Video: Aamir Khan ના આવા પણ હતા દિવસો, જ્યારે ફરી ફરીને ચોંટાડતા હતા પોતાની ફિલ્મના પોસ્ટર

આમિર ખાન (Aamir Khan) ને મોટો બ્રેક મળ્યો હતો 1988 માં રિલીઝ થયેલી ફિલ્મ 'કયામત સે કયામત તક' (Qayamat Se Qayamat Tak) દ્વારા. ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં  હતા અને જૂહી ચાવલા (Juhi Chawla)ને ફીમેલ લીડ રોલ પ્લે કરવાનો હતો. 

Video: Aamir Khan ના આવા પણ હતા દિવસો, જ્યારે ફરી ફરીને ચોંટાડતા હતા પોતાની ફિલ્મના પોસ્ટર

નવી દિલ્હી: મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા બોલીવુડ સુપરસ્ટાર (Aamir Khan) આજે કોઇ પરિચયના મોહતાઝ નથી. પરંતુ હંમેશા એવું હોતું નથી. તેમણે પણ એક નાના કલાકાત તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જેને તે સમયે ખૂબ ઓછા લોકો જાણતા હતા. સોશિયલ મીડિયા પર પર એક વીડિયોમાં તમે સ્પષ્ટ આમિર ખાન (Aamir Khan) ને રોડ પર ફરી ફરીને ઓટો રિક્શા પર પોતાની ફિલ્મોના પોસ્ટર લગાવતા જોઇ શકો છો. 

કેવી રીતે થઇ હતી કેરિયરની શરૂઆત
આમિર (Aamir Khan) એ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી વર્ષ 1973માં રિલીઝ થયેલી ફિલ્મ 'યાદો કી બારાત' (Yaadon Ki Baaraat) થી. ત્યારબાદ તે ફિલ્મ મદહોશ અને હોલીમાં જોવા મળ્યા હતા. પરંતુ ખરેખર આમિર ખાન (Aamir Khan) ને મોટો બ્રેક મળ્યો હતો 1988 માં રિલીઝ થયેલી ફિલ્મ 'કયામત સે કયામત તક' (Qayamat Se Qayamat Tak) દ્વારા. ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં  હતા અને જૂહી ચાવલા (Juhi Chawla)ને ફીમેલ લીડ રોલ પ્લે કરવાનો હતો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sudarshan (@notwhyral)

રસ્તા પર ફરતા હતા આમિર ખાન
વિલિયમ શેક્સપિયરના રોમિયો જૂલિયટથી પ્રેરિત આ ફિલ્મને હિટ કરાવવા માટે આમિર ખાન (Aamir Khan) એ ભરપૂર પ્રયત્નો કર્યા હતા. તે પ્રયત્ન સફળ પણ રહ્યા. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે આમિર ખાન (Aamir Khan) પોતાના કો-સ્ટાર રાજ જુત્થી સાથે રસ્તા પર ફરી ફરીને ઓટો રિક્શા પર પોસ્ટ ચોંટાડી રહ્યા છે. 

આમિરને ઓળખતા ન હતા ફેન્સ
વીડિયોમાં આમિર ખાન જણાવી રહ્યા છે કે તે ઓટો અને ટેક્સીઓને રોકીને તેમને કહેતા હતા કે આ એક ફિલ્મ આવી રહી છે કયામત સે કયામત તક અને તેનું પોસ્ટર તે પોતાની ગાડી પર લગાવી દે. ઘણા લોકો માની જતા હતા અને ઘણા લોકો ના પાડી દેતા હતા. કેટલાક લોકો તેમને પૂછતા હતા કે હીરો કોણ છે તો તે કહેતા હતા કે આમિર ખાન (Aamir Khan) હીરો છે. પછી ઓટોવાળા પૂછતા કે આમિર ખાન (Aamir Khan) કોણ છે તો તે કહેતા કે હું જ છું આમિર ખાન. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news