ગુરૂવારે મોંઘુ થયું સોનું, ચાંદીની કિંમતમાં આવી ચમક, જાણો નવો રેટ

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ- કોમેક્સમાં ગુરૂવારે સોનીની કિંમતોમાં તેજીની સાથે 1807 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર થયો. 

ગુરૂવારે મોંઘુ થયું સોનું, ચાંદીની કિંમતમાં આવી ચમક, જાણો નવો રેટ

નવી દિલ્હીઃ એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, મજબૂત આંતરરાષ્ટ્રીય કીંમતી ધાતુની કિંમતોને અનુરૂપ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનાની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં ગુરૂવારે સોનાની કિંમત 140 રૂપિયા વધીને 47,268 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તેનાથી પાછલા કારોબારમાં સોનું 47,128 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતં. ગુરૂવારે સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 290 રૂપિયાની તેજીની સાથે 61099 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે, જે પાછલા કારોબારમાં 60,809 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધારા સાથે 1807 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી સપાટ રહીને 22.87 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહી હતી. 

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ- કોમેક્સમાં ગુરૂવારે સોનીની કિંમતોમાં તેજીની સાથે 1807 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર થયો. નબળા ડોલરથી સોનાની કિંમતોમાં તેજી આવી અને ક્રિસમસની રજા પહેલા અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો છે. 

સોનીની વાયદા કિંમત
મજબૂત હાજર માંગ વચ્ચે સટોરિયાઓએ તાજા સોદાની ખરીદી કરી જેથી વાયદા કારોબારમાં ગુરૂવારે સોનું 16 રૂપિયાની તેજીની સાથે 48125 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ફેબ્રુઆરી ડિલિવરી માટે સોનાનો કરાર 16 રૂપિયાની તેજીની સાથે 48215 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો, જેમાં 8797 લોટનો કારોબાર થયો હતો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 0.31 ટકાની તેજીની સાથે 1,807.80 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો હતો. 

ચાંદીનો વાયદા ભાવ
વાયદા કારોબારમાં ગુરૂવારે ચાંદીની કિંમત 152 રૂપિયાની તેજીની સાથે 62340 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ, કારણ કે સટોરિયાઓએ મજબૂત હાજર માંગ પર પોતાનો દાવ લગાવ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીના માર્ચ ડિલિવરીના કરારમાં 152 રૂપિયાની તેજી સાથે 62,340 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર 10819 લોટનો કારોબાર તયો હતો. હજાર વિશ્લેષકોનું કહેવું છે કે ચાંદીની કિંમતોમાં તેજીનું મુખ્ય કારણ સકારાત્મક ઘરેલૂ વલણ વચ્ચે સટોરિયાઓ દ્વારા તાજા સોદાની લિવાલી કરવાનું હતું. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી 0.33 ટકાની તેજીની સાથે 22.90 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news