ટ્વિટ

ભારતમાં ક્યારે પણ ન થાય તેવી દુર્લભ ઘટના બની, ગોવાના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી

 કોરોના વાયરસથી મુક્ત થવાની સાથે સાથે ગોવાથી એક સારા સમાચાર આવ્યા છે. સમાચાર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પોતે આપી છે. પ્રમોદ સાવંતે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેમણે ગોવામાં બ્લેક પેંથર જોવા મળ્યો છે. તેમણે આ તસ્વીર પણ લીધી અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી.

May 7, 2020, 11:39 PM IST

Twitter પર અભદ્વ ભાષા લખનારા માટે કંપનીએ ભર્યું મોટું પગલું

ટ્વિટર (Twitter) પર અભદ્ર ભાષાનો ઉપયોગ રોકવા માટે કંપનીએ મોટું પગલું ભર્યું છે. હવે યૂઝર્સને ટ્વિટ કરતાં પહેલાં કંપની તરફથી એલર્ટ મોકલવામાં આવશે. 

May 6, 2020, 03:06 PM IST

Rishi Kapoorની Tweetથી લોકો લાલઘુમ, ટ્વિટર પર ઠાલવ્યો ગુસ્સો 

રિશી કપૂરની ટ્વીટ પર રિપ્લાય કરીને લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે

Mar 29, 2020, 03:34 PM IST

8 માર્ચના રોજ મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત: PM મોદી

સોશિયલ મીડિયા છોડવાની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટ્વિટ કરી કહ્યું કે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવાર પર તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત હશે. પીએમ મોદીએ કહ્યું કે આઠ માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ તે મહિલાઓને સમર્પિત હશે.

Mar 3, 2020, 03:26 PM IST

અમિતાભ બચ્ચને રાત્રે 3 વાગે કર્યું એવું ટ્વિટ, ફેન્સને થવા લાગી ચિંતા

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) મોટાભાગે ટ્વિટ પર પોતાના વિશે જાણકારી આપતા રહે છે. મોટાભાગે તે પોતાના પરિવારના ફોટા અને ઇમોશનલ મેસેજ પણ શેર કરે છે. ખાસકરીને પિતા હરિવંશ રાય બચ્ચનની યાદમાં ઇમોશન થઇને તેમણે કવિતાઓ પણ શેર કરી છે.

Feb 25, 2020, 09:00 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અરબીમાં ટ્વિટ કરી ઇરાનને આપી ધમકી, કહ્યું-અમે જોઇ રહ્યા છીએ

ઇરાન (Iran) અને અમેરિકા (US) ની વચ્ચે સ્થિતિ હજુ સામાન્ય નથી. બંને દેશોના વચ્ચે તણાવ યથાવત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) અવાર-નવાર ઇરાનને નવી ધમકી આપી રહ્યા છે. પોતાના એક નવા ટ્વિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચેતાવણી આપતાં પ્રદર્શનકારીને ન મારવાની વાત કહી છે.

Jan 13, 2020, 01:44 PM IST
News Room Live: See Today's Important News 08 January PT24M27S

News Room Live: જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...

અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP અને NSUI વચ્ચે સર્જાયેલા ઘર્ષણનો વીડિયો ટ્વિટ કર્યો છે. તેમજ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગુંડાઓને છાવરી રહી છે.

Jan 8, 2020, 08:45 PM IST
BJP MP Dev Singh Chauhan Statement On Priyanka Gandhi Vadra's Tweet PT4M40S

પ્રિયંકા ગાંધી વાડ્રાના ટ્વિટ પર ભાજપ સાંસદ દેવ સિંહ ચૌહાણે જાણો શું કહ્યું...

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમદાવાદમાં ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હિંસક અથડામણ મુદ્દે બુધવારે આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર ગુંડાઓને સંરક્ષણ આપી રહી છે. પ્રિયંકાએ ઘટના સાથે સંકળાયેલો એક વીડિયો ટ્વીટ કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર ગુંડાઓને ખુલ્લો ટેકો આપી રહી છે. જેને લઇને ભાજપના સાંસદ દેવ સિંહ ચૌહાણે નિવેદન આપતા જણાવ્યું હતું કે...

