રાજકોટમાં વિધર્મી યુવક સાથે પ્રેમલગ્નની જીદ કરનાર યુવતીને તેના જ પિતાએ મારી નાખી

શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારનાં શાહનગર સોસાયટીમાં રહેતી ઇલા નકુમ (ઉ.વ 20) તેના જ પિતા ગોપાલભાઇએ કપવા ધોવાનો ધોકો માથામાં ફટકારીને ફરાર થઇ ગયા હતા. જેથી ગંભીર રીતે ઘાયલ ઇલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી જઇને ગુનો નોંધી આરોપી પિતા ગોપાલભાઇની ધરપકડ કરી છે. 
રાજકોટમાં વિધર્મી યુવક સાથે પ્રેમલગ્નની જીદ કરનાર યુવતીને તેના જ પિતાએ મારી નાખી

રાજકોટ : શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારનાં શાહનગર સોસાયટીમાં રહેતી ઇલા નકુમ (ઉ.વ 20) તેના જ પિતા ગોપાલભાઇએ કપવા ધોવાનો ધોકો માથામાં ફટકારીને ફરાર થઇ ગયા હતા. જેથી ગંભીર રીતે ઘાયલ ઇલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી જઇને ગુનો નોંધી આરોપી પિતા ગોપાલભાઇની ધરપકડ કરી છે. 

પોલીસ તપાસમાં ઇલાએ પાડોશમાં રહેતા વિધર્મી યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. આથી તેની સાથે લગ્ન કરવાની ઇલાએ જીદ પકડતા પિતાએ માથામાં કપડા ધોવાનો ધોકો ફટકાર્યો હતો. ઇલાએ પાડોશમાં રહેતા વિધર્મી યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. આ અંગેની જાણ પિતાને થતા દીકરીએ વિધર્મી યુવાન સાથેનો પ્રેમ સંબંધ તેને મંજુર નહોતો. 

આ અંગે પરિવાર દ્વારા વારંવાર ઇલાને સમજાવવામાં આવી હતી. જો કે તે નહી માનતા તેના પિતાએ ઉશ્કેરાઇને તેના માથાના ભાગે ધોકો મારી દીધો હતો. જો કે ઇલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે આરોપી પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. 

ઇલાના માતા સવિતા બહેનનું એક મહિના પહેલા જ હાર્ટ એટેકનાં કારણે મોત નિપજ્યું હતું. 4 ઓગષ્ટના રોજ ઇલાના પરિવારજનો અને તેના પ્રેમિના પરિવારજનો વચ્ચે સમજુતી થઇ હતી. જો કે સવારે ગોપાલભાઇએ પોતાની દીકરીને ધોકા વડે માર માર્યો હતો. માતાના ગયા બાદ ઇલા તેના પિતા અને ભાઇ સાથે ઘરમાં રહેતી હતી. ગોપાલભાઇ મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા. ઇલા એકની એક દીકરી અને મહિલા કોલેજમાં અભ્યાસ કરી હતી. 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઇલા થોડા દિવસ પહેલા જ ઘર છોડીને પ્રેમી પાસે પહોંચી ગઇ હતી. ત્યાંથી બંન્ને ભાગીને ક્યાંક જતા રહ્યા હતા. ઇલાના પિતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. બે દિવસ પહેલા પુત્રીના પ્રેમીના પરિવારજનોએ પુત્રની ઉંમર નાની છે, પુખ્ત નથી તેમ સમજાવીને ઇલાને ઘરે મુકવા આવ્યા હતા. જો કે ગોપાલભાઇએ પુત્રીનો સ્વિકાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સમજાવટ બાદ પુત્રીને પણ ઘરે લઇ ગયાનાં 24 કલાક પછી ખુની હુમલો કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news