25 કરોડ પછી Akshay Kumarનું ફરી મહાદાન, બીએમસીને આપ્યા આટલા કરોડ

અક્ષયે જ્યારે વડાપ્રધાનના ફંડમાં 25 કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા ત્યારે ટ્વિન્કલે પોતાની લાગણી ટ્વિટર પર વ્યક્ત કરી હતી. ટ્વિકંલે ટ્વિટ કરીને લખ્યું કે, આ વ્યક્તિ મને ગર્વ કરાવે છે.

Updated By: Apr 10, 2020, 06:18 PM IST
25 કરોડ પછી Akshay Kumarનું ફરી મહાદાન, બીએમસીને આપ્યા આટલા કરોડ

નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારી સામે લડવા બોલિવૂડ સેલેબ્સે દિલ ખોલીને દાન કરી રહ્યા છે. અક્ષય કુમારે (Akshay Kumar) કોરોના (Covid- 19) સામેની લડાઈમાં અગાઉ PM CARES ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કર્યા હતા. હવે અક્ષયે મુંબઈ મહાનગરપાલિકા (BMC)ને 3 કરોડ રૂપિયા આપ્યા છે. એક્ટરે ટ્વિટર પર મુંબઈ પોલીસ અને બીએમસીનો આભાર વ્યક્ત કરતા લખ્યું છે કે આપણા પરિવાર અને આપણને સુરક્ષિત રાખવા માટે લોકોની એક સેના છે જે દિવસરાત મહેનત કરી રહી છે. ચાલો સાથે મળીને તેમને  #DilSeThanku કરીએ કારણ કે આટલું તો આપણે કરી જ શકીએ છીએ. 

રિપોર્ટ પ્રમાણે, અક્ષય કુમારને જાણ થઈ હતી કે, બીએમસી પાસે પીપીઈ કિટની કમી છે. આ વાત જાણ્યા પછી તેણે તાત્કાલિક 3 કરોડ રૂપિયાની મદદ કરી. ઉલ્લેખનીય છે કે, બોલિવુડના કિંગ ખાન શાહરૂખે પણ પોતાની 4 માળની ઓફિસ ક્વોરન્ટાઇન સેન્ટર બનાવવા માટે બીએમસીને આપી છે. આ સિવાય શાહરૂખે વિવિધ માધ્યમોથી કોરોના વાયરસ સામે લડવા દાન કર્યું છે.

અક્ષયે જ્યારે વડાપ્રધાનના ફંડમાં 25 કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા ત્યારે ટ્વિન્કલે પોતાની લાગણી ટ્વિટર પર વ્યક્ત કરી હતી. ટ્વિકંલે ટ્વિટ કરીને લખ્યું કે, આ વ્યક્તિ મને ગર્વ કરાવે છે. જ્યારે મેં એને પૂછ્યું કે, શું સાચે જ આટલી મોટી રકમ આપીશ? ત્યારે તેણે જવાબ આપ્યો કે, મેં શરૂઆત કરી ત્યારે મારી પાસે કંઇ ન હતું. હવે જ્યારે હું આ સ્થિતિ પર છું ત્યારે હું મારી જાતને આ કરવાથી કઇ રીતે રોકી શકું છું. હું એ લોકો માટે કરી રહ્યો છું, જેમની પાસે કંઇ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube