નોકરી-ધંધાની ચિંતા છોડો! આ રીતે YouTube Shortsથી દર મહિને કરો લાખોની કમાણી!

YouTube Shorts ફીચર સપ્ટેમ્બર 2020માં લોન્ચ થયું હતું. અને બે વર્ષ કરતાં પણ ઓછા સમયમાં આ ફીચરે 5 ટ્રિલિયન વ્યૂઝનો માર્ક પાર કરી લીધો છે. YouTube Shorts ક્રિએટર્સ અનેક રીતે પૈસા કમાઈ શકો છો.

નોકરી-ધંધાની ચિંતા છોડો! આ રીતે YouTube Shortsથી દર મહિને કરો લાખોની કમાણી!

 

નવી દિલ્લી: YouTube Shorts ફીચર સપ્ટેમ્બર 2020માં લોન્ચ થયું હતું. અને બે વર્ષ કરતાં પણ ઓછા સમયમાં આ ફીચરે 5 ટ્રિલિયન વ્યૂઝનો માર્ક પાર કરી લીધો છે. YouTube Shorts ક્રિએટર્સ અનેક રીતે પૈસા કમાઈ શકો છો. ત્યારે તેના પર કેટલાંક નવા ફીચર્સ પણ આવવાના છે. આવો જાણીએ કે તમે કેવી રીતે YouTube Shortsથી પૈસા કમાઈ શકો છો.

યૂ-ટ્યુબ શોર્ટ્સ ફંડ તરીકે કંપનીએ 10 કરોડ ડોલરનું ફંડ વાર્ષિક 2021-22 માટે જોડ્યું છે. કોઈપણ આ ફંડનો હિસ્સો બનીને પૈસા કમાઈ શકો છો. તેના માટે તમારે માત્ર યૂનિક શોર્ટ્સ બનાવવા પડશે, જે યુ-ટ્યુબ પર કમ્યુનિટીને પસંદ આવે.

શોર્ટ્સ ક્રિએટર્સ કરી શકે છે સંપર્ક:
યૂ-ટ્યુબે પોતાના બ્લોગમાં જણાવ્યું કે તે દર મહિને તે શોર્ટ્સ ક્રિએટર્સનો સંપર્ક કરી શકો છો. જેના કન્ટેન્ટ પર વધારે વ્યૂઝ અને એન્ગેજમેન્ટ આવે છે. શોર્ટ ફંડ માત્ર યૂ-ટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ અંતર્ગત મળતું નથી. પરંતુ દરેક ક્રિએટ જે કંપનીની ગાઈડલાઈનને ફોલો કરતાં શોર્ટ્સ બનાવે છે અને પૈસા કમાઈ શકે છે.

કંપનીની ગાઈડલાઈન ફોલો કરો અને પૈસા કમાઓ:
યૂ-ટ્યુબ શોર્ટ્સમાંથી પૈસા કમાવવા માટે તમારે કંપનીની ગાઈડલાઈન ફોલો કરવી પડશે. જો તમારી ઉંમર 13થી 18 વર્ષની વચ્ચે છે તો તમારી પાસે પેરેન્ટ્સ કે ગાર્ડિયન ટર્મ હોવી જોઈએ. તે ઉપરાંત તમારા પેમેન્ટ માટે એડસેન્સ એકાઉન્ટ સેટઅપ કરવાનું હોય છે. સાથે જ છેલ્લાં 180 દિવસમાં ક્રિએટરે ઓછામાં ઓછો એક એલિજિબલ શોર્ટ અપલોડ કરવામાં આવ્યો હોય.

કંપનીએ 10 કરોડ ડોલરનું ફંડ જોડ્યું:
યૂ-ટ્યુબના સીઈઓ Susan Wojcickiએ મંગળવારે યૂ-ટ્યુબ શોર્ટ્સ પર 5 ટ્રિલિયન વ્યૂઝ થવાની જાણકારી આપી છે. ગયા વર્ષે યૂ-ટ્યુબ શોર્ટ્સ ક્રિએટર્સને પ્રોત્સાહન આપવા માટે કંપનીએ 10 કરોડ ડોલરનું ફંડ જોડ્યું છે. ઓગસ્ટ 2021માં સૌથી સારું પરફોર્મ કરનારા યૂ-ટ્યુબ શોર્ટ્સ ક્રિએટરને 10 હજાર ડોલર એટલે કે 7,48,710 રૂપિયા સુધી દર મહિને મળે છે.

યૂ-ટ્યુબ નવા ફીચર્સ પર કરી રહ્યું છે કામ:
પોતાના મેસેજમાં સુસાને જણાવ્યું કે 40 ટકાથી વધારે ક્રિએટર્સ જેને આ ફંડમાંથી પૈસા મળી રહ્યા છે. તે યૂ-ટ્યુબ પાર્ટનર પ્રોગ્રામનો ભાગ નથી. આ એક લોન્ગ રનિંગ મોનેટાઈઝેશન મોડલ છે. જે યૂ-ટ્યુબ શોર્ટ્સથી અલગ છે. એટલે યૂ-ટ્યુબ શોર્ટ્સ ક્રિએટર્સનો એક નવો બેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. યૂ-ટ્યુબ નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે, જે ફ્યુચરમાં જોડાઈ જશે.

યૂ-ટ્યુબ પર ઝડપથી જોડાશે રિમીક્સનું ફીચર:
કંપની લાઈવ શોપિંગ, બ્રાન્ડ કનેક્ટ દ્વારા બ્રાન્ડેડ કન્ટેન્ટ ડીલ જેવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. તે ઉપરાંત કંપનીના મેસેજથી માહિતી મળી છે કે આ પ્લેટફોર્મ પર ક્રિએટર્સને NFT જેવી ટેકનોલોજી દ્વારા પણ પૈસા કમાવવાની તક આપશે. સાથે જ યૂ-ટ્યુબ પર રિમીક્સનું ફીચર પણ ઝડપથી જોડાઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news