Jan 8, 2020, 07:25 PM IST
Priyanka Gandhi Tweet Video Of ABVP And NSUI Friction PT9M13S

પ્રિયંકા ગાંધીએ હુમલાનો વીડિયો કર્યો ટ્વિટ, કહ્યું- ભાજપ સરકાર ગુંડાઓને છાવરે છે

અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP અને NSUI વચ્ચે સર્જાયેલા ઘર્ષણનો વીડિયો ટ્વિટ કર્યો છે. તેમજ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગુંડાઓને છાવરી રહી છે.

Jan 8, 2020, 02:50 PM IST
Imran Khan Tweeted A Video Of Bangladesh Showing India PT1M55S

પાકિસ્તાનની નાપાક હરકત: જૂઠાણું ફેલાવવા ઇમરાન ખાને આ વીડિયો કર્યો ટ્વિટ

ભારત વિરુદ્ધ દુષ્પ્રચારની મુહિમમાં પાકિસ્તાન ક્યાં પ્રકારે લાગેલું છે, તેનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે ખુદ તેના વડાપ્રધાન પણ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યાં છે. નનકાના સાહિબ ગુરુદ્વારા પર ભીડના હુમલાની ઘટનાથી ધ્યાન હટાવવા માટે ઇમરાન ખાને શુક્રવારે રાત્રે એક બાદ એક ઘણા વીડિઓ ટ્વીટ કરી 'ભારતમાં મુસ્લિમો પર પોલીસનો અત્યાચાર'નો ખોટો દાવો કર્યો છે.

Jan 4, 2020, 11:55 AM IST

જામિયાના વિદ્યાર્થીઓ દ્વારા ટ્વિટ 'લાઇક' મુદ્દે અક્ષય કુમારે કહ્યું- 'ભૂલથી થયું, હું સમર્થન કરતો નથી

નાગરિકતા સંશોધન બિલ (CAB)ને લઇને દેશન ઘણા ભાગોમાં હિંસા થઇ રહી છે. જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. રવિવારે આ વિરોધ હિંસક થઇ ગયો હતો. હવે આ મામલે અક્ષય કુમારની ટ્વિટ પર વાયરલ થઇ રહી છે. જોકે તેમનાથી જામિયાના વિદ્યાર્થીની ટ્વિટ ભૂલથી લાઇક થઇ ગઇ હતી, ત્યારબાદ તેમાં અનલાઇક કરી દીધું. 

Dec 16, 2019, 04:36 PM IST

Rangoli Chandelનો Alia Bhatt પર અવોર્ડ ફિક્સિંગનો આરોપ, જુઓ ટ્વિટ

બોલિવૂડ એક્ટર કંગના રનૌત (Kangana Ranaut)ની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel) સોશિયલ મીડિયામાં પોતાની કમેન્ટ્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રંગોલી પોતાની ટ્વિટથી બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓને ટાર્ગેટ બનાવે છે અને એમાંથી એક છે આલિયા ભટ્ટ (Alia Bhatt).

Dec 10, 2019, 11:41 AM IST
Girl Missing Last Three Days In Ahmedabad PT3M34S

અમદાવાદ: 3 દિવસથી યુવતી ગુમ, એક્ટ્રેસ સોહા અલી ખાને Tweet કરતા ખળભળાટ

અમદાવાદ (Ahmedabad)ની એક સ્વરૂપવાન યુવતી છેલ્લા બે દિવસથી ગાયબ છે. વૃષ્ટિ (Vrushti Jasubhai) નામની યુવતી શિવમ નામના એક યુવક સાથે છેલ્લે 30 સપ્ટેમ્બરના રોજ જોવા મળી હતી. તેના બાદથી બંને ગાયબ છે. ત્યારે અમદાવાદીઓ આ યુવતીને શોધવા માટે સોશિયલ મીડિયા (Social media) પર અમદાવાદ પોલીસને અપીલ કરી રહ્યાં છે. સમગ્ર મામલે બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ સોહા અલી ખાન (Soha Ali Khan)ની એક ટ્વિટ (Tweet)થી બહાર આવ્યો હતો. જેના બાદ સોશિયલ મીડિયા પર વૃષ્ટિનો શોધવાની અપીલ અમદાવાદ પોલીસ (Ahmedabad) દ્વારા કરવામાં આવી રહી છે

Oct 4, 2019, 01:25 PM IST

અક્ષય કુમારનો આ જબરો ફેન 18 દિવસમાં 900 કિમી ચાલીને પહોચ્યો દ્વારકાથી મુંબઇ

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રણજીત પર ગામનો યુવાન સતત 18 દિવસ સુધી ચાલીને 900 કિમી જેટલું અંતર કાપી અક્ષય કુમારને મળવા મુંબઇ પહોંચ્યો હતો. પરબત માડમ નામનો આ યુવાન અક્ષય કુમારને દ્વારકાથી મુંબઈ ચાલીને મળવા પહોંચ્યો હતો. અક્ષય કુમારે ખાસ સેલ્ફી પાડી અને સોશિયલ મીડિયામાં શેર કરી હતી. અને કહ્યું હતું કે, આ રીતે જોખમ ન લેવું જોઇએ.
 

