હવે બ્રિટનની સમકક્ષ તપાસ એકમ સાથે સંપર્ક કરશે અને જાહેરાત કરશે કે સંપત્તિ ખરીદી અથવા વેચી શકાય નહી કારણ કે તેને પીએમએલએની કલમ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પહેલાં ઇડી પીએમએએલએ હેઠળ અન્ય તપાસ કેસમા6 અમેરિકા, દુબઇ અને ઓસ્ટ્રેલિયામાં આ રીતે સંપત્તિ કુર્ક કરી ચૂકી છે. ઇડીએ સીબીઆઇની પ્રાથમિકીને જોયા બાદ કપૂર, તેમના પરિવારના અન્ય સભ્યો અને અન્ય વિરૂદ્ધ પીએમએલએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સીબીઆઇની પ્રાથમિકીમાં આરોપ લગાવ્યો હતો કે યસ બેંકના નિયમોનું ઉલ્લંઘન કરી કરોડ રૂપિયાની લોન વિભિન્ન એકમોને આપવામાં આવી અને બદલામાં કથિત રીતે લાંચ કપૂર પરિવારને આપવામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે