બનેવી Aayush Sharma એ Salman Khan સાથે બાથ ભીડી, જુઓ આ VIDEO

સલમાન ખાન (Salman Khan)એ આયુષ શર્મા (Aayush Sharma)ના ફર્સ્ટ લુકનો એક વીડિયો સાથે શેર કર્યો છે, જે અંતિમ. ધ ફાઇનલ ટ્રૂથ'(Antim: The Final Truth)ના વાઇબ્સ ની ઝલક રજૂ કરે છે.

બનેવી Aayush Sharma એ Salman Khan સાથે બાથ ભીડી, જુઓ આ VIDEO

નવી દિલ્હી: સલમાન ખાન ફિલ્મ્સ (SKF) પ્રોડક્શનની ફિલ્મ 'અંતિમ. ધ ફાઇનલ ટ્રૂથ'(Antim: The Final Truth) સલમાન ખાન (Salman Khan) અને આયુશ શર્મા (Aayush Sharma) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે અને જ્યારથી આયુષે સલમાન ખાનનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. ત્યારથે 'અંતિમ'ની ચારેય તરફ જોરદાર ચર્ચા થઇ રહી છે. 

તો બીજી તરફ હવે સલમાન ખાન (Salman Khan)એ આયુષના ફર્સ્ટ લુકને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો. ફર્સ્ટ લુકમાં સલમાન એક પરીપૂર્ણ સીખ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ફર્સ્ટ લુકમાં સલમાનની બોડી એકદમ દમદાર લાગી રહી છે. આયુષ શર્મા  (Aayush Sharma)એ તેને કેપ્શન આપતાં લખ્યું, 'અંતિમની શરૂઆત'.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aayush Sharma (@aaysharma)

સલમાન ખાન (Salman Khan)એ આયુષ શર્મા (Aayush Sharma)ના ફર્સ્ટ લુકનો એક વીડિયો સાથે શેર કર્યો છે, જે અંતિમ. ધ ફાઇનલ ટ્રૂથ'(Antim: The Final Truth)ના વાઇબ્સ ની ઝલક રજૂ કરે છે. આયુષે આ ગહન ભૂમિકા માટે પ્રભાવશાળી રૂપાંતર કર્યું છે જે દર્શકોને અવાક કરી રહ્યું છે. તેમને આ અવતારમાં પહેલાં ક્યારેય જોયા નથી, આયુષ પહેલાંથી વધુ હોટ અને ફીટ લાગે છે જેથી દર્શકો પ્રભાવિત થઇ રહ્યા છે. 

સલમાન ખાન (Salman Khan)એ પહેલાં શેર કર્યું હતું, હું અંતિમની રાહ જોઇ રહ્યો છું. લોકડાઉનના કારણે એક સારા લાંબાં બ્રેક બાદ સેટ પર પરત જવું સારું રહેશે. દર્શકોને નિશ્વિતરૂપથી આ ફિલ્મ પસંદ આવશે, પહેલાં ક્યારેય જોઇ હોય એવા એક યુનિવર્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.  

અંતિમ. ધ ફાઇનલ ટ્રૂથ'(Antim: The Final Truth) મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત અને સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news