વડોદરા માટે Black Friday, Coronaના નવા 12 કેસ નોંધાતા એક જ દિવસમાં 20 કેસ પોઝિટિવ

હાલમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા તંત્ર દ્વારા નાગરવાડા વિસ્તારને સંપૂર્ણ લોક કરવામાં આવ્યો છે અને કોઈ વ્યક્તિ બહાર ન નિકળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

Updated By: Apr 10, 2020, 05:44 PM IST
વડોદરા માટે Black Friday, Coronaના નવા 12 કેસ નોંધાતા એક જ દિવસમાં 20 કેસ પોઝિટિવ

રવિ અગ્રવાલ, વડોદરા : વડોદરામાં કોરોના (Corona)નો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે શહેરમાં વધુ 12 કેસ પોઝિટિવ આવ્યા છે આ તમામ કેસ નાગરવાડા સૈયદપુર વિસ્તારમાંથી લેવાયેલ માસ સેમ્પલની કાર્યવાહીમાં સામે આવ્યા છે. આમ, વડોદરામાં આજે એક જ દિવસમાં 20 કેસ પોઝિટિવ નોધાતા વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 59 સુધી પહોંચી છે. 

હાલમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા તંત્ર દ્વારા નાગરવાડા વિસ્તારને સંપૂર્ણ લોક કરવામાં આવ્યો છે અને કોઈ વ્યક્તિ બહાર ન નિકળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના એન્ટ્રીના તમામ રસ્તા પર પતરા લગાવવામાં આવ્યા છે.  આ સિવાય મચ્છી પીઠ, સૈયદપુરા, ટાવરના ચાર રસ્તા બ્લોક કરી દેવાયા છે. તમામ વિસ્તારમાં પોલીસ અને SRPના જવાનો તૈનાત કરાયા છે. કોઈ પણ વ્યક્તિને બહાર અથવા બહારના વ્યક્તિને અંદર જવા પર પ્રતિબંધ લગાવાયો છે.

વડોદરામાં લોકડાઉનનો ઉલ્લંઘન કરનારા સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. મોર્નિંગ વોકમાં નીકળેલા 82 લોકોની પોલીસે ધરપકડ કરી છે. કમાટીબાગ, માંજલપુર, નરહરિ સર્કલ પાસે મોર્નિંગ વોકમાં નીકળેલા ઝડપાયા છે. પોલીસની કડક કાર્યવાહી થી લોકોમાં ફફડાટ પેદા થયો છે. સયાજીગંજ પોલીસે આ કાર્યવાહી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube