Anupamaa Spoiler Alert: અનુપમા અને અનુજ વચ્ચે વિવાદ કરાવશે પાખી! કહાનીમાં આવશે મહા ટ્વિસ્ટ

Anupamaa Upcoming Episode: અનુપમા સીરિયલની કહાનીમાં દરરોજ નવા-નવા ટ્વિસ્ટ આવે છે. અનુપમા અને અનુજના નિર્ણયથી પાખી અને અધિકની જિંદગી સંપૂર્ણ રીતે બદલતી જોવા મળશે. 

Anupamaa Spoiler Alert: અનુપમા અને અનુજ વચ્ચે વિવાદ કરાવશે પાખી! કહાનીમાં આવશે મહા ટ્વિસ્ટ

નવી દિલ્હીઃ Anupamaa Latest Episode Update: અનુપમા સીરિયલ છેલ્લા બે વર્ષથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર યથાવત છે. કહાનીમાં દરરોજ નવો વળાંત દર્શકોને ખુબ પસંદ આવે છે. સીરિયલમાં આ દિવસોમાં પાખી અને અધિકના લગ્ન બાદ ખુબ ડ્રામા જોવા મળી રહ્યો છે. પાખીના અધિક સાથે લગ્ન બાદ તેના પિતા વનરાજે પોતાનો હોશ ગુમાવી દીધો છે. વનરાજને એક તરફ એંગ્જાયટી એટેક આવી રહ્યો છે તો બીજીતરફ પાખી તેને ઇમોશનલ રીતે બ્લેકમેલ કરી સીરિયલમાં જબરદસ્ત મસાલો લગાવી રહી છે. 

પાખીને શાહ પરિવારે બહાર કાઢી
પાખી અને અધિક લગ્ન બાદ શાહ હાઉસ એટલા માટે આવ્યા હતા કારણ કે તેને લાગ્યું હતું કે પારિતોષ અને કિંજલની જેમ તેને પણ માફ કરી દેવામાં આવશે પરંતુ તે થયું નહીં. પાખીએ પોતાના પિતા વનરાજની માફી માંગતા તેના પગ તો પકડી લીધા પરંતુ વનરાજે તેને માફ કરી નહીં. વનરાજે ગુસ્સામાં આવીને પાખીને ઘરની બહાર કાઢી મુકી. 

શું અનુજ આપશે પાખી-અધિકનો સાથ
પાખી અને અધિકની પાસે હવે સોફ્ટ કોર્નર અનુજ અને અનુપમા જ બચાવી શકે છે. અધિક વારંવાર જે રીતે પોતાના સાચા પ્રેમનો દાવો કરી અનુજને ઇમોશનલ કરે છે, તેનાથી લાગે છે કે અનુજ બંનેને માફ કરી દેશે. અનુજ પણ બંનેની મદદ કરવા ઈચ્છે છે પરંતુ તે આ મામલામાં દખલ આપવાથી બચે છે કારણ કે પાખી વનરાજ અને અનુપમાની પુત્રી છે અને આ મામલામાં બોલવાનો કોઈ હક નથી. 

તો અનુપમા એક્સ પતિ અને પાખીના પિતા વનરાજને બંનેને ઘરમાંથી બહાર કાઢવાના નિર્ણયમાં સાથ આપે છે. એટલું જ નહીં અનુપમા તો અનુજને પણ પાખીની મદદ કરવાની ના પાડે છે. તેવામાં સીરિયલમાં પાખીને કારણે અનુજ અને અનુપમામાં ઝગડો જોવા મળી શકે છે. આગળ શું થાય તે માટે દર્શકોએ થોડી રાહ જોવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news