Anupamaa: અનુપમાના પ્રેમમાં પાગલ થઈ જશે અનુજ, તમામ હદ પાર કરીને કરશે આ કામ

અનુપમાની લાઈફ હવે સંપૂર્ણ રીતે બદલાઈ જશે. જ્યારે કાવ્યા-વનરાજને મોટો શોક લાગશે. શાહ પરિવાર પણ અનુપમાની લાઈફમાં આવનારા આ વ્યક્તિને જોતો જ રહી જશે.

Anupamaa: અનુપમાના પ્રેમમાં પાગલ થઈ જશે અનુજ, તમામ હદ પાર કરીને કરશે આ કામ

નવી દિલ્હી: ટીવી સિરિયલ અનુપમા (Anupamaa) માં હવે મોટો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. શોમાં એક નવા પાત્રની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ ગઈ છે. નવી એન્ટ્રી પહેલા શોના મેકર્સે આ પાત્ર વિશે ખુબ હાઈપ પણ ક્રિએટ કર્યો હતો. અનુપમાની લાઈફ હવે સંપૂર્ણ રીતે બદલાઈ જશે. જ્યારે કાવ્યા-વનરાજને મોટો શોક લાગશે. શાહ પરિવાર પણ અનુપમાની લાઈફમાં આવનારા આ વ્યક્તિને જોતો જ રહી જશે. આ નવા પાત્રની એન્ટ્રી અનુપમાની જિંદગીને ફરીથી ગુલઝાર કરશે. હવે સિરિયલમાં અનુજની અનુપમા પ્રત્યે ભરપૂર દીવાનગી જોવા મળશે. 

અનુજને મળે છે અનુપમા
અત્યાર સુધીમાં તમે જોયું કે અનુપમા કોલેજના રિયુનિયનમાં આવે છે. જ્યાં તે જૂના મિત્રોને મળે છે. અહીં તે તેના ક્લાસમેટ અનુજ કાપડિયાને મળે છે જે હાલ કરોડપતિ બિઝનેસમેન છે. અનુજ છેલ્લા 26 વર્ષથી અનુપમાને એકતરફી પ્રેમ કરે છે. હવે તેને ખબર પડી છે કે અનુપમાના ડીવોર્સ થઈ ગયા છે અને તે હવે તેની નજીક જવાની કોશિશ કરે છે. તે દરેક રીત અપનાવતો જોવા મળશે. કોઈ પણ રીતે તે અનુપમાને પોતાની બનાવવા માંગે છે. 

દીવાનગી હશે ચરમસીમાએ
આવનારા એપિસોડમાં જોવા મળશે કે અનુજ કાપડિયાની દીવાનગી તમામ હદો પાર કરી નાખશે. તે અનુપમાને કોઈ પણ ભોગે પોતાની લાઈફમાં લાવવા માંગે છે. તે આ માટે કઈ પણ કરવા તૈયાર રહેશે. ધીરે ધીરે તેની આશિકી છાપરે ચડીને પોકારશે. અનુપમાને જ્યારે આ બધી વાતની ખબર પડશે ત્યારે તે પોતાની જાતને મોટી મુસીબતમાં ગણવા લાગશે. અનુપમાને લાગશે કે અનુજ લગ્ન માટે ગમે તે કરી શકે છે. તે એ વાતથી ડરી જશે. આમ પણ અનુજ ઈચ્છે છે કે અનુપમા સાથે લગ્ન કરીને તે તેની જિંદગીમાં બહાર લાવે. 

કાવ્યા ઈચ્છશે અનુજ-અનુપમાના લગ્ન
આ બાજુ કાવ્યા પણ ઈચ્છશે કે અનુપમા અનુજ સાથે લગ્ન કરી લે. તેને લાગશે કે આમ કરવાથી તેણે શાહ હાઉસ છોડવું પડશે. કાવ્યા ઈચ્છે છે કે અનુપમા જલદી શાહ પરિવારથી દૂર થાય. હવે જોવાનું એ રહેશે કે શું અનુપમા અને અનુજનું મિલન થઈ શકશે કે પછી અનુજનો પ્રેમ એકતરફી રહેશે. 

પાખી બધાને બતાવશે અનુપમાનો વીડિયો
અનુપમાની પુત્રી પાખીના હાથમાં અનુપમાનો ડાન્સ વીડિયો આવશે. જેમાં તે અનુજ સાથે નાચતી જોવા મળશે. પાખી એક્સાઈટમેન્ટમાં તે વીડિયો બધાને બતાવી દેશે. આ સાથે જ તે બધાની સામે અનુજના અનુપમાને ચાહવાની વાત પણ જાહેર કરી દેશે. આ વાત સાંભળતા જ કાવ્યા અનુપમાને ટોણો મારશે. જ્યારે બા બાપૂજી પણ નારાજ થશે. કાવ્યાની જેમ જ બા પણ અનુપમા પર ભડકી જશે. તેને ખરી ખોટી સંભળાવશે. આ વાતથી અનુપમા પરેશાન થશે. હવે આગળ શું થશે તે ખરેખર રસપ્રદ બની રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news