રાજીવમાંથી અક્ષય કઈ રીતે બન્યો ખેલાડી કુમાર? જાણો એક વેઈટર કઈ રીતે બની ગયો સિનેજગતનો 'સિંગ ઈઝ કિંગ'

Happy Birthday Akshay Kumar: શું તમે જાણી છોકે, અક્ષયકુમારનું નામ અક્ષયકુમાર કઈ રીતે પડ્યું? એક વેઈટર કઈ રીતે બની ગયો સિનેજગતનો સિંગ ઈઝ કિંગ? એક સમયે સુપર સ્ટાર રાજેશ ખન્નાની ઓફિસની બહાર બેસી રહેતો છોકરો પછી તેનો જ જમાઈ કઈ રીતે બની ગયો? અક્ષયકુમાર જેવી આવી કેટલીક રોચક આવતો વિશે જાણીએ.

રાજીવમાંથી અક્ષય કઈ રીતે બન્યો ખેલાડી કુમાર? જાણો એક વેઈટર કઈ રીતે બની ગયો સિનેજગતનો 'સિંગ ઈઝ કિંગ'

ભદ્રેશકુમાર, અમદાવાદઃ બોલીવુડમાં ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષયકુમાર આજે 54 વર્ષના થયાં. જોકે, દુઃખની વાત એ છેકે, તેમના જન્મ દિવસના એક દિવસ પહેલાં જ તેમના માતાનું નિધન થયું છે. આમ પણ અક્ષયકુમાર તેમના બર્થ ડે પર કોઈ ખાસ સેલિબ્રેશન કરવામાં માનતા નથી. તેઓ પરિવાર સાથે જ પોતાનો બર્થ ડે એન્જોય કરતા હોય છે. ત્યારે આ અદભુત અદાકારના જન્મ દિવસ પર જાણીએ તેમના જીવન વિશે કેટલીક જાણી-અજાણી વાતો.

No description available.

શું તમે જાણી છોકે, અક્ષયકુમારનું નામ અક્ષયકુમાર કઈ રીતે પડ્યું? એક વેઈટર કઈ રીતે બની ગયો સિનેજગતનો સિંગ ઈઝ કિંગ? એક સમયે સુપર સ્ટાર રાજેશ ખન્નાની ઓફિસની બહાર બેસી રહેતો છોકરો પછી તેમનો જ જમાઈ કઈ રીતે બની ગયો? અક્ષયકુમાર વિશે આવી જ કેટલીક રોચક વાતો વિશે જાણીએ.

એક્શન ફિલ્મો દ્વારા પોતાની કારર્કીદીની શરૂઆત કરનાર અક્ષયે દરેક પ્રકારની ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. જેમ કે કોમેડી, રોમેંટિક, ખલનાયક વગેરે….અને આથી જ તેને બોલીવુડના ખિલાડી કુમાર કહેવામાં આવે છે. પરંતુ અક્ષય કુમાર કહે છે કે ઇન્સ્ટ્રીમાં ફક્ત એક જ કિંગ છે. અને એ છે. બીગ બી અમિતાભ બચ્ચન. 90 ની સાલમાં અક્ષયે બોલીવુડમાં પોતાની કારર્કીદીની શરૂઆત કરી હતી. અક્ષયે ફિલ્મોમાં આવ્યા બાદ ક્યારેય પાછુ વળીને જોયુ નથી અને દરેક પ્રકારના ચેલેન્જ સ્વીકાર્યા છે. 1991માં ફિલ્મ ‘સોગંધ’ દ્વારા તેમણે હીરો તરીકે શરૂઆત કરી હતી. પરંતુ તેમને ફિલ્મ ‘ખેલાડી’ દ્વારા સાચી ઓળખ મળી હતી. ‘ખેલાડી’ ફિલ્મની સફળતાની સાથે જ તે ‘ખેલાડી કુમાર’ બની ગયા. ત્યાર બાદ ખેલાડી નામે તેમની એક પછી એક ઘણી ફિલ્મો રિલિઝ થઇ. અને આવી રીતે તે બોલીવુડના નંબર વન એક્શન હીરો બની ગયા. તેમણે 100થી વધારે હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

No description available.

