Video : બર્થડે પર અજય દેવગને ફેન્સને આપી ભેટ, રિલીઝ થયું 'દે દે પ્યાર દે'નું ટ્રેલર

બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણ આજે પોતાનો 50મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. પોતાના આ ખાસ દિવસને અજય દેવગણે પોતાના ફેન્સ સાથે સેલિબ્રેટ કરવા માટે નવી રીત શોધી કાઢી. અજય દેવગણે પોતાના બર્થડેના દિવસે પોતાની ફિલ્મ 'દે દે પ્યાર દે'નું ટ્રેલર રિલીઝ કર્યું છે ફેન્સ માટે કોઇ ગિફ્ટથી ઓછું નથી. ફિલ્મનું ટ્રેલર જોઇને લાગી રહ્યું છે કે એક કલ્ટ કોમેડી થવાની છે. અજય દેવગણ ઉપરાંત ફિલ્મમાં રકુલપ્રીત પણ જોવા મળશે. 
Video : બર્થડે પર અજય દેવગને ફેન્સને આપી ભેટ, રિલીઝ થયું 'દે દે પ્યાર દે'નું ટ્રેલર

નવી દિલ્હી: બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણ આજે પોતાનો 50મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. પોતાના આ ખાસ દિવસને અજય દેવગણે પોતાના ફેન્સ સાથે સેલિબ્રેટ કરવા માટે નવી રીત શોધી કાઢી. અજય દેવગણે પોતાના બર્થડેના દિવસે પોતાની ફિલ્મ 'દે દે પ્યાર દે'નું ટ્રેલર રિલીઝ કર્યું છે ફેન્સ માટે કોઇ ગિફ્ટથી ઓછું નથી. ફિલ્મનું ટ્રેલર જોઇને લાગી રહ્યું છે કે એક કલ્ટ કોમેડી થવાની છે. અજય દેવગણ ઉપરાંત ફિલ્મમાં રકુલપ્રીત પણ જોવા મળશે. 

ફિલ્મના ટ્રેલરને જોઇને લાગે છે કે આ એક એવા વ્યક્તિની વાર્ત છે જે પોતાની પત્ની-બાળકોથી 18 વર્ષ પહેલાં અલગ થઇ ચૂક્યો છે અને તેની જીંદગીમાં તેની ઉંમરથી અડધી ઉંમરની નાની છોકરીની એંટ્રી થાય છે. ત્યારબાદ તેની લાઇફમાં બધુ બદલાય જાય છે કારણ કે તે છોકરીની ઉંમરના તેને બે બાળકો છો. જ્યારે તે છોકરીને પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવે છે તો ત્યાં જે પરિસ્થિતિ સર્જાઇ છે તે દર્શકોને હસાવવામાં સફળ રહેશે. 

— Ajay Devgn (@ajaydevgn) April 2, 2019

મોટા પડદા પર તબૂ અને અજય દેવગનની સાથે જોવા કોઇ ટ્રીટથી ઓછું નથી. પરંતુ આ કોમેડી ફિલ્મમાં બંને એક્સ પતિ-પતિનીના રોલમાં એકદમ પરફેક્ટ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ રકુલ પણ બોલીવુડ કોમેડી ફિલ્મમાં ખૂબ પરફેક્ટ લાગે છે. 

તમને જણાવી દઇએ કે ગત વર્ષની મોટી હિટ 'સોનૂ કે ટીટૂ કી સ્વિટી'ના ડાયરેક્ટર લવ રંજનના પ્રોડક્શન્સમાં બનાવવામાં આવી છે. તો બીજી તરફ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને અનુરાગ ગર્ગે તેને કો-પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મના ડાયરેક્ટર આદિવ અલી છે. ફિલ્મ 17 મેના રોજ રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news