ZEEL-Invesco Case: બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, ઇન્વેસ્કોની EGM બોલાવવાની માંગ પર પ્રતિબંધ લગાવ્યો
ZEEL-Invesco Case: બોમ્બે HC એ ZEEL ને EGM બોલાવવાની સલાહ આપી હતી. પરંતુ હવે કોર્ટે ઝી એન્ટરટેઈનમેન્ટના પક્ષને મજબૂત માનતા હાલ EGM પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ZEEL-Invesco Case: ઇન્વેસ્કો સાથે ચાલી રહેલ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી ઝી એન્ટરટેઈનમેન્ટ માટે સારા સમાચાર આવ્યા છે. કોર્ટે ઇન્વેસ્કોની માંગને નકારતા હાલ EGM-Extraordinary General Meeting પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇન્વેસ્કો સતત EGM બોલાવવાની જીદ કરી રહ્યું હતું. પરંતુ ઝી એન્ટરટેઈનમેન્ટે EGM બોલાવવાની માંગને કોર્ટમાં પડકારી હતી. તેને ગેરકાયદેસર ગણાવી હતી. બોમ્બે હાઈકોર્ટે મામલાની સુનાવણી કરતા હાલ ઝી એન્ટરટેઈનમેન્ટના પક્ષમાં ચુકાદો આપ્યો છે.
21 ઓક્ટોબરે આપી હતી સલાહ
આ પહેલા બોમ્બે હાઈકોર્ટે ઝી બોર્ડને એક્સ્ટ્રાઓર્ડનરી જનરલ મીટિંગ બોલાવવાની સલાહ આપી હતી. 21 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટે આ મામલામાં સુનાવણી કરતા ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ (Zee Entertainment Enterprises) ને EGM બોલાવવામાં કહ્યું હતું. પરંતુ કોર્ટે તે પણ કહ્યું હતું કે ઈજીએમમાં પસાર પ્રસ્તાવને ત્યાં સુધી સુરક્ષિત રાખવો જોઈએ જ્યાં સુધી નિર્ણય ન આવી જાય કે EGM બોલાવવાની માંગ કાયદેસર છે કે નહીં. હવે કોર્ટે તેના પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચો- એક દિવસમાં 1923 અરબ રૂપિયા વધી Teslaના CEO એલન મસ્કની સંપત્તિ, આટલું ધનિક આજ સુધી કોઈ નથી
ZEEL પર કંટ્રોલને લઈને જીદ કરી રહ્યુ છે ઇન્વેસ્કો
મહત્વનું છે કે ઇન્વેસ્કો ZEEL પર કંટ્રોલને લઈને જીદ કરી રહ્યું છે. ઇન્વેસ્કોએ ઝીલને રિલાયન્સ ગ્રુપની સાથે સોદો કરવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શેરહોલ્ડર્સના હિતોને ધ્યાનમાં રાખતા ઝીએ સોદો કરવાનો ઇનકાર કરી દીધો હતો. હકીકતમાં જે રિલાયન્સની કંપનીઓનો ઝીની સાથે વિલય કરવાની વાત રાખવામાં આવી હતી, તેની વેલ્યૂએશનને આશરે 10 હજાર કરોડ રૂપિયા વધારીને દેખાડવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે