ફરી એકવાર Taapsee ના ખોળામાં બેઠા જોવા મળ્યા Anurag, પોસ્ટમાં કહી આ વાત

આવકવેરા વિભાગના દરોડાના ત્રણ દિવસ બાદ તાપસી પન્નૂ (Taapsee Pannu) અને અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે. શનિવાર સવારે તાપસીએ એક બાદ એક ટ્વીટ કરી કંગના પર નિશાન સાધ્યું હતું

ફરી એકવાર Taapsee ના ખોળામાં બેઠા જોવા મળ્યા Anurag, પોસ્ટમાં કહી આ વાત

નવી દિલ્હી: આવકવેરા વિભાગના દરોડાના ત્રણ દિવસ બાદ તાપસી પન્નૂ (Taapsee Pannu) અને અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે. શનિવાર સવારે તાપસીએ એક બાદ એક ટ્વીટ કરી કંગના પર નિશાન સાધ્યું હતું. હવે અનુરાગ કશ્યપે (Anurag Kashyap) એક તસવીર શરે કરી લોકોને ફરી ચોંકાવ્યા છે.

તાપસીના ખોળામાં બેઠા જોવા મળ્યા અનુરાગ
આઇટી રેડના ત્રણ દિવસ બાદ તાપસી પન્નૂએ (Taapsee Pannu) મૌન તોડતા ત્રણ ટ્વીટ્સ કર્યા અને હવે અનુરાગ કશ્યપનું (Anurag Kashyap) રિએક્શન પણ સામે આવ્યું છે. અનુરાગે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Anurag Kashyap Instagram) પર એક તસવીર શરે કરી છે. જેમાં તેઓ ફરી એકવાર તાપસીના ખોળામાં બેઠા જોવા મળ્યા અને V એટલે કે વિક્ટ્રીની સાઈન બનાવતા જોવા મળી રહ્યા છે. અનુરાગે આ ફોટોની (Anurag Kashyap Pic) સાથે કેપ્શનમાં લખ્યું, 'અને અમે #DoBaara રીસ્ટાર્ટ કરી રહ્યા છીએ. અમારા હેટર્સને અમારા તરફથી ઘણો બધો પ્રેમ.'

તાપસીએ વ્યક્ત કર્યો ગુસ્સો
અનુરાગથી પહેલા તાપસીએ પણ ટ્વિટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તાપસી પન્નૂએ (Taapsee Pannu) એક પછી એક ટ્વીટ કર્યું. તાપસીએ લખ્યું- 3 દિવસની શોધખોળ બાદ ત્રણ વસ્તુ મળી છે. 1. મારા કથિત પેરિસ બંગલાની ચાવીઓ. કેમ કે ગરમીની રજાઓ આવી રહી છે. બીજા ટ્વીટમાં લખ્યું- 2. જે કથિત 5 કરોડ રૂપિયાની રસીદ મને ફસાવવા માટે મુકવામાં આવી, તે પૈસા મેં ક્યારે લીધા નથી. અને ત્રીજા ટ્વીટમાં તાપસીએ (Taapsee Pannu) કંગના રનૌતને ટાર્ગેટ કરતા લખ્યું- 3. માનનીય નાણામંત્રીના કહેવા પ્રમાણે 2013 માં મારા ત્યાં દરોડા પડ્યા હતા. હવે સસ્તી કોપી નથી. તમને જણાવી દઇએ કે, કંગના રનૌત (Kangana Ranaut) અને રંગોલી ચંદેલ (Rangoli Chandel) અનેક વાર તાપસીને કંગનાની 'સસ્તી કોપી' કહીને ટાર્ગેટ કરી ચૂક્યા છે.

— Kangana Ranaut (@KanganaTeam) March 6, 2021

કંગનાનો વળતો પ્રહાર
આ ટ્વીટનો કંગનાએ (Kangana Ranaut) જવાબ આપતા લખ્યું- 'તમુ હંમેશા સસ્તી હી રહોગી, ક્યોંકી તુમ રેપિસ્ટ કી ફેમિનિસ્ટ હો. તારા રિંગ માસ્ટર અનુરાગ કશ્યપના (Anurag Kashyap) ત્યાં 2013 માં ટેક્સ ચોરીના કારણે દરોડા પડ્યા હતા. સરકારી અધિકારીઓના રિપોર્ટ આવી ગયા છે. જો તમે દોષી નહીં હોવ તો તેમની વિરૂદ્ધ કોર્ટમાં જાઓ અને સ્પષ્ટતા આપો. કમ ઓનન સસ્તી.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news