પંજાબના અમૃતસરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલો રાજીવ કઈ રીતે બોલીવુડનો અક્ષયકુમાર બની ગયો તે કહાની પણ જાણવા જેવી છે. અક્ષયકુમારે જે પહેલી ફિલ્મ કરી તે ફિલ્મનું નામ હતુ 'આજ' કુમાર ગૌરવ, રાજ બબ્બર, રાજ કિરણ, સ્મિલા પાટીલ જેવા કલાકારો આ ફિલ્મમાં સામેલ હતાં. તેમાં અક્ષયકુમારનો રોલ માત્ર ગણતરીની મિનિટો માટેનો જ હતો. જોકે, એ ફિલ્મમાં હીરોનું નામ અક્ષય હતું. બસ અક્ષયને થયું કે, હીરોનું નામ અક્ષય છે તો હું પણ મારું નામ અક્ષય રાખી લઉં. ત્યાર બાદ તે ફિલ્મ પણ ક્યાંય ખોવાઈ ગઈ અને એ હીરો પણ ક્યાંય ગાયબ થઈ ગયો, પણ તેમાંથી બોલીવુડને મળ્યો અક્ષયકુમાર... 

No description available.

અક્ષય કુમારે વર્ષ 1987માં મહેશ ભટ્ટી મૂવી 'આજ'થી ફિલ્મી દુનિયામાં પગ મુક્યો. ત્યાર બાદ આવેલી સોગંધ ફિલ્મથી તેણે પોતાની ઓળખ બનાવી. અને મહોરા, વક્ત હમારા હૈ, ખેલાડી, ખેલાડીઓ કા ખેલાડી, સબસે બડા ખેલાડી, ઈન્ટરનેશનલ ખેલાડી, મિસ્ટર એન્ડ મિસિસ ખેલાડી જેવી ફિલ્મો કરીને અક્ષય બોલીવુડના ખેલાડી કુમાર બની ગયાં. બસ પછી તો સફળતાનો સફર શરૂ થઈ ગયો. અક્ષયે એરલિફ્ટ, રુસ્તમ, કેસરી, બેબી, પેડમેન અને બેલબોટમ જેવી દિલને સ્પર્શી જાય એવી ફિલ્મો પણ કરી છે. તેમણે હેરાફેરી, ફિર હેરાફેરી, ગરમ મસાલા, વેલકમ, સિંઘ ઇસ કિંગ, અને હાઉસફૂલ જેવી મૂવીઝમાં પોતાની કોમેડીથી લોકોને હસાવ્યા પણ છે. અક્ષયે મોહરા, ધડકન, અજનબી, મુઝસે શાદી કરોગી જેવી હીટ ફિલ્મો આપી. અક્ષયકુમાર વર્તમાન સમયમાં બોલીવુડમાં સૌથી વધારે ફિલ્મો કરનારા અને સૌથી વધારે પૈસા કમાનારા અભિનેતા છે.

9 સપ્ટેમ્બરે બોલીવૂડના ખેલાડી અક્ષય કુમારનો 54માં બર્થડે છે. અક્ષય લગભગ દરેક રોલમાં ફીટ થાય છે. અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. તેઓ એક્ટર હોવાની સાથે સાથે નિર્માતા પણ છે. અક્ષયકુમાર માર્શલ આર્ટ્સમાં પણ અવ્વલ છે. પંજાબમાં જન્મેલા અક્ષય કુમારનો અભ્યાસ મુંબઈમાં થયો. ભણતરમાં ઓછો રસ હોવાથી અક્ષય વધારે ભણ્યાં નહીં. પણ ખેલકૂદમાં રસ હોવાથી અક્ષયકુમાર કરાટે અને તાઈકાંડો શીખવા બેંકોક ગયા. જ્યાં અક્ષયે માર્શલ આર્ટ શીખ્યું અને બ્લેક બેલ્ટ મેળવ્યો. પછી ત્યાં જ બાળકોને માર્શલ આર્ટની ટ્રેનિંગ કરાવવા લાગ્યો. એટલું જ નહીં ત્યાં પોતાનો ખર્ચો કાઢવા માટે અક્ષયે હોટલમાં વેઈટર તરીકે પણ નોકરી કરી. 

