PICS: છેલ્લા 7 મહિનામાં આ 16 સિતારાઓએ જીવ ગુમાવ્યા, આ દિગ્ગજ ગુજરાતી કલાકારે પણ દુનિયાને કરી અલવિદા
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસની થપાટથી સમગ્ર મનોરંજન જગત હચમચી ગયું છે. દર્શકો અત્યાર સુધીમાં તેમના અનેક મનગમતા કલાકારો ગુમાવી ચૂક્યા છે. છેલ્લા 7 મહિનામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ 16 જેટલા કલાકારો ગુમાવ્યા છે જે અચાનક જ દુનિયાને છોડીને જતા રહ્યા. જુઓ આ લિસ્ટ.
સિદ્ધાર્થ શુકલા
ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોમાં સામેલ સિદ્ધાર્થ શુકલાનું ગુરુવારે અચાનક મોડી રાતે હ્રદયરોગના હુમલાથી નિધન થયું. શુક્રવારે અભિનેતાના મુંબઈના ઓશિવારા શ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સિદ્ધાર્થ શુકલાના મોત બાદથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં સરી પડી છે.
દિલિપ કુમાર
બોલીવુડ ઈન્ડસ્ટ્રીના ટ્રેજડી કિંગના નામથી જાણીતા લોકપ્રિય અભિનેતા દિલિપકુમારનું નિધન 7 જુલાઈના રોજ થયું હતું. દિલિપકુમાર ઉંમરના કારણે અનેક બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. અભિનેતાને અનેકવાર મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અરવિંદ રાઠોડ
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડે 1 જુલાઈના રોજ છેલ્લા શ્વાસ લીધા. ગુજરાતી ફિલ્મોની સાથે સાથે અરવિંદ રાઠોડ અગ્નિપથ, ખુદા ગવાહ જેવી બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.
રાજ કૌશલ
બોલીવુડ અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું 30 જૂનના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયું રાજ કૌશલે પ્યારમે કભી કભી, શાદી કા લડ્ડુ અને એન્થની કૌન હૈ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.
તરલા જોશી
ટીવી સિરિયલ એક હજારોમે મેરી બહેના હૈ માં બીજીની ભૂમિકા ભજવનારા તરલા જોશી 6 જૂનના રોજ આ દુનિયાને અલવીદા કહીને ગયા. આ ઉપરાંત જાણીતા કાસ્ટિંગ ડાયરેક્ટર સહર અલી લતીફનું પણ 7 જૂનના રોજ કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું.
અરવિંદ જોશી
બોલીવુડ અભિનેતા શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું 29 જાન્યુઆરીના રોજ 84 વર્ષની વયે નિધન થયું. અરવિંદ જોશી ન્યૂરોલોજિકલ સમસ્યાઓ અને છાતીમાં ઈન્ફેક્શન સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે શોલે, લવ મેરેજ અને નામ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
નરેન્દ્ર ચંચલ
ભગવાનના ભજન ગાતા જાણીતા ગાયક નરેન્દ્ર ચંચલે પણ આ વર્ષે 22 જાન્યુઆરીના રોજ 80 વર્ષની ઉંમરે બધાને અલવિદા કરી. કહેવાય છે કે તેઓ લગભગ 2 મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. નરેન્દ્ર ચંચલના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.
ઓલાનોકિયોટન ગોલાબો લ્યૂકસ (ફૂકરે)
બોલીવુડની કોમેડી ફિલ્મ ફૂકરે ફેમ અભિનેતા ઓલાનોકિયોટન ગોલાબો લ્યૂકસનું 16 જાન્યુઆરી 2021ના રોજ નિધન થયું હતું. આ ફિલ્મમાં તે ઋષા ચઢ્ઢા માટે કામ કરનારા એક વ્યક્તિની ભૂમિકા ભજવી હતી.
રાજીવ કપૂર
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર બાદ તેમના નાના ભાઈ અભિનેતા અને ફિલ્મ નિર્માતા રાજીવ કપૂરનું 9 જાન્યુઆરી 2021ના રોજ નિધન થયું હતું. રિપોર્ટ્સનું માનીએ તો તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હતું. રાજીવ કપૂર ફિલ્મ રામ તેરી ગંગા મેલી થી લોકપ્રિય થયા હતા.
રિંકુ સિંહ નિકુંભ
રિંકુ સિંહ નિકુંભે બોલીવુડ અભિનેતા આયુષ્યમાન કુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લમાં કામ કર્યું હતું. તેનું મોત 4 જૂનના રોજ કોરોના સંક્રમણના કારણે થયું હતું.
સઈદ સાબરી
જાણીતા ગાયક સઈદ સાબરીનું હાર્ટ એટેકના કારણે 85ની ઉંમરમાં 7 જૂનના રોજ નિધન થયું. સઈદ સાબરી એક મુલાકાત જરૂરી હૈ સનમ અને દેર ના હો જાયે કહીં દેર ન હો જાયે જેવા ગીતો માટે જાણીતા હતા.
સંદીપ નાહર
સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેમના મિત્રની ભૂમિકા ભજવનારા સંદીપ નાહરે 15 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી લીધી. અભિનેતાએ પોતાના મોત માટે પત્નીને જવાબદાર ઠેરવી હતી.
શશિકલા
બોલીવુડ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાથી એક શશિકલાએ પણ 4 એપ્રિલના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી. અભિનેત્રીએ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને 2007માં પદ્મશ્રી અને 2009માં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યા હતા.
સતીષ કોલ
સતીષ કોલે ટીવી શો મહાભારતમાં ભગવાન ઈન્દ્રની ભૂમિકા ભજવી હતી. સતીષ કોલનું 10 એપ્રિલના રોજ દેહાંત થયું હતું. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેઓ જિંદગી સામે જંગ હારી ગયા હતા. અંતિમ ઘડીએ પાઈ પાઈ માટે તરસી ગયા હતા.
તારિક શાહ
અભિનેતા અને દિગ્દર્શક તારિક શાહનું નિધન આ વર્ષે 3 એપ્રિલના રોજ થયું હતું. તેઓ લાંબા સમયથી કિડનીની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે