બોયફ્રેન્ડ સાથે લિપલૉક કરતી જોવા મળી અંકિતા લોખંડે, ફોટો જોઈ લોકોએ પૂછ્યું- લગ્ન થઈ ગયા?


અંકિતા લોખંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે પોતાના બોયફ્રેન્ડ વિકી જૈનની સાથે રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહી છે. 

બોયફ્રેન્ડ સાથે લિપલૉક કરતી જોવા મળી અંકિતા લોખંડે, ફોટો જોઈ લોકોએ પૂછ્યું- લગ્ન થઈ ગયા?

નવી દિલ્હીઃ ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે આ દિવસોમાં 'પવિત્ર રિશ્તા 2'ને લઈને વ્યસ્ત છે. આ શોમાં તે અર્ચનાની ભૂમિકા નિભાવી રહી છે અને માનવનો રોલ સુશાંત સિંહ રાજપૂતની જગ્યાએ અભિનેતા શહીર શેખ નિભાવી રહ્યા છે. તો આ વચ્ચે અંકિતા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે અને ફેન્સની સાથે પર્સનલ લાઇફની ઝલક શેર કરતી રહે છે. હાલમાં અર્ચના પોતાના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે એક ફોટોને કારણે ચર્ચામાં આવી છે. આ ફોટોમાં તે વિકીને કિસ કરતી જોવા મળી રહી છે. 

અંકિતા લોખંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે પોતાના બોયફ્રેન્ડ વિકી જૈનની સાથે રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહી છે. ફોટોમાં અંકિતા વિકીને કિસ કરી રહી છે. તેણે એક પિંક કલરની સુંદર સાડી પહેરી છે અને બાળ ફુલનો જગરો લગાવ્યો છે. આ સાથે વિકી પણ મેચિંગ રંગના કુર્તામાં જોવા મળી રહ્યો છે. પ્રેમમાં ડૂબેલા આ કપલની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. અહીં જુઓ અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીર..

કેટલાક લોકોએ પૂછ્યો સવાલ
આ ફોટોને શેર કરતા અંકિતાએ રસપ્રદ કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું- તમારા માટે ભગવાન દ્વારા પસંદ કરવામાં આવેલી લવ સ્ટોરીને ઓછી ન સમજો. તમે જેટલું જાણવા માંગો છે કે વિચારી શકો છો તેનાથી વધુ કરી શકો છો... #truestory'. પોસ્ટ પર મળી રહેલી કોમેન્ટને જુઓ તો ઘણા લોકોએ અંકિતાને પૂછી લીધું કે શું તેના અને વિકીના લગ્ન થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news