અક્ષય કુમાર જે બાળકોને માર્શલ આર્ટ્સ શીખવાડતા હતા તેમાંથી એક બાળકે અક્ષય કુમારને મોડલિંગ કરવા માટેની સલાહ આપી હતી. અક્ષયે જ્યારે ફોટોશૂટ કરાવીને મોડલિંગ કરી તો બે કલાકમાં 5 હજાર રૂપિયા મળ્યા હતા. અક્ષયને લાગ્યું કે આ તો ખુબ જ સારું છે. ઓછી મહેનતમાં આટલા બધા રૂપિયા મળે છે. બસ પછી તો એક સમય એવો આવ્યોકે, ફિલ્મમાં કામ કરવા પોતાના ફોટા લઈને અક્ષયકુમાર કલાકો સુધી તે સમયના બોલીવુડના પહેલાં સુપર સ્ટાર રાજેશ ખન્નાની ઓફિસની બહાર બેસી રહેતો હતો. જોકે, ત્યાંથી કોઈ રિસ્પોન્સ મળતો નહોંતો. કિસ્મતને કરવું કોઈને ક્યાં ખબર હતીકે, એ જ અક્ષયકુમાર આગળ ગઈને રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી ટ્વીકલ ખન્ના સાથે લગ્ન કર્યાં અને રાજેશ ખન્નાનો જમાઈ બની ગયો. 

રાજેશ ખન્નાના અંતિમ વર્ષોમાં જ્યારે કિસ્મતે અને પરિવારે તેનો સાથ છોડી દીધો ત્યારે એજ અક્ષયકુમારે જમાઈ નહીં પણ દીકરા કરતા સવાયો બનીને તેની સેવા કરી. ફિલ્મોમા કામ કરતા તેનુ નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયુ જેમાં રવીના ટંડન, શિલ્પા શેટ્ટીના નામનો મુખ્ય સમાવેશ થાય છે. પરંતુ અક્ષયે ટવિકંલ ખન્ના સાથે લગ્ન કરી આ બધી વાતો પર રોક લગાવી દીધી આમ અક્ષય રાજેશ ખન્નાના જમાઇ બની ગયા. અક્ષયકુમારે રાજેશ ખન્નાની પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે 2001માં લગ્ન કરી લીધા હતા. તેમના પુત્રનું નામ આરવ અને પુત્રીનું નામ નિતારા છે.

એટલું જ નહીં અક્ષયકુમાર મુંબઈમાં એક બંગલાની દિવાલ પર ચઢીને તે સમયે મોડલિંગ માટે ફોટા પડાવતો હતો. ત્યારે ત્યાંના વોચમેને તેને દિવાલ પરથી ઉતારીને ત્યાંથી ભગાડી દીધો હતો. કિસ્મતનું પૈડું ફરી ફર્યું અને એ બંગલો અક્ષયકુમારે ખરીદી લીધો. આજે અક્ષયકુમાર એજ આલિશાન બંગલામાં પોતાના પરિવાર સાથે રહે છે. આવનારા સમયમાં અક્ષય કુમાર રામસેતુ, રક્ષાબંધન, પૃથ્વીરાજ અને અતરંગી રે જેવી ફિલ્મોમાં દેખાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news