અમિતાભ બચ્ચને આખરે પોતાની એક ભૂલ માટે માંગી સોશિયલ મીડિયા પર માફી

તાજેતરમાં જ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) કોરોના સામે જંગ લડીને હોસ્પિટલ પરત ફર્યા છે. સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે. હોસ્પિટલ દરમિયાન પણ તે સતત ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા જોવા મળી રહ્યા છે

Updated By: Aug 6, 2020, 06:58 PM IST
અમિતાભ બચ્ચને આખરે પોતાની એક ભૂલ માટે માંગી સોશિયલ મીડિયા પર માફી

નવી દિલ્હી: તાજેતરમાં જ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) કોરોના સામે જંગ લડીને હોસ્પિટલ પરત ફર્યા છે. સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે. હોસ્પિટલ દરમિયાન પણ તે સતત ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા જોવા મળી રહ્યા છે. થોડીવાર પહેલાં અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક કવિતા શેર કરી અને તેમની સાથે તેમને માફી પણ માંગી છે. બિગ બીએ માફી કેમ માંગી છે અમે તમને જણાવીએ. 

જોકે એક દિવસ પહેલાં અમિતાભ બચ્ચને એક કવિતા શેર કરી હતી અને જણાવ્યું હતું કે તેના રચયિતા તેમના પિતા હરિવંશ રાય બચ્ચન છે. પરંતુ તે કવિતા તેમના પિતાજીની નહી પરંતુ તેની રચના કવિ પ્રસૂન જોશીએ કરી છે. અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં લખ્યું છે. 'CORRECTION : કાલે T 3617 જે કવિતા છપાઇ હતી. તેના લેખક બાબૂજી નથી. તે ખોટું હતું, તેની રચના કવિ પ્રસૂનએ કરી છે. તેના માટે હું ક્ષમા પ્રાર્થી છું. ત્મની કવિતાએ છે. 'અમિતાભા બચ્ચન હવે હરિવંશ રાયની કવિતા પોસ્ટ કરી છે.  

તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો સાથે રસપ્રદ પોસ્ટ શેર કરી ફેન્સનું જોરદાર મનોરંજન કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન જ્યારે હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યા હતા તો તેમના ફેન્સ તેમના સ્વાસ્થ્યની સલામતીની દુઆ માંગી રહ્યા હતા. સારવાર બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જેની જાણકારી પણ તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. હાલ બિગ બી પોતાના ઘરે છે, બિમારીથી સંપૂર્ણ રિકવરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube