અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ફેક અત્યંત બોલ્ડ Video થયો વાયરલ, અમિતાભે આપ્યું આ રિએક્શન

Rashmika Mandanna Deepfake Video: અભિનેત્રી રશ્મિકા મંદાનાના નામ પર એક બોલ્ડ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયોની સચ્ચાઈ સામે આવી તો તે ફેક નીકળ્યો. 

અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ફેક અત્યંત બોલ્ડ Video થયો વાયરલ, અમિતાભે આપ્યું આ રિએક્શન

Rashmika Mandanna Fake Viral Video : દક્ષિણથી લઈને બોલીવુડ ફિલ્મો સુધીની પોતાની અદાકારીનો જલવો દેખાડનારી રશ્મિકા મંદાના હાલ પોતાની આવનારી ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. આ બધા વચ્ચે રશ્મિકા મંદાનાનો એક  ફેક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને તેના ફેન્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. બીજીબાજુ બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ રશ્મિકાના આ ફેક વાયરલ વીડિયો પર ચિંતા વ્યક્ત કરી છે. 

વાત જાણે એમ છે કે રશ્મિકા મંદાનાનો એક ફેક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખુબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેને જોયા બાદ એકવાર તો ચોક્કસપણે કોઈ તેમના પર ભરોસો કરી લે કે આ રશ્મિકા મંદાનાનો જ વીડિયો છે. જો કે રશ્મિકા મંદાનાના વીડિયોની સચ્ચાઈ સામે આવી છે અને તે ફેક નીકળ્યો છે. આખરે આ મામલો શું છે તે ખાસ જાણો. 

— Amitabh Bachchan (@SrBachchan) November 5, 2023

રશ્મિકાનો ફેક વીડિયો થઈ રહ્યો છે વાયરલ
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાં રશ્મિકા મંદાના ખુબ ખુશ છે અને લિફ્ટમાં ઘૂસતી જોવા મળે છે અને તેણે ખુબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. રશ્મિકા મંદાનાના નામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની સચ્ચાઈ સામે આવી તો તે ફેક નીકળ્યો છે. જર્નલિસ્ટ અને રિસર્ચર અભિષેકે આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો અને તેનો ઓરિજિનલ વીડિયો પણ શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે આ વીડિયોમાં જોવા મળી રહેલી છોકરી બ્રિટિશ ઈન્ડિયન ગર્લ ઝારા પટેલ છે. AI ની ડીપફેક ટેક્નોલોજીથી ઝારા પટેલની જગ્યાએ રશ્મિકા મંદાનાનો ફેસ લગાવી દેવાયો. રશ્મિકાના આ ફેક વાયરલ વીડિયો પર અમિતાભ બચ્ચને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ કાનૂન પ્રમાણે એક મજબૂત કેસ છે. 

— Amitabh Bachchan (@SrBachchan) November 5, 2023

રશ્મિકા મંદાનાની અપકમિંગ ફિલ્મ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર લીડ રોલમાં છે. આ પહેલો એવો મોકો હશે કે જ્યારે રણબીર કપૂર અને રશ્મિકા મંદાના એક સાથે કામ કરતા જોવા મળશે. રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલને સંદીપ રેડ્ડી વાંગાએ ડાયરેક્ટ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news