Siddharth-Kiara Love Story: બોલીવુડનું હોટ કપલ કરી રહ્યું છે લગ્નની તૈયારી, જાણો ક્યારે ફેરા ફરશે કિયારા

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી પોતાના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ચર્ચા હતી કે બંને લગ્ન કરવાના છે. આ દરમિયાન હવે તેમના લગ્ન અંગે નવી જ વાત સામે આવી છે. બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે.

Siddharth-Kiara Love Story: બોલીવુડનું હોટ કપલ કરી રહ્યું છે લગ્નની તૈયારી, જાણો ક્યારે ફેરા ફરશે કિયારા

મુંબઈઃ હાલ સિદ્ધાર્થ અને કિયારાને બોલીવુડનું સૌથી યંગ અને હોટ કપલ માનવામાં આવે છે. આ કપલે હવે ફાઈનલી લગ્નગ્રંથી જોડાવાનું નક્કી કરી લીધું છે. ફાઈનલી આ લવસ્ટોરી હવે લગ્નજીવનમાં પરિણમશે. ચાહકો પણ લાંબા સમયથી આ જાહેરાતી રાહ જોઈ રહ્યાં હતાં તે આ કપલ ક્યારે લગ્ન કરશે. તો હવે એ વાત સ્પષ્ટ થઈ ચુકી છેકે, સિદ્ધાર્થ અને કિયારા આ ડિસેમ્બરમાં જ સાતફેરા ફરીને લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. 

ઉલ્લેખનીય છેકે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી પોતાના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ચર્ચા હતી કે બંને લગ્ન કરવાના છે. આ દરમિયાન હવે તેમના લગ્ન અંગે નવી જ વાત સામે આવી છે. બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે. 'બોલિવૂડ હંગામા'ના અહેવાલ પ્રમાણે, કિઆરા તથા સિદ્ધાર્થ ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. બંનેએ લગ્નની ડેટ ફાઇનલ કરી દીધી છે. લગ્ન બાદ બંને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપશે. આ રિસેપ્શનમાં બોલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થશે.

હાલમાં સિદ્ધાર્થ તથા કિઆરા લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. બંને લગ્નને સિક્રેટ રાખવા માગે છે. કપલ લગ્નની પૂરી તૈયારી કરી લીધા બાદ જ ઓફિશિયલ જાહેરાત કરશે. કરન જોહરે દિવાળીના દિવસે ઘરે એક પૂજાનું આયોજન કર્યું હતું. આ પૂજામાં બોલિવૂડના ઘણાં સ્ટાર્સ સામેલ થયા હતા. કિઆરા તથા સિદ્ધાર્થ પણ સાથે જ આવ્યા હતા. પહેલાં ચર્ચા હતી કે સિદ્ધાર્થ તથા કિઆરા આવતા વર્ષે લગ્ન કરવાના હતા. તેઓ એપ્રિલમાં દિલ્હીમાં લગ્ન કરવાના હતા. જોકે, પછી તેમણે નિર્ણય બદલીને ડિસેમ્બરમાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્નમાં માત્ર પરિવાર ને મિત્રો હાજર રહેશે. કિઆરા તથા સિદ્ધાર્થ પહેલાં કોર્ટ મેરેજ કરશે અને પછી રિસેપ્શન તથા કોકટેલ પાર્ટી આપશે.

'બિગ બોસ'માં સિદ્ધાર્થ ફિલ્મ 'થેંક ગોડ'ના પ્રમોશન માટે આવ્યો હતો. સિદ્ધાર્થની સાથે રકુલ પ્રીત સિંહ પણ હતી. આ દરમિયાન સલમાને વાતોવાતોમાં સિદ્ધાર્થના લગ્નની વાત કરી હતી. સલમાને કહ્યું હતું, 'સિદ્ધાર્થ, શાદી મુબારક.' સિદ્ધાર્થ તથા કિઆરાએ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું અને અહીઁથી બંને વચ્ચેના પ્રેમની શરૂઆત થઈ હતી. હવે સિદ્ધાર્થ વેબસિરીઝ 'ઇન્ડિયન પોલીસ'માં જોવા મળશે. આ સિરીઝને રોહિત શેટ્ટી ડિરેક્ટ કરે છે. કિઆરા 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news