19 વર્ષીય યુવકને એક આઈડિયા આવ્યો અને બની ગયો 4300 કરોડનો માલિક! What An Idea Sirji!

પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણવું એ લોકોનું સપનું હોય છે, પરંતુ બાળપણના મિત્રો આદિત પાલિચા અને કૈવલ્ય વોહરાને કંઈક અલગ કરવાનું સપનું હતું.

19 વર્ષીય યુવકને એક આઈડિયા આવ્યો અને બની ગયો 4300 કરોડનો માલિક! What An Idea Sirji!

નવી દિલ્હીઃ પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણવું એ લોકોનું સપનું હોય છે, પરંતુ બાળપણના મિત્રો આદિત પાલિચા અને કૈવલ્ય વોહરાને કંઈક અલગ કરવાનું સપનું હતું. માત્ર 19 વર્ષના આદિત પાલિચાએ પોતાનું સ્વપ્ન પૂરું કરવા માટે સ્ટેનફોર્ડનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને કૈવલ્ય સાથે બિઝનેસ લાઈનમાં જોડાયો. બંનેને આ માર્ગ પર સફળતા મળી અને તેમની સ્ટાર્ટઅપ કંપની Zeptoની શરૂઆત કરી. Zepto ઈન્સ્ટન્ટ ગ્રોસરીની ડિલીવરી માટેની એપ છે. આ કંપની માત્ર 5 મહિનામાં 4300 કરોડ રૂપિયાની કંપની બની ગઈ છે.

દોઢ મહિનામાં 2 ગણી થઈ વેલ્યુ-
Zeptoને તાજા ફંડિંગ રાઉન્ડમાં 570 મિલિયન ડોલર એટલે કે આશરે 4,300 કરોડ રૂપિયાની વેલ્યુએશન મળી છે. ઝેપ્ટોને આ રાઉન્ડમાં વાય કોમ્બીનેટરના નેતૃત્વમાં 100 મિલિયન ડોલરનું ભંડોળ પ્રાપ્ત થયું છે. માત્ર દોઢ મહિના પહેલા જ ઝેપ્ટોની કિંમત 225 મિલિયન ડોલર આંકવામાં આવી હતી. ત્યારબાદ સ્ટાર્ટઅપને 60 મિલિયન ડોલરનું ફંડિંગ મળ્યું હતું.

આ ઈન્વેસ્ટરોને Zepto પર છે ભરોસો-
તાજેતરના રાઉન્ડમાં, ઝેપ્ટોએ વાય કોમ્બીનેટરના સાતત્ય ભંડોળ તેમજ ગ્લેડ બ્રુક કેપિટલ પાર્ટનર્સ, નેક્સસ વેન્ચર્સ પાર્ટનર્સ, બ્રેયર કેપિટલ અને સિલિકોન વેલી રોકાણકાર લેચી ગ્રૂમ પાસેથી રોકાણ મેળવ્યું છે. વાય કોમ્બીનેટર, ગ્લેડ બ્રુક કેપિટલ, નેક્સસ વેન્ચર્સ, ગ્લોબલ ફાઉન્ડર્સ અને લેચે ગ્રૂમ જેવા રોકાણકારો ઝેપ્ટોમાં પહેલેથી જ રોકાણ કરી ચૂક્યા છે.

10 મિનિટમાં ડિલીવરી કરે છે કંપની-
આ કંપની 10 મિનિટમાં ગ્રોસરીની ડિલીવરી કરવાનો દાવો કરે છે. Zepto આ વર્ષે મુંબઈથી કામ કરવાનું શરૂ કર્યું અને હાલમાં તે બેંગ્લોર, દિલ્હી, ગુરુગ્રામ, ચેન્નાઈમાં પણ સેવા આપે છે. કંપની આગામી સમયમાં હૈદરાબાદ, પુણે, કોલકાતા જેવા શહેરોમાં કામગીરી શરૂ કરવા જઈ રહી છે. કંપની પાસે હાલમાં 100 માઈક્રો વેરહાઉસ છે. હાલમાં, Zepto તાજા પ્રોડક્ટસ, રાશનની વસ્તુઓ, નાસ્તો, પર્સનલ કેર જેવા સેગમેન્ટમાં 2500થી વધુ વસ્તુઓની ડિલીવરી કરી રહે છે.

આ કંપની સાથે છે મુકાબલો-
ઈન્સ્ટન્ટ ડિલીવરી માર્કેટમાં, ઝેપ્ટો ગ્રોફર્સ અને ડુંઝો જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરે છે. ગ્રોફર્સે તાજેતરમાં બ્રાન્ડનું નામ બદલીને બ્લિંકિટ કર્યું છે. હવે આ કંપની ઓર્ડર મળ્યાની થોડીવારમાં ડિલિવરી પણ કરી રહી છે. તેને સોફ્ટબેંક તરફથી રોકાણ મળ્યું છે. Google સપોર્ટેડ Dunzo ઈન્સ્ટન્ટ ડિલીવરી સેગમેન્ટમાં પણ કામ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news