Sholayના 45 વર્ષ પૂર્ણ: વાંચો ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રોમાંચક વાતો
Trending Photos
નવી દિલ્હી: ફિલ્મ નિર્દેશક રમેશ સિપ્પી (Ramesh Sippy)ની શોલે (Sholay) આજના જ દિવસે 45 વર્ષ પહેલા 1975માં થિયેટરોમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની, જયા બચ્ચન, અમઝદ ખાન અને સંજીવ કુમાર જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં હતા. બોલિવુડની આ એક એવી ફિલ્મ છે, જેને આજે પણ લોકો જોવાની પસંદ કરે છે. આ ફિલ્મના સોન્ગ અને તેના ડાયલોગ્સ લોકોની વચ્ચે આજે પણ ઘાણા જાણીતા છે. તો આવો, ફિલ્મ શોલેના 45 વર્ષ પૂરા થવા પર તમને જણાવીએ ફિલ્મથી જોડાયેલી કેટલીક રોમાંચક વાતો...
વીરૂ નહીં ઠાકુર બનવા ઇચ્છતા હતા ધર્મેન્દર
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ શોલેમાં ધર્મેન્દ્ર શરૂઆતમાં ઠાકુરનો રોલ કરવા ઇચ્છતા હતા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે અંતમાં વીરૂને જ છોકરી મળે છે, તો તેઓ આ રોલ કરવા માટે તૈયાર થયા હતા.
ફિલ્મ માટે અમિતાભ ન હતા પ્રથમ પસંદ
તમને આ જાણીને આશ્ચર્ય થશે, પરંતુ એ વાત સાચી છે કે ફિલ્મ 'શોલે'માં 'જય'નું યાદગાર પાત્ર ભજવનારા અમિતાભ બચ્ચન આ ફિલ્મ માટે પહેલી પસંદ નહોતા. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર સાથે આ મિત્રતા શત્રુઘ્ન સિંહાને ભૂમિકા ભજવવાની હતી, પરંતુ બાદમાં આ ભૂમિકા અમિતાભ બચ્ચનને આપવામાં આવી.
આ થિયેટરમાં આ 5 વર્ષ સુધી ચાલી હતી ફિલ્મ
ફિલ્મ 'શોલે' પહેલી ભારતીય ફિલ્મ હતી. જેણે ભારતના 100થી વધુ સિનેમાઘરોમાં સિલ્વર જ્યુબિલી (25 અઠવાડિયા)ની ઉજવણી કરી હતી. મુંબઈના મીનર્વા સિનેમામાં આ ફિલ્મ સંપૂર્ણ 5 વર્ષ સુધી ચાલી હતી.
ફિલ્મને મળ્યો હતો માત્ર એક એવોર્ડ
જ્યાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યો હતો અને આજે પણ આ ક્લાસિક સિનેમા માનવામાં આવે છે. આ ફિલ્મફેર એવોર્ડ્સમાં આ ફિલ્મને માત્ર એક જ એવોર્ડ મળ્યો હતો અને તે પણ મળ્યો હતો માત્ર એડિટિંગ માટે.
રામગઢમાં નહીં અહી થયું હતું ફિલ્મનું શૂટિંગ
ફિલ્મ શોલેનું શૂટિંગ રામનગરમાં થયું હતું. જે બેંગલુરૂથી 50 કિલોમીટર દુર છે. ત્યાંના પર્વતોને આજે પણ શોલેની ચટ્ટાન કહેવામાં આવે છે.
માત્ર આ એક ડાયલોગથી છવાયો હતો 'સાંબા'
આ ફિલ્મમાં સાંબાનો રોલ નિભાવનાર એક્ટર મેક મોહનને આ આખી ફિલ્મમાં બસ એક જ ડાયલોગ હતો 'પૂરે પચાસ હજાર', પરંતુ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા બાદ પણ લોકો તેમને સાંબાના નામથી જ ઓળખે છે. 10 મે 2010ના મેક મોહનનું નિધન થયું હતું. તેમણે કેન્સર હતું અને લાંબા સમયની સારવાર બાદ તેમનું નિધન થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે