એક જાહેરાત અને એક દિવસમાં 1923 અરબ રૂપિયા વધી Teslaના CEO એલન મસ્કની સંપત્તિ

સોમવારે ટેસ્લાના શેરમાં આવેલા ઉછાળાને કારણે પ્રથમ વખત કંપનીનું વેલ્યૂએશન એક ટ્રિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ ડોલર (લગભગ 75 લાખ કરોડ રૂપિયા)ને પાર કરી ગયું. 

Updated By: Oct 26, 2021, 01:57 PM IST
એક જાહેરાત અને એક દિવસમાં 1923 અરબ રૂપિયા વધી Teslaના CEO એલન મસ્કની સંપત્તિ
ફાઈલ ફોટો

ઝી ન્યૂઝ/ બ્યુરો: અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર કંપની Tesla ના CEO Elon Musk (Tesla CEO Elon Musk personal fortune)ની સંપત્તિમાં એક જ દિવસમાં 25.6 બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 19.23 ટ્રિલિયન (1923000000000 રૂપિયા)નો વધારો થયો છે.

સોમવારે ટેસ્લાના શેરમાં આવેલા ઉછાળાને કારણે પ્રથમ વખત કંપનીનું વેલ્યૂએશન એક ટ્રિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ ડોલર (લગભગ 75 લાખ કરોડ રૂપિયા)ને પાર કરી ગયું. આવું ત્યારે થયું જ્યારે કાર ભાડે આપતી કંપની હર્ટ્ઝ (Hertz Global Holdings)એ ટેસ્લા પાસેથી એક લાખ ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવાની જાહેરાત કરી.

70900000000 રૂપિયા = IPLની એક ટીમ, જાણો આટલા રૂપિયામાં તો દેશમાં શું શું થઈ શકે છે

આ સોદાથી ટેસ્લાના શેરના ભાવ આસમાને પહોંચ્યા અને કંપનીએ પ્રથમ વખત $1 ટ્રિલિયનનો આંકડો પાર કર્યો.

આટલું ધનિક તો કોઈ નથી 
Forbes મેગેઝિનના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સોમવારે યુએસ શેરબજાર બંધ થવાના સમયે મસ્કની કુલ સંપત્તિ શુક્રવાર સાંજથી 11.4 ટકા વધી 255.2 અરબ ડોલર હતી, આટલી સંપત્તિ કદાચ આજ સુધી કોઈ વ્યક્તિ પાસે રહી નથી. શેરબજારના એક જ ટ્રેડિંગ સેશનમાં તેમની સંપત્તિમાં 25.6 અરબ ડોલરનો વધારો થયો છે.

'પાટીલ સાહેબ પાસે પાલિકાએ કરેલી કામગીરીના આંકડા નહી હોય, વડોદરાએ સૌથી વધુ ઢોર પકડ્યા'

જેફ બેઝોસ ઘણા પાછળ પડ્યા
આ યાદી અનુસાર જેફ બેઝોસ વિશ્વના સૌથી અમીર લોકોના મામલે 193.3 અરબ ડોલરની સાથે તેમનાથી ઘણા પાછળ છે. એક નિવેદનમાં કંપનીએ કહ્યું કે 2022ના અંત સુધીમાં એક લાખ ટેસ્લા કારની ખરીદી પૂર્ણ થઈ જશે. મોટાભાગના મોડલ 3 નાની કાર હશે. કંપની ચાર્જિંગ સ્ટેશનનું પોતાનું નેટવર્ક બનાવશે કારણ કે તે યુ.એસ.માં ભાડે EVનું સૌથી મોટું નેટવર્ક બનાવવા માંગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube