Twitter: એલન મસ્કે યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, હવે બ્લૂ ટિક માટે દર મહિને આપવો પડશે ચાર્જ

Elon Musk: કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે આ જાણકારી સામે આવી છે કે એલન મસ્ક જલદી ટ્વિટર પર ‘Pay for Play’ વેરિફિકેશન સિસ્ટમની શરૂઆત કરવાના છે. 

Twitter: એલન મસ્કે યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, હવે બ્લૂ ટિક માટે દર મહિને આપવો પડશે ચાર્જ

નવી દિલ્હીઃ Elon Musk Twitter: છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચર્ચામાં છે. એપ્રિલ 2022થી એલન મસ્કની ટ્વિટરને ટેકઓવર કરવાને લઈને જે ડીલ ચાલી રહી હતી, તે આખરે 27 ઓક્ટોબરે ફાઈનલ થઈ અને મસ્કે ટ્વિટરને ટેકઓવર કરી લીધું. એલન મસ્કે ટ્વિટર ખરીદવાની સાથે ટ્વિટરની ઘણી પોલિસીમાં મોટા ફેરફાર સામે આવ્યા છે અને સાથે કેટલાક પ્રોસેસમાં છે, જેનો ઇશારો ખુદ મસ્ક આપી ચુક્યા છે. કેટલાક સમય પહેલા મસ્કે જાણકારી આપી હતી કે તે ટ્વિટર પર વેરિફિકેશન પ્રોસેસને સંપૂર્ણ રીતે બદલવાના છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ટ્વિટર પર હવે બ્લૂ ટિક માટે યૂઝર્સ પાસે ચાર્જ લેવામાં આવશે. 

ટ્વિટરની વેરિફિકેશન સિસ્ટમ
કેટલાક રિપોર્ટ પ્રમાણે તે જાણકારી સામે આવી છે કે એલન મસ્ક જલદી ટ્વિટર પર ‘Pay for Play’ વેરિફિકેશન સિસ્ટમની શરૂઆત કરવાના છે. આ સિસ્ટમ શરૂ થવા પર યૂઝર્વે વેરિફિકેશન બ્લૂ ટિક માટે દર મહિને 20 ડોલરનો ચાર્જ આપવો પડશે, જે ભારતીય રૂપિયામાં લગભગ 1646 થાય છે. સાથે રિપોર્ટ પ્રમાણે હવે ટ્વિટર પર બ્લૂ ટિક મંથલી સબ્સક્રિપ્શન પ્લાનમાં બદલાવાનું છે, તેને પહેલાથી વધુ મોંઘુ કરવામાં આવે અને સાથે નવા એડિશનલ ફીચર્સ સામેલ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે હવે નવા ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન પ્લાન માટે $19.99 કે પછી 20 ડોલર છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 1646 છે, ચાર્જ કરશે. અત્યારે આ સબ્સક્રિપ્શન પ્લાનની કિંમત 4.99 ડોલર છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 410 રૂપિયા છે. 

ટ્વિટર ડીલની જાણકારી
એલન મસ્કે આ વર્ષે 13 એપ્રિલ 2022ના ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી, જે માટે 54.2 ડોલર પ્રતિ શેરની ઓફર કરવામાં આવી હતી. જે કુલ રકમ 44 બિલિયન ડોલર છે. ટ્વિટ બોર્ડ સાથે ડીલ પાકી થયા બાદ એલન મસ્કે ટ્વિટર પર રહેલા ફેક એકાઉન્ટને કારણે ડીલ હોલ્ડ પર રાખી હતી, ત્યારબાદ જુલાઈ મહિનામાં મસ્કે ડીલ કેન્સલ કરવાનું વિચાર્યું હતું. ત્યારબાદ ટ્વિટર બોર્ડ અને એલન મસ્ક વચ્ચે સહમતિ થઈ અને ઓક્ટોબરમાં મસ્કે ડીલ ફાઇનલ કરવાનો નિર્ણય લીધો હતો. આખરે 27 ઓક્ટોબરે મસ્કે ડીલ પૂરી કરી હતી. નોંધનીય છે કે ટ્વિટર ખરીદવાની સાથે એલન મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલને બહાર કરી દીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news