Sep 1, 2019, 06:04 PM IST

સુષમા સ્વરાજે ગુજરાતી અગ્રવાલ પરિવારની ન્યુઝિલેન્ડમાં આવી રીતે કરી હતી મદદ

પુર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે સમગ્ર દેશમા ગમગીની ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે સુષમા સ્વરાજે સુરતના વેસુ વિસ્તારમા રહેતા અગ્રવાલ પરિવારને પણ મદદ કરી હતી. અગ્રવાલ પરિવારના ન્યુઝિલેન્ડમાં ફસાઇ જતા ત્યાં તેમની મદદ કરી હતી.

Aug 7, 2019, 06:23 PM IST

Fake Video પોસ્ટ કરીને ડિલીટ કરનાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું, જાણો

વલસાડની RMVM સ્કૂલના વિદ્યાર્થીને માર મારતા ફેક વીડિયો પર વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ટ્વિટ કરીને વિવાદમાં આવ્યા છે. તેમણે આ વીડિયો ટ્વિટ કર્યો હતો, અને બાદમાં પીએમઓ પાસેથી ખુલાસો માંગ્યો હતો. જોકે જિજ્ઞેશ મેવાણીની ટ્વિટને કારણે સ્કૂલની બદનામી થઈ છે તેમ કહી RMVM સ્કૂલના આચાર્યે વલસાડ સિટી પોલીસ મથકમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ વિશે જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું જાણો.

Jun 15, 2019, 04:01 PM IST

વલસાડની સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ફસાયા જિજ્ઞેશ મેવાણી, સ્કૂલે કરી ફરિયાદ

વલસાડની એક સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા છે. વલસાડની આર.એમ.વી.એમ શાળાને બદનામ કરાતી ટ્વિટ કરનાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાઈ છે. વિવાદ બાદ જિજ્ઞેશ મેવાણીએ તાત્કાલિક ટ્વિટ ડિલીટ કર્યું હતું.

Jun 15, 2019, 10:18 AM IST

અમિત શાહ ગૃહ મંત્રી બનતા જ બોલિવૂડના આ ડાઈરેક્ટરે ટ્વિટ કરીને કહ્યું-'હું આવી ગયો છું'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળના 57 સભ્યો સાથે ગુરુવારે શપથ લીધા બાદ શુક્રવારે કેબિનેટ મંત્રીઓને મંત્રાલયોની જવાબદારી પણ સોંપી દીધી છે. જેમાં પહેલીવાર કેબિનેટ મંત્રી બનેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજનાથ સિંહને રક્ષામંત્રી બનાવવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે ગત મોદી સરકારમાં રાજનાથ સિંહ પાસે ગૃહ મંત્રાલય હતું. આ બાજુ ફિલ્મ નિર્માતા અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICI)ના મુખ્ય સલાહકાર અશોક પંડિતે શુક્રવારે વિપક્ષ પર જોરદાર નિશાન સાધતા એક ટ્વિટ કરી હતી. 

Jun 1, 2019, 09:49 PM IST

તક્ષશિલા આર્કેડની આગ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિરીક્ષણ કરવા પહોંચ્યા સુરત

સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 20થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે. તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાની અને લોકોના મોત અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગની દુર્ઘટનાની તલસ્પર્શી માહિતી માટે સુરત પહોંચીને નિરીક્ષણ કરી અને વિગતો મેળવી હતી.

May 24, 2019, 10:54 PM IST

સુરતની આગમાં 20ના મોતની આશંકા, રાજ્યના તમામ ટ્યુશન ક્લાસિસો પર તવાઇ

સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 20થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ અંગે રાજ્યમાં તમામ સ્થળોએ ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસો પર ફાયર અને સેફ્ટીવિભાગ દ્વારા તાવઇ શરૂ કરવામાં આવી છે. 
 

May 24, 2019, 09:53 PM IST